GU/701221c વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:46, 26 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શ્રીમદ-ભાગવતમમાં એક શબ્દ છે, ઉરુદામ્ની-બદ્ધ. ઉરુ. ઉરુનો અર્થ છે ખૂબ જ મજબુત, અને દામ્નીનો અર્થ છે દોરડું. જેમ કે તમે એક દોરડા વડે હાથ અને પગથી બંધાયેલા છો, તો તમે લાચાર હોવ છો, આપણી સ્થિતિ પણ તેવી જ છે. આ જ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ઉરુદામ્ની-બદ્ધ... ન તે વિદુ:... અને આવા બદ્ધ જીવો, તેઓ સ્વતંત્રતાની ઘોષણા કરી રહ્યા છે: "હું કોઈની પરવાહ નથી કરતો. હું ભગવાનની પરવાહ નથી કરતો." કેટલી મૂર્ખતા. જેમ કે કેટલીકવાર તોફાની બાળકો પણ બંધાયેલા હોય છે. યશોદામાયીએ પણ કૃષ્ણને બાંધ્યા હતા. તે એક ભારતીય પ્રણાલી છે, દરેક જગ્યાએ, (મંદ હાસ્ય કરે છે) બાંધે છે. અને તે નાનું બાળક, જ્યારે તે બંધાયેલું છે, જો તે બાળક સ્વતંત્રતાની ઘોષણા કરે, તો તે કેવી રીતે શક્ય છે? એ જ રીતે, પ્રકૃતિ માતાના કાયદા દ્વારા આપણે બંધાયેલા છીએ. તમે સ્વતંત્રતા કેવી રીતે જાહેર કરી શકો? આપણા શરીરના દરેક ભાગને કોઈક નિયંત્રક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. તે ભાગવતમમાં જણાવેલું છે."
701221 - વાર્તાલાપ અ - સુરત‎