GU/701222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેક ધર્મ, કોઈપણ ધર્મનો ઉચ્ચતમ સિદ્ધાંત વૈષ્ણવો અથવા કૃષ્ણ ભાવનામૃતના અનુયાયીઓમાં હોય છે. કોઈપણ શ્રેષ્ઠ વસ્તુ, કોઈપણ ધર્મમાં, તમને કૃષ્ણ ભાવનામૃતમાં મળશે. તેથી તે સંપૂર્ણ છે. બુદ્ધ ધર્મ અહિંસા શીખવે છે; કૃષ્ણ ભાવનાભાવિત લોકો અહિંસક છે. પ્રભુ ઈસુ ભગવાનનો પ્રેમ શીખવે છે; તેઓ ભગવાનના શ્રેષ્ઠ પ્રેમી છે. અને હિન્દુ ધર્મ મુક્તિ શીખવે છે; તે... જેવા તેઓ કૃષ્ણ ભાવનાભાવિત બને છે, તરત જ તેઓ મુકત થઈ જાય છે. તરત જ, તે જ ક્ષણે. મુક્તિ માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી."
701222 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૦ - સુરત‎