GU/710117c ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધર્મ-અર્થ-કામ-મોક્ષ (શ્રી.ભા. ૪.૮.૪૧, ચૈ.ચ. આદિ ૧.૯૦): આ એક જીવનને સર્વોચ્ચ સ્તર સુધી ઉપર લઈ જવાના સિદ્ધાંતો છે. પણ લોકો તે લેતા નથી, સામાન્ય રીતે... તેઓ થોડુક ધન મેળવવા માટે ધાર્મિક કર્મકાંડો કરે છે, અર્થ માટે. અવશ્ય, આપણને આપણા પાલન માટે થોડા ધનની જરૂર પડે છે; તે જરૂરી છે. પણ જો આપણે ધાર્મિક કર્મકાંડો માત્ર ધન કમાવવા માટે કરીએ, તે પદભ્રષ્ટ કરનારું છે. સામાન્ય રીતે લોકો તેવું કરે છે. તેઓ દાન કરે છે જેથી તેમને વધુ ધન મળે. તેઓ ધર્મશાળા ખોલે છે જેથી તેઓ વધુ ઘર બાંધી શકે. તે તેમનો ઉદેશ્ય હોય છે. અથવા તેઓ સ્વર્ગલોકોમાં જઈ શકે. કારણકે તેઓ જાણતા નથી કે તેમનું વાસ્તવિક હિત શું છે. સાચું હિત છે ભગવદ ધામ જવું."
710117 - ભાષણ શ્રી.ભા. ૬.૨.૧૨-૧૪ - અલાહાબાદ