GU/710216b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"માની લો કે કૃષ્ણ અહીં છે ... જેમ આપણે દેવને ખૂબ માનપૂર્વક વંદન કરીએ છીએ. તેવી જ રીતે, દેવ અર્કા-અવતાર છે, અવતાર છે ... આ દેવ જેની તમે અર્કા-અવતાર તરીકે પૂજા કરો છો, આર્કા એટલે કે પૂજ્ય અવતાર. કારણ કે આપણે કૃષ્ણને આપણી વર્તમાન આંખો, ભૌતિક આંખોથી જોઈ શકતા નથી, તેથી તે કૃષ્ણની દયા છે કે તે આપણી સમક્ષ એવા સ્વરૂપમાં દેખાયો જે આપણે જોઈ શકીએ.તે કૃષ્ણ ની દયા છે. એવું નથી કે કૃષ્ણ આ દેવથી જુદા છે. તે ભૂલ છે. જેઓ કૃષ્ણની શક્તિ શું છે તે સમજી શકતા નથી, તેઓ વિચારે છે કે આ મૂર્તિ છે, અને તેથી તેઓ કહે છે "મૂર્તિપૂજા." તે મૂર્તિપૂજા નથી."
710216 - ભાષણ ક્રિષ્ના નિકેતન ખાતે- ગોરખપુર‎