"માની લો કે કૃષ્ણ અહીં છે... જેમ આપણે અર્ચ વિગ્રહને ખૂબ જ માનપૂર્વક વંદન કરીએ છીએ. જેવી રીતે, વિગ્રહ અર્ચ-અવતાર છે, અવતાર છે... આ વિગ્રહ જેની તમે અર્ચ-અવતાર તરીકે પૂજા કરો છો, અર્ચ એટલે કે પૂજ્ય અવતાર. કારણ કે આપણે કૃષ્ણને આપણી વર્તમાન આંખો, ભૌતિક આંખોથી જોઈ શકતા નથી, તેથી તે કૃષ્ણની કૃપા છે કે તેઓ આપણી સમક્ષ એવા સ્વરૂપમાં પ્રકટ થાય છે કે જે આપણે જોઈ શકીએ. તે કૃષ્ણની કૃપા છે. એવું નથી કે કૃષ્ણ આ વિગ્રહથી અલગ છે. તે ભૂલ છે. જેઓ કૃષ્ણની શક્તિ શું છે તે સમજી શકતા નથી, તેઓ વિચારે છે કે આ મૂર્તિ છે, અને તેથી તેઓ કહે છે "મૂર્તિપૂજા." તે મૂર્તિપૂજા નથી."
|