GU/730504 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:43, 22 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: લોમશ મુનિ, તેમનો જીવનકાળ છે કે જ્યારે બ્રહ્મા મૃત્યુ પામે છે, તેમના શરીરનો એક વાળ ખરે છે. તો આ રીતે, જ્યારે તેમના શરીર પરના બધા જ વાળ ખરી જશે, તેઓ મૃત્યુ પામશે. તેમનો જીવન કાળ આટલો લાંબો છે.... તો તે દરિયાની બાજુએ ઊભા હતા અને હરે કૃષ્ણ જપ કરતાં હતા. તો નારદ મુનિ આવ્યા અને તેમને કહ્યું, 'તમે અહી એક નાની કુટીર કેમ નથી બાંધતા?' તેમણે કહ્યું, 'હું કેટલું લાંબુ જીવવાનો છું? (હાસ્ય) આ ઊભું રહેવું ઠીક છે. મને મારુ કાર્ય પૂરું કરવા દો...' જરા જુઓ. અને અહિયાં તેઓ વીસ વર્ષ માટે જીવવાના છે અને ગગનચુંબી મકાનો બનાવે છે (ધ્વનિ કરે છે:) 'ટોક-ડોંગ, ટોક-ડોંગ, ટોક-ડોંગ'. (હાસ્ય) ગણતરી નથી કરતાં કે 'હું વીસ કે ત્રીસ વર્ષ માટે રહીશ'."

સ્વરૂપ દામોદર: તેની પણ ખાત્રી નથી.

પ્રભુપાદ: તેની પણ ખાત્રી નથી. હું શા માટે આટલી બધી મુશ્કેલી લઉં છું? તે લોકો મૂર્ખ વ્યક્તિઓ છે.

730504 - સવારની લટાર - લોસ એંજલિસ