GU/730617 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:47, 22 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો આપણે તેમની સાથે સહકાર કરીએ, કૃષ્ણ શું ઈચ્છે છે, જો આપણે થોડું પણ કરવાની ઈચ્છા કરીએ છીએ, તરત જ કૃષ્ણ તમારી મદદ કરશે. જો તમે એક ટકા કામ કરશો, કૃષ્ણ તમને દસ ટકા મદદ કરશે. ફરીથી જો તમે એક ટકા કામ કરશો, કૃષ્ણ તમને બીજા દસ ટકા મદદ કરશે. પણ સો ટકા કીર્તિ તમને મળશે, કૃષ્ણની મદદથી. કૃષ્ણ તમને બુદ્ધિ આપે છે. તેશામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિ પૂર્વકમ, બુદ્ધિ યોગમ દદામી તમ (ભ.ગી. ૧૦.૧૦). જો તમે સતતમ પ્રવૃત્ત રહો, ચોવીસ કલાક, કોઈ પણ બીજી પ્રવૃત્તિ વગર, સર્વ-ધર્માન પરિત્યજ્ય (ભ.ગી. ૧૮.૬૬), તમારા બધા જ બકવાસ કાર્યોને છોડીને... સર્વ ધર્માન. તમે જો માત્ર કૃષ્ણના કાર્યમાં જ પ્રવૃત્ત હોવ, પ્રીતિપૂર્વકમ, પ્રેમ સાથે. મન વગર નહીં: 'આહ, આ એક કર્તવ્ય છે, હરે કૃષ્ણનો જપ. ઠીક છે, હરેકૃષ્ણહરેકૃષ્ણહરેકૃષ્ણ....' (ખૂબ જ ઝડપથી અને અસ્પષ્ટ રીતે જપ કરે છે) એવું નહીં. પ્રીતિથી, પ્રેમથી. દરેક શબ્દનો જપ કરો, 'હરે કૃષ્ણ,' અને સાંભળો. અહી કૃષ્ણ છે, અહી રાધારાણી છે. તે પ્રકારનો જપ, ઉચ્ચ ગુણનો. 'હરેકૃષ્ણહરેકૃષ્ણકૃષ્ણકૃષ્ણહરેહરે...' એવું નહીં. એવું નહીં. પ્રીતિ."
730617 - ભાષણ શ્રી.ભા. ૧.૧૦.૨ - માયાપુર