"તો કૃષ્ણ બહારથી અને અંદરથી મદદ કરી રહ્યા છે. અંદરથી, તેઓ પરમાત્મા તરીકે છે, અને બહારથી, ગુરુ તરીકે. તો તેઓ તમને મદદ કરવા તૈયાર છે, બંને રીતે. તેમની કૃપાનો ઉપયોગ કરો. પછી તમારું જીવન સિદ્ધ છે. તેઓ તમને મદદ કરવા તૈયાર છે, અંદરથી અને બહારથી. કૃષ્ણ એટલા દયાળુ છે. દયા, કૃષ્ણની દયા, કોઈ પણ ચૂકવી શકે નહીં. દરેક જન્મમાં, તેઓ મારી સાથે છે, પ્રચાર કરે છે: 'શા માટે તું તરંગી રીતે કામ કરી રહ્યો છે? બસ મારી બાજુ ફર'. તેથી તેઓ જીવ સાથે કોઈ પણ પ્રકારના શરીરમાં જાય છે - એક દેવતાનું શરીર હોય કે એક ભૂંડનું શરીર હોય, છતાં, કૃષ્ણ છે. સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ઠ: (ભ.ગી. ૧૫.૧૫)."
|