GU/760215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 10:37, 29 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ એક અવસર છે, આ મનુષ્ય જીવન, તે નક્કી કરવા માટે કે તમારે ક્યાં જવું છે. શું તમે નર્કમાં જઈ રહ્યા છો અથવા સ્વર્ગમાં અથવા પાછા ભગવદ ધામ? તે તમારે નક્કી કરવું પડે. આ મનુષ્ય બુદ્ધિ, બિલાડીઓ અને કૂતરાઓની જેમ કામ કરવા માટે અને બિલાડીઓ અને કૂતરાઓની જેમ મરી જવા માટે નથી. તે મનુષ્ય જીવન નથી. મનુષ્ય જીવન છે તે નક્કી કરવા માટે કે તમારે હવે પછી ક્યાં જવું છે. ઉત્ક્રાંતિની પદ્ધતિથી તમે આ માનવ જીવન પર આવ્યા છો. જલજા નવ લક્ષાણી સ્થાવરા લક્ષ વિંશતી (પદ્મ પુરાણ). ૮૪,૦૦,૦૦૦ જીવન યોનીઓમાથી પસાર થયા પછી, તમને આ માનવ જીવન મળ્યું છે. હવે તમે નક્કી કરો કે તમારે ક્યાં જવું છે."
760215 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૮ - માયાપુર