GU/760810 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ તેહરાનમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:16, 29 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: સંયુક્ત રાષ્ટ્રોના આ બધા જ સભ્યો, દરેક શારીરિક ખ્યાલ પર વિચારે છે, 'હું અમેરિકન છું', 'હું ભારતીય છું', 'હું ચીની છું'. તો કેવી રીતે એકતા હશે? કોઈ એકતા હોઈ ના શકે. તે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ, કે જીવનના શારીરિક ખ્યાલ પર ના વિચારો. બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતી (ભ.ગી. ૧૮.૫૪): તે અમે શીખવાડીએ છીએ. પણ તેઓ વિચારે છે કે તે લોકો સંયુક્ત રાષ્ટ્ર પાસે ગયા છે, પણ તેઓ પોતાને કૂતરાઓની જેમ રાખે છે. કોઈ શાંતિ હોઈ ના શકે. તે લોકો એક બીજાની સામે ભસતા જ રહેશે. બસ તેટલું જ.


નવ-યૌવન: તે લોકો વિચારે છે કે તેમણે પોતાના કહેવાતા સ્વાર્થની રક્ષા કરવી પડે.

પ્રભુપાદ: તો કૂતરો પણ તે વિચારી રહ્યો છે. ત્રણ માઈલ દૂરથી તે ભસવાનું શરૂ કરે છે, 'તું કેમ અહી આવ્યો છે? આવીશ નહીં. હું મારા સ્વાર્થની રક્ષા કરી રહ્યો છું'. તે માનસિકતા કૂતરામાં છે; તો કેવી રીતે તમે કૂતરાથી વિશેષ છો?

760810 - વાર્તાલાપ - તેહરાન