GU/Prabhupada 0043 - ભગવદ ગીતા મૂળ સિદ્ધાંત છે

Revision as of 21:39, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- Sydney, February 16, 1973

પ્રભુપાદ:

(મૈ આસક્ત મના: પાર્થ)
યોગમ યુંજન મદ આશ્રય
અસંશયમ સમગ્રમ મામ
યથા જ્ઞાસ્યસી તત શૃણુ
(ભ.ગી. ૭.૧)

આ ભગવદ ગીતાનો એક શ્લોક છે, કેવી રીતે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવો, કે ભાગવત ભાવનામૃતનો. આ ભગવદ ગીતા, તમારામાંથી બહુ લોકોએ આ ગ્રંથ વિષે સાંભળ્યું હશે. આખા જગતમાં આ ખુબજ પ્રખ્યાત અને સૌથી વધારે વંચાયેલો ગ્રંથ છે. વાસ્તવમાં દરેક દેશમાં ભગવદ ગીતાની કેટલી બધી આવૃત્તિઓ છે. તો આ ભગવદ ગીતા આપણા કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો મૂળ સિદ્ધાંત છે. જે અમે કૃષ્ણ ભાવનામૃતના નામે પ્રચાર કરી રહ્યા છીએ, તે ભગવદ ગીતા જ છે. એવું નથી કે અમે કઈ જાતે નિર્માણ કરેલું છે. આ કૃષ્ણ ભાવનામૃત સૃષ્ટિના પ્રારંભથી જ અસ્તિત્વમાં છે, પણ ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષો પેહલા, જ્યારે કૃષ્ણ આ ગ્રહ ઉપર ઉપસ્થિત હતા, તેમણે પોતે કૃષ્ણ ભાવનામૃતનો ઉપદેશ આપ્યો હતો, અને જે શિક્ષાને તેઓ છોડી ગયા છે, તે ભગવદ ગીતા છે. દુર્ભાગ્યવશ, આ ભગવદ ગીતાનો, કેટલા બધા તથાકથિત વિદ્વાનો અને સ્વામીઓ દ્વારા દુરોપયોગ કરવામાં આવ્યો છે. નિરાકારવાદીઓ, કે નાસ્તિક વર્ગના લોકો, તેમણે ભગવદ ગીતાને પોતાના મન મુજબ અર્થ આપ્યો છે. જયારે હું ૧૯૬૬માં અમેરિકામાં હતો, એક અમેરિકી મહિલાએ મને પૂછ્યું હતું, ભગવદ ગીતાની એક અંગ્રેજી આવૃત્તિની ભલામણ કરવાનો, કે જે તેઓ વાંઢી શકે. પણ પ્રમાણિક રૂપે, હું કોઈને પણ સિફારિશ નથી કરી શકતો, તેમના માનસિક તરંગો પર આધારિત લખાણને કારણે. તે વસ્તુએ મને પ્રેરણા આપી ભગવદ ગીતા તેના મૂળ રૂપે લખવા માટે. અને આ પ્રસ્તુત આવૃત્તિ, ભગવદ ગીતા તેના મૂળ રૂપે, હવે મેકમિલન કંપની દ્વારા પ્રકાશિત છે, જે દુનિયાની સૌથી મોટી પ્રકાશક કંપની છે. અને અમે સારી રીતે કરી રહ્યા છીએ. અમે આ ભગવદ ગીતા તેના મૂળ રૂપેને ૧૯૬૮માં પ્રકાશિત કરી હતું, નાની આવૃત્તિ. અને તે ખુબજ વધારે સંખ્યામાં વેચાઈ હતી. મેકમિલન કંપનીના વ્યાપારી મેનેજરે અહેવાલ આપ્યો કે આપણી પુસ્તકો વધારે અને વધારે વેચાઈ રહી છે; અને બીજી પુસ્તકોનું વેચાણ ઘટી રહ્યું છે. પછી હાલ માં, ૧૯૭૨માં, અમે ભગવદ ગીતા તેના મૂળ રૂપે સંપૂર્ણ આવૃત્તિને પ્રકાશિત કરી છે. અને મેકમિલન કંપનીએ પચાસ હજાર કોપીઓ પહેલેથી જ પ્રકાશિત કરી હતી, પણ તે માત્ર ૩ માસમાં પૂર્ણ થઈ ગઈ અને હવે તે બીજી આવૃત્તિની વ્યવસ્થા કરી રહ્યા છે.