GU/Prabhupada 0044 - સેવા એટલે તમે સ્વામીની આજ્ઞાનું પાલન કરો



Lecture on BG 4.1 -- Montreal, August 24, 1968

તો તેનો અર્થ છે કે તે કૃષ્ણના નિર્દેશનું પાલન કરે છે. બસ તેટલું જ. તે તેમ વિચારતો નથી કે, "હું કૃષ્ણનો શત્રુ બનીશ." સિદ્ધાંત છે કે તે પાલન કરે છે. જો કૃષ્ણ કહે છે કે, "તું મારો શત્રુ બન," તો હું તેમનો શત્રુ બની જઈશ. આ છે ભક્તિ યોગ. હા. મને કૃષ્ણને સંતુષ્ટ કરવા છે. જેમ કે માલિક તેના નોકરને કહે છે કે "તું મને અહિયા માર." તો તે તેને આ રીતે મારે છે. તો આ સેવા છે. બીજા એમ સમજે છે કે, "ઓહ, તે મારે છે અને તે એમ વિચારે છે કે, 'હું સેવા કરું છું'? આ શું છે? તે તો મારે છે." પણ માલિક ઈચ્છે છે કે "તું મને માર." આ સેવા છે. સેવા નો અર્થ છે કે તમે સ્વામીના આદેશનું પાલન કરો. તેનો ફરક નથી પડતો કે તે શું છે. ભગવાન ચૈતન્યના જીવનમાં એક બહુ જ સરસ ઉદાહરણ છે, કે તેમનો નિજી સેવક ગોવિંદ હતો. તો ભગવાન ચૈતન્ય પ્રસાદ લેશે, પછી ગોવિંદ લેશે. તો એક દિવસે, ભગવાન ચૈતન્ય પ્રસાદ લીધા પછી, પોતે દ્વાર ઉપર સુઈ ગયા. તેને શું કેહવાય છે? ઉમ્બરો? દ્વાર? દ્વારપથ. તો ગોવિંદે તેમને ઓળંગ્યા. ગોવિંદ તેમના પગની માલીશ કરતો હતો, જયારે તેઓ આરામ કરતાં હતા ત્યારે. તો ગોવિંદ ભગવાન ચૈતન્યને ઓળંગી ગયો અને તેમના પગની માલિશ કરી. ત્યારે ભગવાન ચૈતન્ય સુઈ રહ્યા હતા, અને અડધી કલાક પછી, જયારે તેઓ ઉઠી ગયા, ત્યારે તેમણે જોયું, "ગોવિંદ, તે પ્રસાદ હજી લીધો નથી?" "ના, સ્વામી." "કેમ?" "હું તમને ઓળંગી ના શકું. તમે અહી સુઈ રહ્યા છો." "ત્યારે તું કેવી રીતે આવ્યો?" "હું ઓળંગીને આવ્યો." "કેવી રીતે પેહલી વાર તુ ઓળંગીને આવ્યો, અને ફરીથી ઓળંગી નથી શકતો?" "તે હું આવ્યો હતો તમારી સેવા કરવા માટે. હવે હું મારા પ્રસાદ માટે તમને ઓળંગી ના શકું." તે મારૂ કર્તવ્ય નથી. તે મારા માટે છે. અને તે તમારા માટે." તો કૃષ્ણની સંતુષ્ટિ માટે તમે તેમના શત્રુ પણ બની શકો છો, તમે તેમના મિત્ર પણ બની શકો છો, તમે કઈ પણ બની શકો છો. આ ભક્તિ યોગ છે. કારણકે તમારો ઉદ્દેશ્ય છે કે કેવી રીતે કૃષ્ણને પ્રસન્ન કરવા. અને જેવો તે સમય આવશે, જયારે તમે પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા ઈચ્છો છો, તો તમે તરતજ ભૌતિક જગતમાં પડી જશો.

કૃષ્ણ-ભુલીય જીવ ભોગ વાંછા કરે
નિકટસ્થે માયા તારે જાપટિયા ધરે
(પ્રેમ વિવર્ત)

જેવા આપણે કૃષ્ણને ભૂલીએ છીએ અને આપણી ઇન્દ્રિય તૃપ્તિ કરવા માંગીએ છીએ, તે માયા છે. અને જેવા આપણે આ ઇન્દ્રિયતૃપ્તિની વિધિને ત્યાગીશું અને કૃષ્ણ માટે બધું કરશું, તે મુક્તિ છે.