GU/Prabhupada 0156 - હું તમને તે શીખવાડવાનો પ્રયાસ કરું છું જે તમે ભૂલી ગયા છો

Revision as of 21:58, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Arrival Address -- London, September 11, 1969

પત્રકાર: તમે શું શીખવાડો છો,સાહેબ?

પ્રભુપાદ: હું તે શીખવાડવાનો પ્રયત્ન કરું છું જે તમે ભૂલી ગયા છો.

ભક્તો: હરિબોલ! હરે કૃષ્ણ! (હાસ્ય)

પત્રકાર: તે શું છે?

પ્રભુપાદ: તે ભગવાન છે. તમારામાંથી કોઈ કહે છે કે ભગવાન નથી, અને કોઈ કહે છે ભગવાન મૃત છે, અને કોઈ કહે છે કે ભગવાન નિરાકાર કે શૂન્ય છે. આ બધો બકવાસ છે. હું બધા અર્થહીનને શિખવાડવાનો પ્રયત્ન કરું છું કે ભગવાન છે. તે મારૂ મિશન છે. કોઈ પણ વ્યર્થ મારી પાસે આવી શકે, અને હું તેને સાબિત કરીશ કે ભગવાન છે. તે મારૂ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તે નાસ્તિક લોકોને એક પડકાર છે. ભગવાન છે. જેમ આપણે અહી સામ સામે બેઠા છીએ, તમે ભગવાનને પણ પ્રત્યક્ષ જોઈ શકો છો. જો તમે શ્રદ્ધાવાન અને ગંભીર છો, તે શક્ય છે. દુર્ભાગ્યવશ, આપણે ભગવાનને ભૂલી જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તેથી આપણે જીવનની કેટલી બધી યાતનાઓને બોલાવી રહ્યા છીએ. તો હું માત્ર પ્રચાર કરું છું કે તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો અને સુખી રહો. માયા, અથવા ભ્રમની આ અર્થહીન લહેરોથી ભ્રમિત અને પથભ્રષ્ટ ન થતા. તે મારી વિનંતી છે.

ભક્તો: હરિબોલ!