GU/Prabhupada 0155 - દરેક વ્યક્તિ ભગવાન બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે
Lecture on SB 7.6.5 -- Toronto, June 21, 1976
તો હવે,આપણને ભગવદ ગીતામાથી મળે છે, ત્રણ શબ્દો છે, સનાતન:, શાશ્વત, નો પ્રયોગ થયો છે. પહેલી વસ્તુ છે કે આ જીવોને સનાતન કેહવામાં આવેલા છે. મમૈવાંશો જીવભૂત: જીવલોકે સનાતન: (ભ.ગી. ૧૫.૭). આપણે જીવ છીએ, સનાતન. એવું નથી કે આપણે માયાના પ્રભાવથી જીવભૂત બની ગયા છે. આપણે પોતાને માયાના પ્રભાવમાં નાખ્યા છે, તેથી આપણે જીવભૂત: છીએ. વાસ્તવમાં આપણે સનાતન છીએ. સનાતન એટલે કે શાશ્વત. નિત્યો શાશ્વત. જીવાત્માનું વર્ણન થયેલું છે: નિત્યો શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). તે સનાતન છે. તો આપણે એટલા ઓછા બુદ્ધિવાળા છીએ કે જો હું શાશ્વત, સનાતન છું, અને મને કોઈ જન્મ અને મરણ નથી, કેમ મને આ જન્મ અને મૃત્યુના સંકટમાં મુકવામાં આવેલો છે? તેને કેહવાય છે બ્રહ્મ જીજ્ઞાસા. પણ તે વિષે આપણે શિક્ષિત નથી. પણ આપણે શિક્ષિત હોવું જોઈએ. ઓછામાં ઓછા આપણે આ ઉપદેશનો લાભ લેવો જોઈએ. આપણે સનાતન છીએ. બીજું જગત છે, જે ભગવદ ગીતામાં બતાવેલું છે, પરસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતાન: (ભ.ગી. ૮.૨૦). વ્યક્તો અવ્યક્તાત સનાતાન: આ ભૌતિક જગત પ્રકટ થાય છે, અને તેની પૂર્વભૂમિકામાં આ સંપૂર્ણ ભૌતિક શક્તિ, મહત તત્ત્વ છે. તે પ્રકટ નથી થતું. તેથી વ્યક્તો અવ્યક્તાત. આ પ્રકૃતિની પરે, બીજી પ્રકૃતિ છે, તે આધ્યાત્મિક પ્રકૃતિ છે, સનાતન. તેને સનાતન કેહવામાં આવેલી છે. પરસ તસ્માત તુ ભાવો અન્યો વ્યક્તો અવ્યક્તાત સનાતાન: (ભ.ગી. ૮.૨૦) અને જીવ-ભૂત-સનાતાન: અને અગિયારમાં અધ્યાયમાં,અર્જુન કૃષ્ણને સનાતન કહે છે. તો ત્રણ સનાતન. ત્રણ સનાતન.
તો જો આપણે બધા સનાતન છીએ, સનાતન ધામ છે અને કૃષ્ણ પણ સનાતન છે, આપણે પણ સનાતન છીએ. તો જ્યારે ત્રણે મળી જાય છે, તેને કેહવાય છે સનાતન ધામ. તેઓને ખબર નથી કે સનાતન એટલે કે શું છે. તેઓ એમ વિચારે છે કે જો હું એક પ્રકારનો વેશ પહેરું અને એક પ્રકારના સંપ્રદાયમાં જન્મ લઉં, તો હું સનાતન ધર્મ બનુ છું. ના. બધા સનાતન-ધર્મ વાળા બની શકે છે. પણ તેમને ખબર નથી કે સનાતન એટલે કે શું. દરેક જીવ સનાતન છે. અને કૃષ્ણ, ભગવાન સનાતન છે. અને એક જગ્યા છે જ્યાં આપણે બન્ને મળી શકીએ છે - તે છે સનાતન ધામ. સનાતન ધામ, સનાતન ભક્તિ, સનાતન ધર્મ. જ્યારે તેનું આચરણ થાય છે, તેને કેહવાય છે સનાતન ધર્મ. તો તે સનાતન ધર્મ શું છે? જો હું તે સનાતન ધામ પાછો આવી જાઉં અને ત્યાં કૃષ્ણ, ભગવાન ત્યાં છે, અને હું પણ સનાતન છું. તો આપણા સનાતન કાર્યો શું છે? શું તેનો અર્થ એમ છે કે જ્યારે હું સનાતન ધામમાં જાઉં તો હું ભગવાન બની જઈશ? ના. તમે ભગવાન નહીં બનો. કારણકે ભગવાન એક છે. તેઓ પરમ ભગવાન છે, સ્વામી છે, અને આપણે સેવક છીએ. ચૈતન્ય મહાપ્રભુ: જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). તો અહી આપણે બધા, આપણે કૃષ્ણ બનવાનો દાવો કરી રહ્યા છીએ. પણ જ્યારે તમે સનાતન ધામ પાછા જશો, આપણે - જ્યા સુધી આપણે યોગ્ય નથી આપણે ત્યાં જઈ ના શકીએ - ત્યારે આપણે હંમેશા માટે ભગવાનની સેવામાં જોડાઈશું. તે સનાતન ધર્મ છે.
તો તમે તેનો અભ્યાસ કરો. તે સનાતન ધર્મ એટલે કે આ ભક્તિ-યોગ. કારણકે આપણે ભૂલી ગયા છે. બધા ભગવાન બનવાનો પ્રયત્ન કરે છે. હવે અહી અભ્યાસ કરો કેવી રીતે ભગવાનના સેવક બનવું. અને જ્યારે તમે યોગ્ય બનશો, વાસ્તવમાં, ત્યારે તમે... પાકા થઇ ગયા છો કે તમે ભગવાનના દાસ છો, તે ભક્તિ માર્ગ છે. જેમ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે ગોપી-ભર્તુર-પદ કમલયોર દાસ દાસ દાસ દાસાનુદાસ: જ્યારે તમે ભગવાનના દાસના દાસના દાસના દાસ બનવામાં નિષ્ણાત બની જશો - સો વાર, દાસ - ત્યારે તમે સિદ્ધ છો (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). પણ અહી બધા પરમ ભગવાન બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ શબ્દનો દુર ઉપયોગ કરે છે, "સો'હમ," "અહમ બ્રહ્માસ્મિ" તેથી "હું પરમ છું." પણ તેવું નથી. આ વૈદિક શબ્દો છે, પણ સો'હમનો અર્થ એવો નથી કે "હું ભગવાન છું." સો'હમ એટલે કે "હું પણ તેજ ગુણવાળો છું." કારણકે મમૈવાંશો જીવભૂતઃ (ભ.ગી. ૧૫.૭). જીવ ભગવાન કૃષ્ણનો અંશ છે, તો ગુણ પણ તે જ છે. જેમ કે તમે સમુદ્રમાંથી એક ટીપું લેશો. તો આખા સમુદ્રના જળનું અને એક ટીપાની રાસાયણિક રચના - એકજ છે. તેને કેહવાય છે સો'હમ અથવા અહમ બ્રહ્માસ્મિ. એવું નથી કે આપણે આ વૈદિક શબ્દોનો દુરુપયોગ કરીને, એવું વિચારીએ કે "હું ભગવાન છું. હું ભગવાન બની ગયો છું." અને જો તમે ભગવાન છો, તમે કેમ કુતરા બની જાવો છો? શું ભગવાન કદી કુતરો બને? ના. તે શક્ય નથી. કારણકે આપણે સૂક્ષ્મ અણુ છીએ. તે પણ શાસ્ત્રમાં કહેલું છે:
- કેશાગ્ર શત ભાગસ્ય
- શતધા કલ્પિતસ્ય ચ
- જીવ: ભાગો સ વિજ્ઞેય
- સ અનન્ત્યાય કલ્પતે
- (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૪૦)
આપણી આધ્યાત્મિક ઓળખ છે કે આપણે વાળના ટોચનો દસહજારમો ભાગ છીએ. તે ખૂબજ નાનું છે, અને જો આપણે તેને દસ હજાર ભાગોમાં વિભાજીત કરીશું, તે આપણું સ્વરૂપ છે. અને તે સ્વરૂપ આ શરીરમાં છે. તો ક્યા તમને તે મળશે? તમારી પાસે એવું કોઈ યંત્ર નથી. તેથી અમે કહીએ છીએ નિરાકાર. ના, આકાર છે, પણ તે એટલું નાનું અને તુચ્છ છે, કે તે શક્ય નથી કે તેને આ ભૌતિક આંખોથી જોઈ શકાય. તો આપણે વેદોની દ્રષ્ટિથી જોવું જોઈએ. શાસ્ત્ર-ચક્ષુષ. તે વેદાંત આવૃત્તિ છે. આપણને શાસ્ત્રોના માધ્યમથી જોવું જોઈએ. આ જડ આંખો દ્વારા નહીં. તે શક્ય નથી.