GU/Prabhupada 0177 - કૃષ્ણ ભાવનામૃત એક શાશ્વત સત્ય છે

Revision as of 16:13, 11 May 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0177 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 1.15.28 -- Los Angeles, December 6, 1973

તો આપણને તે ઘનિષ્ઠ સંબંધ મળ્યો છે. તો આપણે ભગવાન, અથવા કૃષ્ણ સાથેનો આપણો ઘનિષ્ઠ સંબંધ સમજી શકી તે સ્થિતિમાં આવી ત્યારે, કે જે સ્વરૂપા-સિદ્ધિ, સ્વરૂપા-સિદ્ધિ કહેવાય છે. સ્વરૂપા-સિદ્ધિ નો અર્થ, પૂર્ણતાની અનુભૂતિ થાય છે, સ્વરૂપા-સિદ્ધિ. તેથી અહીં સૂતા ગોસ્વામી કહે છે સૌહર્દેના ગઢેના, સંત. એક જૂનો મિત્ર બીજા જૂના મિત્રને મળે તો તેઓ ખૂબ ખૂબ આનંદી બની જાય છે. તેજ રીતે, જો પિતા ખોવાયેલા બાળકને મળે તો, તે ખૂબ આનંદી બની જાય છે અને બાળક પણ આનંદી બની જાય છે. અલગ થયેલ પતિ, પત્ની ફરી મળે તો તેઓ ખૂબ આનંદી બની જાય છે. તે તદ્દન સ્વાભાવિક છે. માલિક અને નોકર ઘણા, ઘણા વર્ષો પછી ફરીથી મળે તો તેઓ ખૂબ જ ખુશ થઇ જાય છે. તેથી આપણને કૃષ્ણ સાથેનો આપણો સંબંધ ઘણી રીતે મળ્યો છે, શાંત, દાસ્ય, સખ્યા, વાત્સલ્ય, માધુર્ય. શાંત, શાંત ઍટલેકે તટસ્થ, ખાલી સર્વોચ્ચને સમજવા માટે. દાસ્ય એક પગલું આગળ છે. જેમ આપણે કહી કે "ભગવાન મહાન છે." તે શાંત છે, કે ભગવાનની મહાનતાની પ્રશંસા કરવી. પરંતુ કોઈ પ્રવૃત્તિ નથી. પણ તમે જ્યારે ઍક પગથીયું આગળ વધો, ત્યારે "ભગવાન મહાન છે. તેથી હું ઘણાની સેવા કરું છું સમાજ, મિત્રતા, પ્રેમ, બિલાડી, કૂતરાં અને ઘણાબધા ને હું પ્રેમ કરું છું. શા માટે હું સૌથી મહાનને પ્રેમ ન કરું?" તેને દાસ્ય કહેવામાં આવે છે. ખાલી ભગવાન મહાન છે તે સમજવુ પણ ખૂબ સારું જ છે. પણ જ્યારે તમે સ્વેચ્છાએ આગળ જાઓ ત્યારે, "હવે શા માટે મહાન ની સેવા નાકરિયે?" જેઓ સેવા સાથે સંકળાયેલા છે, જેવીરિતે માત્ર સામાન્ય સેવામાંથી, તેઓ ચઢિયાતી સેવા માટે ઉતરતી સેવામાંથી બદલવા માટે પ્રયાસ કરવા માંગે છે. સેવા તો છેજ. પરંતુ બહેતર સેવા જેવી કે કોઈકને સરકારી સેવા મળે. તે વિચારે છે કે ઍ ખૂબ જ સરસ છે. ઍજરિતે, આપણે સેવા આપવા તરીકે, જ્યારે મહાનની સેવા કરવાની ઈચ્છા કરિયે, તે આપણને શાંતિપૂર્ણ જીવન આપશે. તે શાંત, દાસ્ય થયું. પછિ મિત્રતા સાથે સેવા. સેવા, માલિક અને સેવા આપતો નોકર, પરંતુ નોકર ખૂબ ગાઢ બને ત્યારે મિત્રતા છે. મેં કલકત્તા માં તે વ્યવહારીક રીતે જોયું છે. આ ડૉ બોઝ, તેમનો ડ્રાઈવર તેમનો શ્રેષ્ઠ મિત્ર હતો. તેઓ કારમાં બેસે ત્યારે તે ડ્રાઇવર સાથે બધી મનની વાત કરશે. તેથી આ ડ્રાઈવર, તે તેમનો ઘનિષ્ઠ મિત્ર બની ગયો હતો. ડ્રાઈવર સાથે બધી ગોપનીય વાત કરે છે. આવું બને છે. જો નોકર ખૂબ ગુપ્ત બને છે, મલિક તેમનુ મન ખોલે છે. તેમણે શું કરવું તે તેમની સાથે વાત કરેછે. તેથી આ મિત્રતાના સ્તર તરીકે ઓળખાય છે. અને તેનાથી આગળ... જેમકે પિતા અને પુત્ર, માતા અને પુત્ર સાથેનો સંબંધ. આ વાત્સલ્ય કહેવાય છે, અને છેલ્લો વૈવાહિક પ્રેમ છે. તેથી આ રીતે આપણે પ્રત્યક્ષ અથવા અન્ય રીતે કૃષ્ણ સાથે સંબંધિત છિયે. પૈતૃક સ્નેહ, અથવા જેમ વૈવાહિક પ્રેમી તરીકે મિત્ર તરીકે સેવક તરીકે આદરભાવ માં તેથી આપણે તેને ચેતનવંત કરવાનું હોય છે. અને જેટલું જલદી તમે તેમાથી કોઈ પણ એક ચેતનવંત કરશો, આત્મીયતા, પછી આપણે ખુશ થઈ જાય છિ, કારણકે તે શાશ્વત છે. એવું જ ઉદાહરણ... આંગળી, જ્યાં સુધી અલગ હોય છે, તે ખુશ નથી. જ્યારે તે જોડાઈજાય છે તે ખુશ છે. એ જ રીતે, આપણને કૃષ્ણ સાથેનો આપણો શાશ્વત સંબંધ મળેલ છે. આત્યારે આપણે અલગ પડ્યા છિ, પરંતુ જેવા આપણે તેની સાથે જોડાય જાઇ ફરી આપણે યેનાત્મા સુપ્રસીદતી બની જાય છિ. તેથી કૃષ્ણ ભાવનામૃત આંદોલન દરેક માટે લાભદાયી છે ફક્ત તમારી મૂળ ચેતના જીવીત કરવા પ્રયાસ કરો. તે, પહેલાથી ત્યાં જ છે, નિત્યા-સિદ્ધ કૃષ્ણ-ભક્તિ. આપણી કૃષ્ણ ચેતના એક સનાતન હકીકત છે. અન્યથા તમે યુરોપિયન, અમેરિકન છોકરાઓ અને છોકરીઓ, તમે ત્રણ ચાર વર્ષ પહેલાં, તમને કૃષ્ણ શું છે તે છે ખબર ન હતી. શા માટે આટલા બધા કૃષ્ણ સાથે જોડાયેલ છો? શા માટે તમે જોડાયેલ છે? જો તમે પરમાનંદ સાથે જોડાયેલ ના હોય તો, તમે આ મંદિરમાં અથવા કૃષ્ણ મહિમા પ્રચાર માટે તમારો મૂલ્યવાન સમય બલિદાન કરી શકતા નથી. તમને કૃષ્ણ માટે પ્રેમ પ્રકટ થયો છે. અન્યથા કોઈ ઍટલું મૂર્ખ નથી કે તેઓ સમય બરબાદ કરે. ના, તે કેવી રીતે શક્ય છે? કોઈ ઍવુ કહિશકે છે કે કૃષ્ણ ભારતીય છે, કૃષ્ણ હિન્દૂ છે. તો ખ્રિસ્તીઓને શા માટે રસ છે? તેઓ હિન્દુ છે? ના. કૃષ્ણ હિન્દૂ નથી કે મુસ્લિમ નથી કે ખ્રિસ્તી નથી છે. કૃષ્ણ કૃષ્ણ છે. અને તમે કૃષ્ણ ના મોકલાવેલા ઍક ભાગ છો. ઍ સમજ કે - "હું હિન્દૂ છું", "હું મુસ્લિમ છું", "હું ખ્રિસ્તી છું," "હું અમેરિકન છું," "હું ભારતીય છું" - આ બધા હોદાઑ છે. ખરેખર હું આત્મા છું, અહં બ્રહ્માસ્મિ. અને કૃષ્ણ સર્વોપરી બ્રાહ્મણછે, પરમ બ્રહ્મ પરમ ધામા પવિત્રામ પરમામ ભવન (ભ.ગિ..૧૦.૧૨). તો આપણને કૃષ્ણ સાથે ઘનિષ્ઠ સંબંધ મળ્યો છે. તે સનાતન હકીકત છે. ખાલી આપણે ફરી ચેતાંવંતી કરવાનું છે. શ્રવનાદિ-સુદ્ધા-ચીત્તે કરાયે ઉદય. આપણે કરવાનું છે. જેમ યુવાન પુરુષને એક યુવાન સ્ત્રીને પ્રેમ કરવો ગમતોહોય છે અને યુવાન સ્ત્રીને એક યુવાન પુરુષને પ્રેમ કરવો ગમતોહોય છે. તે કુદરતી છે. તે કુદરતી છે. પરંતુ તેઓ જ્યારે સાથે મળે છે, ત્યારે તે પુનઃસજીવન થાય છે. તે કંઈક નવું લાદેલ નથી. તે ત્યાં છે જ. પરંતુ તેઓ તક દ્વારા કે ગમે તે રીતે, જ્યારે તેઓ સંપર્ક માં આવે છે, ત્યારે પ્રેમની વૃતિ વધીજાય છે. પ્રેમ વધે છે. તેથી કૃષ્ણ સાથે આપણો સંબંધ, પ્રાકૃતિક છે. તે અપ્રાકૃતિક નથી. નિત્ય-સિદ્ધ. નિત્ય-સિદ્ધ નો અર્થ તે સનાતન હકીકત છે. ફક્ત તે ઢંકાયેલો હોય છે. તે આવરેલો છે. તે આવરણ દૂર કરવાનું હોય છે. પછી આપણે તરતજ કૃષ્ણ સાથે સંબંધમાં છિઍ, પ્રાકૃતીક રીતે. તે કૃષ્ણ સભાનતાની પૂર્ણતા છે