GU/Prabhupada 0177 - કૃષ્ણ ભાવનામૃત એક શાશ્વત સત્ય છે



Lecture on SB 1.15.28 -- Los Angeles, December 6, 1973

તો આપણને તે ઘનિષ્ઠ સંબંધ મળ્યો છે. તો આપણે ભગવાન, અથવા કૃષ્ણ સાથેનો આપણો ઘનિષ્ઠ સંબંધ સમજી શકીએ તે સ્થિતિમાં આવીએ ત્યારે, તેને સ્વરૂપ-સિદ્ધિ, સ્વરૂપ-સિદ્ધિ કહેવાય છે. સ્વરૂપ-સિદ્ધિનો અર્થ, પૂર્ણતાની અનુભૂતિ થાય છે, સ્વરૂપ-સિદ્ધિ. તેથી અહીં સૂત ગોસ્વામી કહે છે સૌહર્દેન ગઢેન, સંત. જો એક જૂનો મિત્ર બીજા જૂના મિત્રને મળે તો તેઓ ખૂબ ખૂબ આનંદી બની જાય છે. તેવી જ રીતે, જો પિતા ખોવાયેલા બાળકને મળે તો, તે ખૂબ આનંદી બની જાય છે અને બાળક પણ આનંદી બની જાય છે. અલગ થયેલ પતિ, પત્ની ફરી મળે તો તેઓ ખૂબ આનંદી બની જાય છે. તે તદ્દન સ્વાભાવિક છે. માલિક અને નોકર ઘણા, ઘણા વર્ષો પછી ફરીથી મળે તો તેઓ ખૂબ જ ખુશ થઇ જાય છે. તેથી આપણને કૃષ્ણ સાથેનો આપણો સંબંધ ઘણી રીતે મળ્યો છે, શાંત, દાસ્ય, સાખ્ય, વાત્સલ્ય, માધુર્ય. શાંત, શાંત એટલેકે તટસ્થ, ખાલી સર્વોચ્ચને સમજવા માટે. દાસ્ય એક પગલું આગળ છે. જેમ આપણે કહીએ કે "ભગવાન મહાન છે." તે શાંત છે, કે ભગવાનની મહાનતાની પ્રશંસા કરવી. પરંતુ કોઈ પ્રવૃત્તિ નથી. પણ તમે જ્યારે એક પગથીયું આગળ વધો, કે "ભગવાન મહાન છે. તો હું ઘણાની સેવા કરું છું સમાજ, મિત્રતા, પ્રેમ, બિલાડી, કૂતરા અને ઘણાબધા ને હું પ્રેમ કરું છું. શા માટે હું સૌથી મહાનને પ્રેમ ન કરું?" તેને દાસ્ય કહેવામાં આવે છે. ફક્ત ભગવાન મહાન છે તે સમજવુ પણ ખૂબ સારું જ છે. પણ જ્યારે તમે સ્વેચ્છાએ આગળ જાઓ ત્યારે, "હવે શા માટે મહાનની સેવા ના કરીએ?" જેમ કે સામાન્ય સેવા, જેઓ સેવામાં સંકળાયેલા છે, તેઓને ઊતરતી સેવામાથી ચઢિયાતી સેવામાં બદલી કરવી છે. સેવા તો છે જ. પરંતુ ચઢિયાતી સેવા જેમ કે કોઈને સરકારી નોકરી મળે. તે વિચારે છે કે તે ખૂબ જ સરસ છે. તેવી જ રીતે, જેમ આપણે સેવા કરીએ, જ્યારે આપણે મહાનની સેવા કરવાની ઈચ્છા કરીએ, તે આપણને શાંતિપૂર્ણ જીવન આપશે. તે શાંત, દાસ્ય થયું.

પછી મિત્રતા સાથે સેવા. સેવા, માલિક અને સેવા આપતો નોકર, પરંતુ નોકર ખૂબ ગાઢ બને ત્યારે મિત્રતા છે. મે કલકત્તામાં તે વ્યવહારીક રીતે જોયું છે. ડો. બોઝ, તેમનો ડ્રાઈવર તેમનો શ્રેષ્ઠ મિત્ર હતો. જ્યારે તેઓ કારમાં બેસે ત્યારે તે ડ્રાઇવર સાથે બધી મનની વાત કરે. તેથી આ ડ્રાઈવર, તે તેમનો ઘનિષ્ઠ મિત્ર બની ગયો હતો. ડ્રાઈવર સાથે બધી ગોપનીય વાત કરે છે. આવું બને છે. જો નોકર ખૂબ ગુપ્ત બને છે, મલિક તેનુ મન ખોલે છે. તેણે શું કરવું તે તેની સાથે વાત કરેછે. તેથી આ મિત્રતાના સ્તર તરીકે ઓળખાય છે. અને તેનાથી આગળ... જેમકે પિતા અને પુત્ર, માતા અને પુત્ર સાથેનો સંબંધ. આ વાત્સલ્ય કહેવાય છે, અને છેલ્લો વૈવાહિક પ્રેમ છે. તેથી આ રીતે આપણે એક યા બીજી રીતે કૃષ્ણ સાથે સંબંધિત છીએ. આદર સાથે, અથવા સેવક તરીકે, મિત્ર તરીકે, પિતૃત્વની લાગણીમાં, અથવા વૈવાહિક પ્રેમી તરીકે તેથી આપણે તેને પુનુર્જીવિત કરવાનું છે. અને જેટલું જલદી તમે તેમાથી કોઈ પણ એક ચેતનવંત કરશો, આત્મીયતા, પછી આપણે સુખી બનીએ છીએ, કારણકે તે શાશ્વત છે. તે જ ઉદાહરણ... આંગળી, જ્યાં સુધી અલગ હોય છે, તે ખુશ નથી. જ્યારે તે જોડાઈ જાય છે તે ખુશ છે. તેવી જ રીતે, આપણને કૃષ્ણ સાથેનો આપણો શાશ્વત સંબંધ મળેલ છે. આત્યારે આપણે અલગ છીએ, પરંતુ જેવા આપણે તેમની સાથે જોડાઈ જઈએ છીએ, આપણે યેનાત્મા સુપ્રસીદતી બની જઈએ છીએ.


તેથી કૃષ્ણ ભાવનામૃત આંદોલન દરેક માટે લાભદાયી છે ફક્ત તમારી મૂળ ચેતના પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરો. તે પહેલાથી છે, જ નિત્ય-સિદ્ધ કૃષ્ણ-ભક્તિ. આપણી કૃષ્ણ ભાવના એક સનાતન હકીકત છે. અન્યથા તમે યુરોપિયન, અમેરિકન છોકરાઓ અને છોકરીઓ, તમે ત્રણ ચાર વર્ષ પહેલાં, તમને કૃષ્ણ શું છે તે છે ખબર ન હતી. શા માટે આટલા બધા કૃષ્ણ સાથે આસક્ત છો? શા માટે તમે આસક્ત છો? જો તમે કૃષ્ણ સાથે આસક્ત ના હોવ તો, તમે આ મંદિરમાં અથવા કૃષ્ણ મહિમા પ્રચાર માટે તમારો મૂલ્યવાન સમય બલિદાન ના કરી શકો. તમે કૃષ્ણ માટે પ્રેમ વિકસિત કર્યો છે. અન્યથા કોઈ એટલું મૂર્ખ નથી કે તેઓ સમય બરબાદ કરે. ના. તે કેવી રીતે શક્ય છે? કોઈ એવુ કહી શકે છે કે કૃષ્ણ ભારતીય છે, કૃષ્ણ હિન્દુ છે. તો ખ્રિસ્તીઓને શા માટે રસ છે? તેઓ હિન્દુ છે? ના. કૃષ્ણ હિન્દુ નથી કે મુસ્લિમ નથી કે ખ્રિસ્તી નથી છે. કૃષ્ણ કૃષ્ણ છે. અને તમે કૃષ્ણના અભિન્ન અંશ છો. આ સમજ - "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું," "હું ખ્રિસ્તી છું," "હું અમેરિકન છું," "હું ભારતીય છું" - આ બધા હોદ્દાઓ છે. ખરેખર હું આત્મા છું, અહમ બ્રહ્માસ્મિ. અને કૃષ્ણ સર્વોપરી બ્રહ્મણ છે, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨).

તો આપણને કૃષ્ણ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તે સનાતન હકીકત છે. ફક્ત આપણે પુનર્જીવિત કરવાનું છે. શ્રવણાદિ શુદ્ધ ચીત્તે કરયે ઉદય (ચૈ.ચ. મધ્ય ૨૨.૧૦૭). આપણે કરવાનું છે. જેમ યુવાન પુરુષને એક યુવાન સ્ત્રીને પ્રેમ કરવો ગમતો હોય છે અને યુવાન સ્ત્રીને એક યુવાન પુરુષને પ્રેમ કરવો ગમતો હોય છે. તે કુદરતી છે. તે કુદરતી છે. પરંતુ તેઓ જ્યારે સાથે મળે છે, ત્યારે તે પુનઃસજીવન થાય છે. તે કંઈક નવું લાદેલું નથી. તે છે જ. પરંતુ તક દ્વારા કે ગમે તે રીતે, જ્યારે તેઓ સંપર્કમાં આવે છે, ત્યારે પ્રેમની વૃતિ વધી જાય છે. પ્રેમ વધે છે. તેથી કૃષ્ણ સાથેનો આપણો સંબંધ, પ્રાકૃતિક છે. તે અપ્રાકૃતિક નથી. નિત્ય-સિદ્ધ. નિત્ય-સિદ્ધનો અર્થ તે સનાતન હકીકત છે. ફક્ત તે ઢંકાયેલો હોય છે. તે આવરેલો છે. તે આવરણ દૂર કરવાનું હોય છે. પછી આપણે તરતજ કૃષ્ણ સાથે સંબંધમાં છીએ, પ્રાકૃતિક રીતે. તે કૃષ્ણ ભાવનામૃતની પૂર્ણતા છે.