GU/Prabhupada 0178 - કૃષ્ણ દ્વારા આપેલો આદેશ ધર્મ છે

Revision as of 20:36, 11 May 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0178 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 1.10.1 -- Mayapura, June 16, 1973

ધર્મનો અર્થ એ થાય જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ના સર્વોચ્ચ વ્યક્તિત્વ દ્વારા આપવામાં આવે છે. ઍ ધર્મ છે. તમે ધર્મ બનાવી શકતા નથી. જેમ આજકાલ ઘણા ધર્મો બનાવવામાં આવે છે. તે ધર્મ નથી. ધર્મ નો અર્થ ઍ આદેશ છે જે ભગવાન દ્વારા આપવામાં આવે છે, ઍ ધર્મ છે. જેમ કૃષ્ણઍ કહ્યું હતું કે, .સર્વ-ધર્માન પરિતજ્ય મામ ઍકમ સરણમ્ વ્રજ (ભ.ગી.૧૮.૬૬) આપણે ઍટલા બધા ધર્મો બનાવી નાખ્યા છે: હિંદુ ધર્મ, ઈસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, પારસી ધર્મ, બોદ્ધ ધર્મ, આ ધર્મ, તે ધર્મ. તેઓ ધર્મ નથી. તેઓ માનસિક મનસૂબો, માનસિક મનસૂબો છે. અન્યથા, વિરોધાભાષ થશે. ઉદાહરણ તરીકે, હિન્દુઓ ગાય-હત્યાને અધર્મ માને છે, અને મુસ્લિમો ગાય-હત્યાને તેમનો ધર્મ છે. તો સાચું શું છે? ગાય-હત્યા ઍ અધર્મ છે કે ધર્મ? તેથી તે માનસિક ઉપજાવી કાઢેલું છે. ચૈતન્ય-ચરિતામૃત કહેછે, એઇ ભલા એઇ મંદ સબ મનોધર્મ, "માનસિક બનાવટી." સાચો ધર્મ ઍ છે જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ના સર્વોચ્ચ વ્યક્તિત્વ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તે ધર્મ છે. તેથી કૃષ્ણ કહે છે: .સર્વ-ધર્માન પરિતજ્ય મામ ઍકમ સરણમ્ વ્રજ (ભ.ગી.૧૮.૬૬) "બધા બનાવટી ધર્મો છોડી દો. અહીં સાચો ધર્મ છે." સરણમ્ વ્રજ. "ફક્ત મારો શરણાગત બન, અને તે વાસ્તવિક ધર્મ છે." ધર્મમ તુ સાક્ષાદ ભગવદ્ પ્રાણીતમ (શ્રી.ભા. ૩.૬.૧૯). જેમકે કાયદાઓ. કાયદા બનાવી શકાય છે અથવા સરકાર દ્વારા આપવામાં આવે છે. તમે તમારા ઘરના કોઈ કાયદા ના બનાવી શકો. ઍ કાયદો નથી. કાયદા નો અર્થ સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશ છે. સર્વોચ્ચ સરકાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. અહં સર્વસ્ય પ્રભવો મત્ત પરતરામ નાન્યત (ભ.ગી. ૧૦.૮). કૃષ્ણ કરતાં મોટું કોઈ નથી. તેથી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ આદેશ ધર્મ છે. આપણું આ કૃષ્ણભાવાનામૃત આંદોલન ઍ ધર્મ છે. કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિતજ્ય મામ ઍકમ સરણમ્ વ્રજ: (ભ.ગી.૧૮.૬૬) "તમે અન્ય તમામ કહેવાતા ધર્મો ત્યજીદો, આ ધર્મ છે, તે ધર્મ, ઘણાબધા ધર્મો. ફક્ત મારા શરણે આવ." તેથી અમે તે જ સિદ્ધાંતનો ઉપદેશ આપી રહ્યા છિ, અને તે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, શ્રી ચૈતન્ય મહા... અમારા આજ્ઞાય ગુરુ હન તારા ઍઈ દેશ, યારે દેખા તારે કહા કૃષ્ણ-ઉપદેસા (ચ. ચ. મધ્ય ૭.૧૨૮). આ ધર્મ છે. ચૈતન્ય મહાપ્રભુઍ ધર્મની કોઇ નવી પદ્ધતીનુ ઉત્પાદન કર્યું ન હતું. ના. ચૈતન્ય મહાપ્રભુ ઍ કૃષ્ણ પોતે છે. નમો મહા-વદન્યયા કૃષ્ણ-પ્રેમા-પ્રદાય તે, કૃષ્ણયા કૃષ્ણ-ચૈતન્ય-નામને (ચ.ચ. મધ્ય ૧૯.૫૩). જેથી માત્ર તફાવત... તે કૃષ્ણ પોતે છે. માત્ર એટલો જ તફાવત કે કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે, સીધો આદેશ આપે છે કે "તું બધું અર્થવીહીન ત્યજીને; ફક્ત મારૂં શરણ સ્વિકાર" આ કૃષ્ણ છે. તે સીધો હુકમ આપે છે કારણ કે, તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ના સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. એજ કૃષ્ણ, કારણ કે લોકો તેમને ગેરસમજ્યા... મોટા, મોટા વિદ્વાનો પણ, તેઓ કહે છે "આ બહુ કેવાય કે કૃષ્ણ આ રીતે આદેશ આપે છે." પરંતુ તેઓ લુચ્ચાઑ છે. તેઓ જાણતા નથી. તેઓ કૃષ્ણ કોણ છે તે સમજી શકતા નથી. કારણ લોકો તેને ગેરસમજ્યા તેથી, કૃષ્ણ ભક્ત તરીકે આવ્યા ઍ શીખવવાકે કૃષ્ણને કેવીરીતે શરણાગત થવું સંપૂર્ણપણે. કૃષ્ણ આવ્યાહતા. જેમકે ક્યારેક મારો સેવક મને મલિશ કરીઆપે છે. તેના માથે મલિશ આપીને હું કહું, "આ પ્રમાણે કર." તેથી હું તેનો નોકર નથી, પણ હું તેને શીખવાડું છું. એ જ રીતે, શ્રી ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ પોતે છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે શિખવાડે છે કૃષ્ણનો સંપર્ક કેમ કરવો, કૃષ્ણ ની સેવા કેમ કરવી, આ જ સિદ્ધાંત. કૃષ્ણે કહ્યુંહતું "તમે મારા શરણાગત થાવ" અને ચૈતન્ય મહાપ્રભુ કહેછે, "તમે કૃષ્ણના શરણાગત થાવ." તેથી સિદ્ધાંત માં કોઈ ફેરફાર નથી.