GU/Prabhupada 0178 - કૃષ્ણ દ્વારા આપેલો આદેશ ધર્મ છે



Lecture on SB 1.10.1 -- Mayapura, June 16, 1973

ધર્મનો મતલબ જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારા આપવામાં આવે છે. તે ધર્મ છે. તમે ધર્મ બનાવી ના શકો. જેમ કે આજકાલ ઘણા ધર્મો બનાવવામાં આવે છે. તે ધર્મ નથી. ધર્મ નો અર્થ તે આદેશ કે જે ભગવાન દ્વારા આપવામાં આવેલો છે. તે ધર્મ છે. જેમ કૃષ્ણએ કહ્યું હતું કે, .સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). આપણે ઘણા બધા ધર્મો બનાવી નાખ્યા છે: હિંદુ ધર્મ, ઈસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, પારસી ધર્મ, બુદ્ધ ધર્મ, આ ધર્મ, તે ધર્મ. તે ધર્મ નથી. તે માનસિક બનાવટ છે, માનસિક બનાવટ. અન્યથા, વિરોધાભાસ થશે. ઉદાહરણ તરીકે, હિન્દુઓ ગાય-હત્યાને અધર્મ માને છે, અને મુસ્લિમો ગાય-હત્યાને તેમનો ધર્મ માને છે. તો સાચું શું છે? ગાય-હત્યા એ અધર્મ છે કે ધર્મ?

તેથી તે માનસિક બનાવટ છે. ચૈતન્ય-ચરિતામૃત કહેછે, એઈ ભલા એઈ મંદ સબ મનોધર્મ (ચૈ.ચ. અંત્ય ૪.૧૭૬), "માનસિક બનાવટ." સાચો ધર્મ છે જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો આદેશ. તે ધર્મ છે. તેથી કૃષ્ણ કહે છે: .સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬) "બધા બનાવટી ધર્મો છોડી દો. અહીં સાચો ધર્મ છે." શરણમ વ્રજ. "ફક્ત મારો શરણાગત બન, અને તે વાસ્તવિક ધર્મ છે." ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણીતમ (શ્રી.ભા. ૩.૬.૧૯). જેમકે કાયદાઓ. કાયદા સરકાર બનાવે છે અથવા આપે છે. તમે તમારા ઘરના કોઈ કાયદા ના બનાવી શકો. તે કાયદો નથી. કાયદાનો અર્થ સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશ છે. સર્વોચ્ચ સરકાર છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અહમ સર્વસ્ય પ્રભવો (ભ.ગી. ૧૦.૮) મત્ત: પરતરમ નાન્યત (ભ.ગી. ૭.૭). કૃષ્ણ કરતાં મોટું કોઈ નથી. તેથી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલો આદેશ ધર્મ છે. આપણું આ કૃષ્ણભાવાનામૃત આંદોલન તે ધર્મ છે. કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ: (ભ.ગી. ૧૮.૬૬) "તમે અન્ય તમામ કહેવાતા ધર્મો ત્યજી દો, આ ધર્મ, તે ધર્મ, ઘણાબધા ધર્મો. ફક્ત મારા શરણે આવો."

તેથી અમે તે જ સિદ્ધાંતનો ઉપદેશ આપી રહ્યા છીએ, અને તે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, શ્રી ચૈતન્ય મહા... અમાર આજ્ઞાય ગુરુ હય તારા એઈ દેશ, યારે દેખા તારે કહા કૃષ્ણ-ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). આ ધર્મ છે. ચૈતન્ય મહાપ્રભુએ ધર્મની કોઇ નવી પદ્ધતિનુ ઉત્પાદન કર્યું ન હતું. ના. ચૈતન્ય મહાપ્રભુ એ કૃષ્ણ પોતે છે. નમો મહા વદાન્યાય કૃષ્ણ-પ્રેમ-પ્રદાય તે, કૃષ્ણાય કૃષ્ણ-ચૈતન્ય-નામ્ને (ચૈ.ચ. મધ્ય ૧૯.૫૩). માત્ર તફાવત છે કે... તે કૃષ્ણ પોતે છે. માત્ર એટલો જ તફાવત કે કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે, સીધો આદેશ આપે છે કે "તું બધું અર્થહીન ત્યજીને; ફક્ત મને શરણાગત થા." આ કૃષ્ણ છે. તે સીધો હુકમ આપે છે કારણ કે, તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એ જ કૃષ્ણ, કારણકે લોકોને તેમના વિશે ગેરસમજ થઈ... મોટા, મોટા વિદ્વાનો પણ, તેઓ કહે છે "આ બહુ કહેવાય કે કૃષ્ણ આ રીતે આદેશ આપે છે." પરંતુ તેઓ ધૂર્તો છે. તેઓ જાણતા નથી. તેઓ કૃષ્ણ કોણ છે તે સમજી શકતા નથી. કારણકે લોકોને તેમના વિશે ગેરસમજ થઈ, તેથી કૃષ્ણ ભક્ત તરીકે આવ્યા એ શીખવવા કે કૃષ્ણને કેવી રીતે પૂર્ણ રૂપે શરણાગત થવું. કૃષ્ણ આવ્યા હતા. જેમકે ક્યારેક મારો સેવક મને માલિશ કરી આપે છે. તેના માથે માલિશ આપીને હું કહું, "આ પ્રમાણે કર." તેથી હું તેનો સેવક નથી, પણ હું તેને શીખવાડું છું. એ જ રીતે, શ્રી ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ પોતે છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે શિખવાડે છે કૃષ્ણનો સંપર્ક કેમ કરવો, કૃષ્ણની સેવા કેમ કરવી, આ જ સિદ્ધાંત. કૃષ્ણે કહ્યું હતું "તમે મારા શરણાગત થાવ" અને ચૈતન્ય મહાપ્રભુ કહે છે, "તમે કૃષ્ણના શરણાગત થાવ." તેથી સિદ્ધાંતમાં કોઈ ફેરફાર નથી.