GU/Prabhupada 0267 - વ્યાસદેવે વર્ણિત કરેલું છે કૃષ્ણ શું છે

Revision as of 07:23, 26 September 2016 by Modestas (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0267 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 2.10 -- London, August 16, 1973

તો કૃષ્ણ ભક્તિ એમ છે.ઇન્દ્રિયો ઉપર પૂર્ણ વશ. જેમ કૃષ્ણને ઇન્દ્રિયો ઉપર પૂર્ણ વશ છે,તેમજ, જે વાસ્તવમાં કૃષ્ણના ભક્તો છે,તેમને ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ છે, ઋષિકેશ.જેમ કે યામુનાચાર્ય. તે પ્રાર્થના કરે છે,તે વાતો કરે છે, યદ-અવધિ મમ ચિત્ત: કૃષ્ણ પાદરવિન્દે,નવ-નવ ધામની ઉદયતામ રંતુમ આસિત"કારણ કે મને દિવ્ય આનંદનો અનુભવ થઇ રહ્યો છે,કૃષ્ણના ચારણ કમલનો શરણ લેવાના કારણે," યદ-અવધિ મમ ચિત્ત: કૃષ્ણ પાદરવિન્દે,કૃષ્ણ પાદરવિન્દે,કૃષ્ણના ચારણ કમલ"કારણ કે મારું ચિત્ત,મારું હૃદય,ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલ દ્વારા આકર્ષિત થયેલું છે," તદ્ અવધિ બટ નારી-સંગમે,"ત્યારથી,જેમજ હું મૈથુન જીવનનો વિચાર કરું છું," ભવતિ મુખ-વિકારઃ,"હું તેને ઘૃણા કરું છું,હું તેના ઉપર થુકું છું." આ કૃષ્ણ-ભક્તિ છે.કૃષ્ણ-ભક્તિ આવી રીતે છે. ભક્તિ-પરેશનુંભાવ-વિરક્તિ: અન્યત્ર સ્યાત (SB 11.2.42). આ ભૌતિક જગતમાં સૌથી આકર્ષક વસ્તુ મૈથુન છે. તે ભૌતિક જીવનનું આધાર છે. આ બધા લોકો રાત અને દિવસ મેહનત કરે છે તે મૈથુન જીવનના આનંદ માટે જ. યન-મૈથુનાદિ ગૃહં...તે એટલું બધું જોખમ ઉઠાવે છે તે કર્મ કરે છે,કર્મિયો,તે એટલા મેહનત કરીને કર્મ કરે છે, તેમના જીવનમાં આનંદનો સ્ત્રોત શું છે?તેમના જીવનનો સ્ત્રોત છે મૈથુન. યન મૈથુનાદિ-ગૃહમેધિ-સુખં હી તુચ્છમ ખૂબજ ઘૃણિત કર્યો,પણ તેમાં તેમને આનંદ મળે છે. આ ભૌતિક જીવન છે. તો કૃષ્ણ તેમ નથી. પણ મૂર્ખો,તે ચિત્રો દોરે છે,અને તે ચિત્રોનું ખૂબજ વખાણ થાય છે,કે કૃષ્ણ ગોપીઓને આલિંગન કરે છે, કોઈ મને કેહતો હતો...છેલ્લામાં...તે કોણ આવ્યા હતા?કે કૃષ્ણો ચિત્ર. તો જ્યારે કૃષ્ણ પૂતનાને મારે છે,તે ચિત્ર તે દોરશે નહિ, અથવા કંસને મારવું,અથવા...કૃષ્ણના કેટલા બધા ચિત્રો છે. આ ચિત્રોને તે ચિત્રકારો દોરશે નહિ તે માત્ર ચિત્ર દોરશે,જે તેમના ગુહ્ય વ્યવહારો છે ગોપીયો સાથે જે લોકો સમજી નથી શકતા કે કૃષ્ણ કોણ છે,કૃષ્ણ શું છે, જે વ્યાસદેવે વર્ણિત કર્યું છે,પ્રથમ નૌ સ્કંધોમાં,કૃષ્ણને સમજવા માટે, અને દશમ સ્કંધમાં તે કૃષ્ણના જન્મ અને પ્રાકટ્ય વિષે ચર્ચા કરે છે, પણ આ મુરખો,તે તરત જ કૃષ્ણના રાસ લીલા ઉપર જાય છે, સૌથી પેહલા કૃષ્ણને સમજો જેમ કે જો તમે કોઈ મોટા માણસના મિત્ર બનો છો,તો સૌથી પેહલા તેને સમજવાનો પ્રયાસ કરો પછી તમે તેના પારિવારિક જીવન કે ગુહ્ય વ્યવહારો વિષે સમજવાનો પ્રયાસ કરો પણ આ લોકો સીધા રાસ-લીલા ઉપર જાવે છે.અને તેને ગેરસમજ કરે છે. અને તેથી તે થોડા વાર કહે છે,"કૃષ્ણ અનૈતિક છે.".કેવી રીતે કૃષ્ણ અનૈતિક હશે? કૃષ્ણના નામોને સ્વીકાર કરીને,તેમનો જાપ કરીને,અનૈતિક વ્યક્તિઓ નૈતિક બને છે,અને કૃષ્ણ અનૈતિક છે.જરા જુઓ આ મૂર્ખતા. માત્ર કૃષ્ણના નામનો જાપ કરીને બધા અનૈતિક વ્યક્તિઓ નૈતિક બને છે, અને કૃષ્ણ અનૈતિક છે.અને તે એક મૂર્ખ પ્રોફેસોર દ્વારા કેહવાયેલ ગયું છે.