GU/Prabhupada 0267 - વ્યાસદેવે વર્ણિત કરેલું છે કૃષ્ણ શું છે
Lecture on BG 2.10 -- London, August 16, 1973
તો કૃષ્ણ ભક્તિ આવી છે. ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ. જેમ કૃષ્ણને ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ છે, તેવી જ રીતે, જે વાસ્તવમાં કૃષ્ણના ભક્તો છે, તેમને ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ છે. ઋષિકેશ. જેમ કે યમુનાચાર્ય. તે પ્રાર્થના કરે છે, તે બોલે છે, યદ-અવધિ મમ ચિત્ત: કૃષ્ણ પદારવિન્દે, નવ-નવ ધામની ઉદ્યતમ રંતુમ આસિત: "કારણકે મને દિવ્ય આનંદનો અનુભવ થઇ રહ્યો છે, કૃષ્ણના ચરણકમળની શરણ લેવાને કારણે," યદ-અવધિ મમ ચિત્ત: કૃષ્ણ પદારવિન્દે, કૃષ્ણ પદારવિન્દે, કૃષ્ણના ચરણકમળ. "કારણકે મારું ચિત્ત, મારું હ્રદય, ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળ દ્વારા આકર્ષિત થયેલું છે," તદ્ અવધિ બટ નારી સંગમે, "ત્યારથી, જેવો હું મૈથુન જીવનનો વિચાર કરું છું," ભવતિ મુખ-વિકારઃ, "હું તેની ઘૃણા કરું છું, હું તેના ઉપર થુકું છું." આ કૃષ્ણ-ભક્તિ છે. કૃષ્ણ-ભક્તિ આવી રીતે છે. ભક્તિ-પરેશાનુભવ-વિરક્તિર અન્યત્ર સ્યાત (શ્રી.ભા. ૧૧.૨.૪૨). આ ભૌતિક જગતમાં સૌથી આકર્ષક વસ્તુ મૈથુન છે. તે ભૌતિક જીવનનો આધાર છે. આ બધા લોકો રાત અને દિવસ મેહનત કરે છે તે મૈથુન જીવનના આનંદ માટે જ. યન-મૈથુનાદિ ગૃહ... તેઓ એટલું બધું જોખમ ઉઠાવે છે. તેઓ કામ કરે છે, કર્મીઓ, તેઓ એટલી મહેનત કરીને કર્મ કરે છે. તેમના જીવનનો આનંદ શું છે? તેમના જીવનનો આનંદ છે મૈથુન. યન મૈથુનાદિ-ગૃહમેધિ-સુખમ હી તુચ્છમ (શ્રી.ભા. ૭.૯.૪૫). ખૂબજ ઘૃણિત કાર્યો, પણ તેમાં તેમને આનંદ મળે છે. આ ભૌતિક જીવન છે.
તો કૃષ્ણ તેવા નથી. પણ મૂર્ખો, તેઓ ચિત્રો દોરે છે, અને તે ચિત્રોના ખૂબજ વખાણ થાય છે, કે કૃષ્ણ ગોપીઓને આલિંગન કરે છે. કોઈ મને કેહતું હતું... છેલ્લામાં... તે કોણ આવ્યુ હતું? કે કૃષ્ણનું ચિત્ર. તો જ્યારે કૃષ્ણ પૂતનાને મારે છે, તે ચિત્ર તે દોરશે નહીં, અથવા કંસને મારવું, અથવા... કૃષ્ણના કેટલા બધા ચિત્રો છે. આ ચિત્રોને તે ચિત્રકારો દોરશે નહીં. તે માત્ર ચિત્ર દોરશે, જે તેમના ગુહ્ય વ્યવહારો છે ગોપીઓ સાથે. જે સમજી નથી શકતો કે કૃષ્ણ કોણ છે, કૃષ્ણ શું છે, જે વ્યાસદેવે વર્ણિત કર્યું છે, પ્રથમ નવ સ્કંધોમાં, કૃષ્ણને સમજવા માટે, અને દશમા સ્કંધમાં તેઓ કૃષ્ણના જન્મ અને પ્રાકટ્ય વિષે ચર્ચા કરે છે. પણ આ મુર્ખો, તેઓ તરત જ કૃષ્ણની રાસ લીલા ઉપર જાય છે. સૌથી પેહલા કૃષ્ણને સમજો. જેમ કે જો તમે કોઈ મોટા માણસના મિત્ર બનો છો, તો સૌથી પેહલા તેને સમજવાનો પ્રયાસ કરો પછી તમે તેના પારિવારિક જીવન કે ગુહ્ય વ્યવહારો વિશે સમજવાનો પ્રયાસ કરો. પણ આ લોકો સીધા રાસ-લીલા ઉપર જાય છે. અને ગેરસમજ કરે છે. અને તેથી તેઓ ક્યારેક કહે છે, "કૃષ્ણ અનૈતિક છે." કેવી રીતે કૃષ્ણ અનૈતિક હોઈ શકે? કૃષ્ણના નામનું સ્વીકાર કરીને, તેમનો જપ કરીને, અનૈતિક વ્યક્તિઓ નૈતિક બને છે, અને કૃષ્ણ અનૈતિક છે. જરા જુઓ આ મૂર્ખતા. માત્ર કૃષ્ણના નામનો જપ કરીને, બધા અનૈતિક વ્યક્તિઓ નૈતિક બને છે. અને કૃષ્ણ અનૈતિક છે. અને તે એક મૂર્ખ પ્રોફેસર દ્વારા કહેવાયેલું છે.