GU/Prabhupada 0285 - પ્રેમનુ એકમાત્ર કેન્દ્ર્બિંદુ કૃષ્ણ અને તેમની ભૂમિ વૃંદાવન છે

Revision as of 10:20, 30 April 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0285 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, September 30, 1968

તો કૃષ્ણ ગોચરણ ભૂમિમાં જાતા હતા, અને ગોપીયો, ઘરમાં.... તે છોકરીયો કે સ્ત્રીઓ હતા. તે... સ્ત્રીઓ કે છોકરીયો કામ/નોકરી નહતા કરતા. તે વૈદિક પદ્ધતિ છે. તેમને ઘરમાં હોવું જોઈએ અને તેમને તેમના પિતા, પતિ અથવા વયસ્ક બાળકો દ્વારા સંરક્ષણ આપવામાં આવવુ જોઈએ. તે બહાર જવા માટે ન હતા. તેથી તે પોતાને ઘરમાં રાખતા હતા. પણ કૃષ્ણ, કહો, ખૂબજ દૂર હતા ગોચરણ ભૂમિમાં, અને ગોપીયો ઘરમાં વિચારતા હતા કે, "ઓહ, કૃષ્ણના ચરણ કમળ એટલા કોમળ છે.. હવે તે એટલી કડક ભૂમિ ઉપર ચાલે છે. પથ્થરના ટુકડાઓ તેમના પગના તળને ચુભે છે. તો તેમને થોડું કષ્ટ થાતું હશે." આ રીતે વિચારતા, તે રડતા હતા. જરા જુઓ. કૃષ્ણ એટલા દૂર છે, અને કૃષ્ણને શું લાગે છે, તે માત્ર તે ભાવ વિષે વિચારે છે. "કૃષ્ણને તેમ લાગતું હશે." આ પ્રેમ છે. આ પ્રેમ છે. તે કૃષ્ણને પૂછતાં નથી કે, "મારા પ્રિય કૃષ્ણ, તમે ગોચરણ ભૂમિથી શું લાવ્યા છો?" તમારું ખિસ્સું કેમ છે? જરા મને જુઆ દો." નહિ. માત્ર કૃષ્ણ વિષે વિચારવું, કેમ કૃષ્ણ સંતુષ્ટ થાશે. તે પોતાને સજાવતા હતા કારણ કે... અને સુંદર કપડાં પહેરીને કૃષ્ણ સામે જઈને, "ઓહ,તે ખુશ થાશે જોઈને." સામાન્ય રીતે, એક છોકરો કે માણસ ખૂબજ ખુશ થાય છે તેની પત્ની કે પ્રેમિકા ખૂબજ સારા કપડાં પેહરે તો. તે, તેથી, એક સ્ત્રીનો સ્વભાવ છે સરસ રીતે કપડાં પહેરવું તે. તે, તેથી, એક સ્ત્રીનો સ્વભાવ છે સરસ રીતે કપડાં પહેરવું તે. તે વૈદિક પદ્ધતિ છે. જો તેના પતિ ઘરમાં નથી, ત્યારે તેને સારા કપડાં ના પહેરવા જોઈએ. થોડા નિયમો છે. પ્રોશિત ભર્તૃકા. સ્ત્રીના વિવિધ પ્રકારના વેશ છે. વેશને જોઈને વ્યક્તિ સમજી જાશે કે તે કેવી સ્ત્રી છે. તેના વેશને જોઈને સમજી શકાય છે કે તે કુંવારી કન્યા છે. માત્ર વેશ દ્વારા સમજી શકાય છે કે તે વિવાહિત પત્ની છે. વેશ દ્વારા જોઈ શકાય છે કે તે વિધવા છે. વેશ દ્વારા જોઈ શકાય છે કે તે વેશ્યા છે. તો વસ્ત્ર/વેશ એટલું મહત્વનું છે. તો પ્રોશિત ભર્તૃકા. તો આપણે સમાજ વિષે ચર્ચા નથી કરવા માગતા. અમે કૃષ્ણના પ્રેમ લીલાઓ વિષે ચર્ચા કરીએ છીએ. તો ગોપીયો.. કૃષ્ણ અને ગોપીયો વચ્ચે, તેમનો સંબંધ એટલો નિકટનો અને એટલો શુદ્ધ હતો. કે કૃષ્ણ સ્વયં માની ગયા કે, "હે ગોપીયો, તે મારા સામર્થ્યમાં નથી કે હું તમારા પ્રેમમય કાર્યકલાપોનો ઋણ ચૂકવી શકું." કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તે કંગાળ બની ગયા કે, "મારી પ્રિય ગોપીયો, તમે મને પ્રેમ કરીને જે નિર્મિત કર્યું છે, તે ઋણ ચુકવવુ મારા માટે સંભવ નથી" તો તે પ્રેમની સર્વોચ્ચ સિદ્ધિ છે. રમ્યા કશ્ચિદ ઉપાસના વ્રજવધુ.

હું માત્ર વર્ણન કરું છું તમને ભગવાન શ્રી ચૈતન્યનો લક્ષ્ય. તે આપણને ઉપદેશ આપે છે, તેમનો ઉદ્દેશ્ય. કે એકજ પ્રેમ મય વ્યક્તિ છે તે છે કૃષ્ણ અને તેમની ભૂમિ વૃંદાવન. અને તેમને પ્રેમ કરવાની વિધિનો એક સ્પષ્ટ દૃષ્ટાન્ત છે, ગોપીયો. કોઈ પણ પોહચી નહી શકે. વિવિધ સ્તરના ભક્તો છે, અને ગોપીયો શ્રેષ્ઠ સ્તર ઉપર માણવામાં આવે છે. અને ગોપીયો માંથી, શ્રેષ્ઠ છે રાધારાણી. તેથી કોઈ પણ રાધારાણીના પ્રેમને પાર નથી કરી શકતુ. રમ્યા કશ્ચિદ ઉપાસના વ્રજવધુ વર્ગેણ યા કલ્પિત, શ્રીમદ ભાગવતમ અમલમ પુરાણમ. હવે આ શીખવા માટે, આ બધું ભગવાનને પ્રેમ કરવાનું વિજ્ઞાન, કોઈ ગ્રંથ, કોઈ અધિકૃત સાહિત્ય હોવું જોઈએ. હા. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, શ્રીમદ ભાગવતમ અમલમ પુરાણમ. શ્રીમદ ભાગવતમ, તે એક અમલ વર્ણન છે કેવી રીતે ભગવાનને પ્રેમ કરવું. બીજું કોઈ વર્ણન નથી. શરૂઆત થી તે શીખડાવે છે કે કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો. જે લોકોએ શ્રીમદ ભાગવતમ વાંચ્યું છે, પ્રથમ સ્કંધનો પ્રથમ શ્લોક છે, જન્માદિ અસ્ય યતઃ,સત્યમ પરમ ધીમહિ (શ્રી.ભાગ.૧.૧.૧) શરૂઆત છે કે, "હું મારો અનન્ય નમસ્કાર પરમને સમર્પિત કરું છું. જેમનાથી બધું પ્રકટ થયું છે." જન્માદિ અસ્ય યતઃ તો, તે, તમે જાણો છો, તે એક મહાન વર્ણન છે. પણ, શ્રીમદ ભગવતમ... તમને શીખવે છે કે કેવી રીતે ભગવાનને કે કૃષ્ણને પ્રેમ કરવો, શ્રીમદ ભાગવતમને વાંચો અને શ્રીમદ ભાગવતમને સમજવાની પ્રાથમિક જરૂરત છે, પ્રાથમિક અધ્યયન શ્રીમદ ભગવદ્ ગીતાનુ. તો ભગવદ્ ગીતાને વાંચો સાચા સ્વભાવને સમજવા માટે, ભગવાનનુ અને તમારૂ વ્યક્તિત્વ જાણીને અને તમારો સંબંધ, અને પછી, જ્યારે તમે થોડા વધારે જાણીતા છો, જ્યારે તમે તૈય્યાર છો, કે, "હા, કૃષ્ણ એક જ પ્રેમ માટે યોગ્ય વ્યક્તિ છે," ત્યારે આગલો પુસ્તક તમે લો, શ્રીમદ ભાગવતમ, અને તમે આગળ વધો. જેમ કે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે, તે પ્રવેશ છે. જેમ કે વિદ્યાર્થીઓ તે પાઠશાળામાં પરીક્ષા આપીને પછી કોલેજમાં જાય છે. તો તમે તમારા પાઠશાળાના પરીક્ષા, કેવી રીતે ભગવાનને પ્રેમ કરવું, તે શીખો, ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે, તે વાંચીને, ત્યારે શ્રીમદ ભાગવતમ વાંચો...તે ગ્રેજ્યુએટનું ભણતર છે. અને જ્યારે તમે વધારે ઉન્નત છો, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ત્યારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાઓ વાંચો.