GU/Prabhupada 0285 - પ્રેમનુ એકમાત્ર કેન્દ્ર્બિંદુ કૃષ્ણ અને તેમની ભૂમિ વૃંદાવન છે
Lecture -- Seattle, September 30, 1968
તો કૃષ્ણ ગોચરણ ભૂમિમાં જતા હતા, અને ગોપીયો, ઘરમાં.... તેઓ છોકરીઓ કે સ્ત્રીઓ હતી .તેઓ... સ્ત્રીઓ કે છોકરીને કામ કરવાની અનુમતિ ન હતી. તે વૈદિક પદ્ધતિ છે. તેમણે ઘરમાં હોવું જોઈએ, અને તેમને તેમના પિતા, પતિ, અથવા બાળકો દ્વારા સંરક્ષણ આપવામાં આવવું જોઈએ. તેઓ બહાર જવા માટે ન હતા. તેથી તેઓ પોતાને ઘરમાં રાખતા હતા. પણ કૃષ્ણ, કહો, ખૂબજ દૂર હતા ગોચરણ ભૂમિમાં, અને ગોપીઓ ઘરમાં વિચારતી હતી કે, "ઓહ, કૃષ્ણના ચરણકમળ એટલા કોમળ છે. અત્યારે તેઓ એટલી કડક ભૂમિ ઉપર ચાલે છે. પથ્થરના ટુકડાઓ તેમના પગના તળિયામાં આવતા હશે. તો તેમને થોડું કષ્ટ થતું જ હશે." આ રીતે વિચારતા, તેઓ રડતા હતા. જરા જુઓ. કૃષ્ણ એટલા દૂર છે, અને કૃષ્ણ શું અનુભવે છે, તેઓ માત્ર તે લાગણીથી વિચારે છે: "કૃષ્ણને તેમ લાગતું હશે." આ પ્રેમ છે. આ પ્રેમ છે. તેઓ કૃષ્ણને પૂછતાં નથી કે, "મારા પ્રિય કૃષ્ણ, તમે ગોચરણ ભૂમિથી શું લાવ્યા છો? તમારું ખિસ્સું કેમ છે? જરા મને જોવા દો." ના. માત્ર કૃષ્ણ વિશે વિચારવું, કેવી રીતે કૃષ્ણ સંતુષ્ટ થશે. તેઓ પોતાને સજાવતા હતા કારણકે... અને સુંદર કપડાં પહેરીને કૃષ્ણ સામે જઈને, "ઓહ, તે ખુશ થશે જોઈને." સામાન્ય રીતે, એક છોકરો કે માણસ ખૂબજ ખુશ થાય છે તેની પત્ની કે પ્રેમિકા ખૂબજ સારા કપડાં પેહરે તો. તે, તેથી, એક સ્ત્રીનો સ્વભાવ છે સરસ રીતે કપડાં પહેરવા તે. અને વૈદીક સંસ્કૃતિ અનુસાર, એક સ્ત્રીએ તેના પતિ સમક્ષ બહુ જ સારી રીતે સજ્જ થવું જોઈએ. તે વૈદિક પદ્ધતિ છે. જો તેનો પતિ ઘરમાં નથી, ત્યારે તેણે સારા કપડાં ના પહેરવા જોઈએ. થોડા નિયમો છે. પ્રોશ્રિત ભર્તૃકા. સ્ત્રીના વિવિધ પ્રકારના વેશ છે. વેશને જોઈને વ્યક્તિ સમજી જશે કે તે કેવી સ્ત્રી છે. તેના વેશને જોઈને સમજી શકાય છે કે તે કુંવારી કન્યા છે. માત્ર વેશ દ્વારા સમજી શકાય છે કે તે વિવાહિત પત્ની છે. વેશ દ્વારા જોઈ શકાય છે કે તે વિધવા છે. વેશ દ્વારા જોઈ શકાય છે કે તે વેશ્યા છે. તો વેશ એટલું મહત્વનું છે. તો પ્રોશ્રિત ભર્તૃકા. તો આપણે સામાજિક વિષે ચર્ચા નથી કરવા માગતા. આપણે કૃષ્ણની પ્રેમ લીલાઓ વિશે ચર્ચા કરીએ છીએ. તો ગોપીઓ... કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે, તેમનો સંબંધ એટલો નિકટનો અને એટલો શુદ્ધ હતો કે કૃષ્ણ સ્વયમ માની ગયા કે, "મારી પ્રિય ગોપીઓ, તે મારા સામર્થ્યમાં નથી કે હું તમારા પ્રેમમય કાર્યકલાપોનું ઋણ ચૂકવી શકું." કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ કંગાળ બની ગયા કે, "મારી પ્રિય ગોપીઓ, તે મારા માટે શક્ય નથી તમારૂ ઋણ ચુકવાવું જે તમે મને પ્રેમ કરીને નિર્મિત કર્યું છે." તો તે પ્રેમની સર્વોચ્ચ સિદ્ધિ છે. રમ્યા કાચીદ ઉપાસના વ્રજવધુ.
હું માત્ર વર્ણન કરું છું તમને ભગવાન શ્રી ચૈતન્યનું લક્ષ્ય. તેઓ આપણને ઉપદેશ આપે છે, તેમનું મિશન, કે એકજ પ્રેમ મય વ્યક્તિ છે તે છે કૃષ્ણ અને તેમની ભૂમિ વૃંદાવન. અને તેમને પ્રેમ કરવાની વિધિનો એક સ્પષ્ટ દ્રષ્ટાન્ત છે, ગોપીઓ. કોઈ પણ પહોંચી ના શકે. વિવિધ સ્તરના ભક્તો છે, અને ગોપીઓ શ્રેષ્ઠ સ્તર ઉપર માનવામાં આવે છે. અને ગોપીઓમાંથી, શ્રેષ્ઠ છે રાધારાણી. તેથી કોઈ પણ રાધારાણીના પ્રેમને પાર ના કરી શકે. રમ્યા કાચીદ ઉપાસના વ્રજવધુ વર્ગેણ યા કલ્પિતા, શ્રીમદ ભાગવતમ અમલમ પુરાણમ. હવે આ શીખવા માટે, આ બધું ભગવાનને પ્રેમ કરવાનું વિજ્ઞાન, કોઈ ગ્રંથ, કોઈ અધિકૃત સાહિત્ય હોવું જોઈએ. હા. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, શ્રીમદ ભાગવતમ અમલમ પુરાણમ. શ્રીમદ ભાગવતમ, તે એક નિષ્કલંક વર્ણન છે કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો. બીજું કોઈ વર્ણન નથી. શરૂઆતથી તે શીખવાડે છે કે કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો. જે લોકોએ શ્રીમદ ભાગવતમ વાંચ્યું છે, પ્રથમ સ્કંધનો પ્રથમ શ્લોક છે જન્માદિ અસ્ય યતઃ, સત્યમ પરમ ધીમહિ (શ્રી.ભા. ૧.૧.૧). શરૂઆત છે કે, "હું મારી અનન્ય ભક્તિ પરમને સમર્પિત કરું છું, જેમનાથી બધું પ્રકટ થયું છે." જન્માદિ અસ્ય યતઃ. તો, તે, તમે જાણો છો, તે એક મહાન વર્ણન છે. પણ, શ્રીમદ ભગવતમ... જો તમારે શીખવું છે કેવી રીતે ભગવાનને કે કૃષ્ણને પ્રેમ કરવો, શ્રીમદ ભાગવતમને વાંચો. અને શ્રીમદ ભાગવતમને સમજવા માટે પ્રાથમિક જરૂરીયાત છે, પ્રાથમિક અધ્યયન શ્રીમદ ભગવદ ગીતાનું. તો ભગવદ ગીતાને વાંચો વાસ્તવિક પ્રકૃતિને સમજવા માટે, અથવા ભગવાનની અને તમારી ઓળખ અને તમારો સંબંધ, અને પછી, જ્યારે તમે થોડા વધારે જાણકાર છો, જ્યારે તમે તૈયાર છો, કે, "હા, કૃષ્ણ એક જ પ્રેમ માટે યોગ્ય વ્યક્તિ છે," ત્યારે આગલી પુસ્તક તમે લો, શ્રીમદ ભાગવતમ. અને તમે આગળ વધો. જેમ કે ભગવદ ગીતા તેના મૂળ રૂપે, તે પ્રવેશ છે. જેમ કે વિદ્યાર્થીઓ તે પાઠશાળામાં પરીક્ષા આપીને પછી કોલેજમાં જાય છે. તો તમે તમારા પાઠશાળાની પરીક્ષા, કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો, તે શીખો, ભગવદ ગીતા તેના મૂળ રૂપે, તે વાંચીને. પછી શ્રીમદ ભાગવતમ વાંચો... તે ગ્રેજ્યુએટ અભ્યાસ છે. અને જ્યારે તમે હજુ વધારે ઉન્નત થાઓ છો, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ત્યારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાઓ વાંચો.