GU/Prabhupada 0299 - એક સન્યાસી તેની પત્નીને મળી ના શકે

Revision as of 09:46, 16 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0299 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, October 4, 1968

તમાલ કૃષ્ણ:પ્રભુપાદ,ભગવાન ચૈતન્ય સંન્યાસ લીધી પછી, ભગવાન ચૈતન્યના શિક્ષાઓમાં તેમ કહેવાયેલું છે કે તે તેમના માતા સાથે મળ્યા હતા. હું હંમેશા તેમ વિચારતો હતો કે એક સંન્યાસી તેમ નથી કરી શકતો હતો.

પ્રભુપાદ:નહિ,એક સંન્યાસી તેના પત્ની સાથે નથી મળી શકતો. એક સંન્યાસીને ઘેર જવાની મનાઈ છે,અને તેના પત્ની સાથે મળવા માટે મનાઈ છે, પણ તે મળી શકે છે,જો બીજો..પણ તે... ચૈતન્ય મહાપ્રભુ તેમના ઘર નથી ગયા હતા.તે વ્યવસ્થા દ્વારા હતું. અદ્વૈત પ્રભુ તેમના માતાને લાવ્યા હતા ભગવાન ચૈતન્યને જોવા માટે. ચૈતન્ય મહાપ્રભુ,સંન્યાસ લીધા પછી,તે કૃષ્ણ પાછળ પાગલની જેમ હતા. તે ગંગાના તટ ઉપર જઈને ભૂલી રહ્યા હતા કે તે ગંગાનું તટ છે. તે વિચારતા હતા કે,"આ યમુના છે.હું વૃંદાવન જાઉં છું,અનુગમન કરીને,," તો નિત્યાનંદ પ્રભુ એક વ્યક્તિને મોકલ્યો હતો,કે,... "હું ચૈતન્યનો અનુગમન કરું છું.કૃપા કરીને અદ્વૈતને બતાવો કે ઘાટ ઉપર કોઈ નાવ લાવ માટે, જેનાથી તે તેમને તેમના ઘર લઇ જય શકશે." તો ચૈતન્ય મહાપ્રભુ આનંદમાં હતા. ત્યારે તેમને એકાએક જોયું કે અદ્વૈત આચાર્ય એક નાવ ઉપર રાહ જોઈ રહ્યા હતા. તો તે તેમને પૂછ્યું,"અદ્વૈત,તું કેમ અહીં છો?અહીં,તો યમુના છે." અદ્વૈતએ કહ્યું કે,"હા,મારા પ્રિય ભગવાન,તમે જ્યાં પણ છો ત્યાં યમુના છે.તો તમે મારા સાથે આવો" તો તે ગયા,અને જ્યારે તે ગયા..તે અદ્વૈતના ઘરે ગયા હતા. ત્યારે તેમને જોયું હતું કે,"તમે મને પથભ્રષ્ટ કર્યું છે.તમે તો મને તમારા ઘરે લાવી દીધું છે.તે વૃંદાવન નથી.તે કેવી રીતે છે.?" "ઠીક છે,સાહિબ,તમે અહીં ખોટેથી આવી ગયા છો,તો.."(હાસ્ય),"કૃપા કરીને તમે અહીં રહો." તો તે તરત જ એક વ્યક્તિને તેમના માતા પાસે મોકલ્યો. કારણ કે તે જાણતા હતા કે ચૈતન્ય મહાપ્રભુએ સંન્યાસ સ્વીકાર કર્યું છે,તે ફરી પાછા ક્યારે પણ ઘેર નથી જવાના. તો તેમની માતા તેમના પુત્ર પાછળ ગાંડી છે.તે એક જ પુત્ર હતો. તો તે તેમના માતાને મોકો આપ્યો હતો તેમને છેલ્લી વાર જોવા માટે. તે અદ્વૈત દ્વારા વ્યવસ્થિત થયું હતું. તો જ્યારે માતા આવી હતી,ત્યારે શ્રી ચૈતન્ય મહાપ્રભુ તરત જ તેમની માતાના પગ ઉપર નીચે પડી ગયા હતા. તે એક જુવાન માણસ હતા,ચોવીસ વર્ષના,અને જ્યારે તેમની માટે જોયું કે તેમના છોકરાએ સંન્યાસ સ્વીકાર કરી લીધું છે, ઘરમાં બહુ છે,સ્વાભાવિક રીતે સ્ત્રી,તે ખૂબ જ પ્રભાવિત થઇ ગયી,અને રડવા લાગી. તો ચૈતન્ય મહાપ્રભુ તેમને ખૂબજ સુંદર શબ્દોથી સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. તેમને કહ્યું કે,"મારી પ્રિય માતા,આ દેહ તમારા દ્વારા આપવામાં આવેલું છે, તો મને આ દેહને તમારી સેવામાં સંલગ્ન કરવો જોઈએ. પણ હું તમારો મૂર્ખ છોકરો છું.મેં કોઈ ગલતી કરી દીધું છે.કૃપા કરીને મને ક્ષમા કરી દો." તો તે દૃશ્ય ખૂબજ દુઃખદ છે - માતા સાથે વિયોગ (અસ્પષ્ટ)