GU/Prabhupada 0299 - એક સન્યાસી તેની પત્નીને મળી ના શકે



Lecture -- Seattle, October 4, 1968

તમાલ કૃષ્ણ: પ્રભુપાદ, ભગવાન ચૈતન્યએ સંન્યાસ લીધા પછી, ભગવાન ચૈતન્યની શિક્ષાઓમાં તેમ કહેવાયેલું છે કે તેઓ તેમની માતા સાથે મળ્યા હતા. હું હંમેશા તેમ વિચારતો હતો કે એક સન્યાસી તેમ ના કરી શકે.

પ્રભુપાદ: ના, એક સન્યાસી તેની પત્નીને ના મળી શકે. એક સન્યાસીને ઘરે જવાની મનાઈ છે, અને તેની પત્નીને મળવાની મનાઈ છે, પણ તે મળી શકે છે, જો બીજા... પણ તે... ચૈતન્ય મહાપ્રભુ તેમના ઘરે ન હતા ગયા. તે વ્યવસ્થા દ્વારા હતું. અદ્વૈત પ્રભુ તેમની માતાને લાવ્યા હતા ભગવાન ચૈતન્યને મળવા માટે. ચૈતન્ય મહાપ્રભુ, સંન્યાસ લીધા પછી, તેઓ કૃષ્ણની પાછળ પાગલની જેમ હતા. તેઓ ગંગાના તટ ઉપર જઈને ભૂલી રહ્યા હતા કે તે ગંગાનું તટ છે. તેઓ વિચારતા હતા કે "આ યમુના છે. હું વૃંદાવન જઉં છું, અનુસરણ કરીને..." તો નિત્યાનંદ પ્રભુએ એક વ્યક્તિને મોકલ્યો હતો, કે "હું ચૈતન્યની પાછળ પાછળ જઉં છું. કૃપા કરીને અદ્વૈતને કહો કે ઘાટ ઉપર કોઈ હોડી મોકલે જેનાથી તે તેમને તેમના ઘરે લઈ જઈ શકે." તો ચૈતન્ય મહાપ્રભુ આનંદમાં હતા. ત્યારે તેમણે એકાએક જોયું કે અદ્વૈત આચાર્ય એક હોડી ઉપર રાહ જોઈ રહ્યા હતા. તો તેમણે તેમને પૂછ્યું, "અદ્વૈત, તમે કેમ અહીં છો? અહીં, તો યમુના છે." અદ્વૈતે કહ્યું, "હા, મારા પ્રિય ભગવાન, તમે જ્યાં પણ છો ત્યાં યમુના છે. તો તમે મારી સાથે આવો." તો તેઓ ગયા, અને જ્યારે તેઓ ગયા... તેઓ અદ્વૈતના ઘરે ગયા. ત્યારે તેમણે જોયું, "તમે મને ગેરમાર્ગે દોર્યો છે. તમે તો મને તમારા ઘરે લાવ્યા છો. તે વૃંદાવન નથી. આવું કેવી રીતે?" "ઠીક છે, સાહેબ, તમે અહીં ભૂલથી આવી ગયા છો, તો...," (હાસ્ય) "કૃપા કરીને અહીં રહો." તો તેમણે તરત જ એક વ્યક્તિને તેમની માતા પાસે મોકલ્યો. કારણકે તેઓ જાણતા હતા કે ચૈતન્ય મહાપ્રભુએ સંન્યાસ સ્વીકાર કર્યો છે; તેઓ ફરી પાછા ક્યારેય પણ ઘરે નથી જવાના. તો તેમની માતા તેમના પુત્ર પાછળ ગાંડી છે. તેઓ એક જ પુત્ર હતા. તો તેમણે તેમની માતાને મોકો આપ્યો હતો તેમને છેલ્લી વાર જોવા માટે. તે અદ્વૈત દ્વારા વ્યવસ્થા થઈ હતી. તો જ્યારે માતા આવી હતી, ત્યારે શ્રી ચૈતન્ય મહાપ્રભુ તરત જ તેમની માતાના પગ પર પડી ગયા હતા. તે એક જુવાન માણસ હતા, ચોવીસ વર્ષના, અને જ્યારે તેમની માતાએ જોયું કે તેમના છોકરાએ સંન્યાસ સ્વીકાર કર્યો છે, ઘરમાં પુત્રવધુ છે, સ્વાભાવિક રીતે સ્ત્રી, તે ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ, અને રડવા લાગી. તો ચૈતન્ય મહાપ્રભુએ તેમને ખૂબજ સુંદર શબ્દોથી સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, "મારી પ્રિય માતા, આ શરીર તમારા દ્વારા આપવામાં આવ્યું છે, તો મારે આ શરીરને તમારી સેવામાં સંલગ્ન કરવું જોઈએ. પણ હું તમારો મૂર્ખ છોકરો છું. મેં કોઈ ભૂલ કરી છે. કૃપા કરીને મને ક્ષમા કરી દો." તો તે દ્રશ્ય ખૂબજ દુઃખદ છે - માતા સાથે વિયોગ... (અસ્પષ્ટ)