GU/Prabhupada 0304 - માયા પરમ સર્વોચ્ચને ઢાંકી ના શકે

Revision as of 22:23, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 2, 1968

પ્રભુપાદ: આગળ વધો.

તમાલ કૃષ્ણ: "આ એકી સાથે એક હોવું અને અલગ હોવું સંબંધમાં હંમેશા રહે છે જીવો અને પરમાત્માની વચ્ચે."

પ્રભુપાદ: હવે આ ભેદાભેદ, જરા તે જ ઉદાહરણ લો, જમીન. કોઈ કહે છે, "ઓહ, મેં જોયું કે તે ભાગ જળ છે." અને કોઈ કહે છે કે, "ના. મેં જોયું કે તે જ ભાગ જમીન છે." તો એક સાથે ભેદ અને અભેદ. એક સાથે જ ભેદ અને અભેદ. આપણી પરિસ્થિતિ છે.... કારણકે આપણે આત્મા છીએ અને કૃષ્ણ, ભગવાન, આત્મા છે... તેઓ પૂર્ણ આત્મા છે અને હું તે આત્માનો અંશ છું. જેમ કે સૂર્ય, સૂર્ય-ગ્રહ, અને સૂર્ય-કિરણો, ચમકતા કણો, તે પણ સૂર્ય-કિરણો છે. તે સૂર્ય-કિરણોનો મેળાપ જ આપણને સૂર્ય કિરણો આપે છે, તો આપણે પણ ચમકીએ છીએ જેમ કે સૂર્ય ગ્રહના કણોની જેમ, પણ આપણે તે પૂર્ણ સૂર્યની સમાન નથી. તે ચમકતા કણો, સૂર્યના અણુઓ, સૂર્યના ગ્રહની સમાન નથી, પણ ગુણમાં તે સમાન છે. તેવી જ રીતે, આપણે જીવો, આપણે નાનકડા અંશો છીએ તે પરમ આત્મા, કૃષ્ણ કે ભગવાનના. તેથી આપણે પણ ચમકીએ છીએ. આપણે પણ તે જ ગુણના છે. જેમ કે સોનાનો નાનકડો કણ સોનુ છે. તે લોખંડ નથી. તેવી જ રીતે, આપણે બધા આત્મા છીએ; તેથી આપણે બધા એક જ છીએ. પણ કારણકે હું સૂક્ષ્મ છું... જેમ કે તે જ ઉદાહરણ. તટસ્થ શક્તિ ખૂબજ નાની હોવાથી, તે ક્યારેક જળ દ્વારા આચ્છાદિત થાય છે. પણ જમીનનો મોટો ભાગ, તે જળ વગરનો છે. તેવી જ રીતે, માયા આત્માના નાનકડા અંશોને આચ્છાદિત કરી શકે છે. પણ માયા સંપૂર્ણ પરમને આચ્છાદિત નથી કરી શકતી. જેમ કે તે જ ઉદાહરણ, આકાશ, સૂર્ય કિરણો. તે સૂર્યકિરણો, સૂર્યકિરણોનો ભાગ, તે વાદળ દ્વારા આચ્છાદિત હોય છે. પણ જો તમે હવાઈ જહાજ દ્વારા ઉડશો, વાદળની ઉપર, તમને મળશે કે સૂર્યકિરણો કોઈ વાદળ વગરના છે. વાદળ સંપૂર્ણ સૂર્યને ઢાંકી ના શકે. તેવી જ રીતે, માયા સંપૂર્ણ પરમને ઢાંકી ના શકે. માયા બ્રહ્મના નાનકડા કણોને આચ્છાદિત કરી શકે છે. સિદ્ધાંત, માયાવાદી સિદ્ધાંત છે કે: "અત્યારે હું માયા દ્વારા આચ્છાદિત છું. જેવુ તે આવરણ હટી જશે, હું તે સંપૂર્ણ સાથે એક બની જઈશ..." આપણે પણ તે સંપૂર્ણ સાથે એક જ છીએ તે જ રીતે. જેમ કે સૂર્ય કિરણ, અને સૂર્ય ગ્રહ, ગુણમાં કોઈ પણ અંતર નથી. જ્યારે પણ સૂર્ય હોય છે, સૂર્ય કિરણ હોય છે, પણ નાનકડા કણો, સૂર્યકિરણના નાનકડા કણો, ક્યારે પણ તે સૂર્ય ગ્રહની સમાન નથી. તે વર્ણિત થાય છે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આ અધ્યાયમાં.