GU/Prabhupada 0303 - દિવ્ય. તમે પરે છો
Lecture -- Seattle, October 2, 1968
પ્રભુપાદ: આગળ વધો.
તમાલ કૃષ્ણ: " 'તમારી પરિસ્થિતિ છે કે તમે દિવ્ય છો.' "
પ્રભુપાદ: દિવ્ય. "તમે પરે છો." તેનું ભગવદ ગીતામાં વર્ણન કરવામાં આવેલું છે:
- ઇન્દ્રિયાણી પરાણી આહુર
- ઇન્દ્રિભેયઃ પરમ મનઃ
- મનસસ તુ પરા બુદ્ધિર
- યો બૂદ્ધે: પરતસ તુ સ:
- (ભ.ગી. ૩.૪૨)
હવે... સૌથી પહેલા, તમે આ શરીરનો સાક્ષાત્કાર કરો. શરીર એટલે કે ઇન્દ્રિયો. પણ જ્યારે તમે આગળ વધશો, ત્યારે તમે જોશો કે મન આ બધા ઇન્દ્રિયના કાર્યોનું કેન્દ્ર છે. જ્યા સુધી મન શક્તિશાળી નથી, ત્યા સુધી આપણે આપણી ઇન્દ્રિયો સાથે કાર્ય નથી કરી શકતા. તો ઇન્દ્રિયેભ્ય: પરમ મનઃ. તો ઇન્દ્રિયોથી પરે મન છે, અને મનથી પરે, બુદ્ધિ છે. અને બુદ્ધિથી પરે, આત્મા છે. તે આપણે સમજવું જોઈએ. આગળ વધો.
તમાલ કૃષ્ણ: "કૃષ્ણની ચડિયાતી શક્તિ આધ્યાત્મિક સ્વરૂપમાં છે, અને બાહ્ય શક્તિ ભૌતિક છે. તમે ભૌતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિની વચ્ચે છો, અને તેથી તમારી પરિસ્થિતિ તટસ્થ છે. બીજા શબ્દોમાં, તમે કૃષ્ણની તટસ્થ શક્તિના અંશ છો. તમે એક સાથેજ કૃષ્ણ સાથે એક છો અને ભિન્ન પણ છો. કારણકે તમે આત્મા છો, તેથી તમે કૃષ્ણથી અભિન્ન છ, પણ કારણકે તમે કૃષ્ણના નાનકડા અંશ છો, તેથી તમે તેમનાથી ભિન્ન છો."
પ્રભુપાદ: હવે, અહીં એક શબ્દનો પ્રયોગ થયો છે, તટસ્થ શક્તિ. તટસ્થ શક્તિ, વિશેષ સંસ્કૃત શબ્દનો પ્રયોગ થયો છે જે છે તટસ્થ. જેમ કે ભૂમિના અંતમાં, સાગર પ્રારંભ થાય છે. તો એક તટસ્થ ભૂમિ છે. જેમ કે તમે પેસિફિક મહાસાગરના તટ ઉપર જશો, ત્યારે તમને થોડી ભૂમિ મળશે. ક્યારેક તે જળ દ્વારા આચ્છાદિત છે અને ક્યારેક તે ખુલ્લી જમીન છે. તે તટસ્થ છે. તેવી જ રીતે, આપણે આધ્યાત્મિક આત્માઓ, ભલે આપણે બંધારણીય રીતે ભગવાન સાથે એક છીએ, પણ ક્યારેક આપણે માયા દ્વારા આચ્છાદિત થઈએ છીએ અને ક્યારેક આપણે મુક્ત હોઈએ છીએ. તેથી આપણી પરિસ્થિતિ તટસ્થ છે. જ્યારે આપણે આપણી સાચી પરિસ્થિતિને સમજીશું, ત્યારે... તે જ... જેમ કે તે જ ઉદાહરણ. જરા સમજવાનો પ્રયાસ કરો. કે.. દરિયા કિનારે તમને થોડી ભૂમિ નજર આવશે, જે ક્યારેક જળ દ્વારા આચ્છાદિત રહે છે અને ફરીથી તે ભૂમિ બની જાય છે. તેવી જ રીતે ક્યારેક આપણે માયા દ્વારા આચ્છાદિત રહીએ છીએ, અપરા શક્તિ દ્વારા, અને ક્યારેક આપણે મુક્ત રહીએ છીએ. તો આપણે તે મુક્ત અવસ્થા જાળવવી જોઈએ. જેમ કે ખુલ્લી જમીનમાં, કોઈ જળ નથી. જો તમે સમુદ્ર જળથી થોડા દૂર આવી જાઓ, ત્યારે કોઈ જળ નથી, તે ફક્ત જમીન જ છે. તેવી જ રીતે, જો તમે તમારી ભૌતિક ચેતનાથી પોતાની જાતને દૂર રાખો, અને આધ્યાત્મિક ચેતના, અથવા કૃષ્ણ ભાવનામૃતના જમીન પર આવો, ત્યારે તમે તમારી મુક્તિ જાળવી રાખો છો. પણ જો તમે પોતાને તટસ્થ શક્તિમાં રાખશો, ત્યારે ક્યારેક તમે માયા દ્વારા આચ્છાદિત થશો અને ક્યારેક મુક્ત રેહશો. તો આ આપણી સ્થિતિ છે.