GU/Prabhupada 0332 - સંપૂર્ણ જગતની ખૂબ જ શાંતિપૂર્ણ સ્થિતિ હોઈ શકે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0332 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:GU-Quotes - in New Zealand]]
[[Category:GU-Quotes - in New Zealand]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0331 - સાચું સુખ છે ભગવદ ધામ જવું|0331|GU/Prabhupada 0333 - દરેક વ્યક્તિને દિવ્ય બનવા માટે શિક્ષિત કરવું|0333}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|43CAap090RE|સંપૂર્ણ જગતની ખૂબ જ શાંતિપૂર્ણ સ્થિતિ હોઈ શકે<br/> - Prabhupāda 0332}}
{{youtube_right|q7q2fnHo1Wk|સંપૂર્ણ જગતની ખૂબ જ શાંતિપૂર્ણ સ્થિતિ હોઈ શકે<br/> - Prabhupāda 0332}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 22:28, 6 October 2018



Room Conversation -- April 27, 1976, Auckland, New Zealand

આખી દુનિયામાં ખૂબજ શાંત પરિસ્થિતિ હોઈ શકે છે. માત્ર ધૂર્ત નેતાઓ દ્વારા કુવ્યવસ્થિત છે, નહિતો, લોકો ખૂબજ શાંતિથી રહી શકે છે, પેટ ભરીને ખાઈ શકે છે, સમય બચાવી શકે છે, અને કોઈ જરૂર નથી જીવનની મૂળ જરૂરીયાતોને રોકવાની. વ્યવસ્થા છે આહાર માટે, મૈથુન જીવન માટે પણ. પણ મૂર્ખો અને ધૂર્તોની જેમ નહીં. પણ ડાહ્યા માણસની જેમ. પણ આ આધુનિક સભ્યતા, તે ગાંડપણ, પાગલ સભ્યતા. મૈથુન જીવનમાં થોડોક આનંદ છે - માત્ર મૈથુન જીવનમાં, મૈથુન જીવનને વધારવું, બધું બગાડવું. તે પાગલપન છે. ખાવું - કઈ પણ ખાવો, કોઈ પણ વ્યર્થ વસ્તુ, અને ભૂંડ બનો. નિદ્રા - ઓહ, કોઈ અંત જ નથી, ચોવીસ કલાક ઊંઘવું, જો શક્ય હોય તો. આ ચાલી રહ્યું છે. આહાર, નિદ્રા, મૈથુન. અને રક્ષણ - અને પરમાણુ હથિયાર, આ હથિયાર, તે હથિયાર, અને માસૂમ લોકોને મારવું, બિનજરૂરી, રક્ષણ. આ ચાલી રહ્યું છે. પણ બધું સરખી રીતે ઉપયોગ થઇ શકે છે, અને જ્યારે તમે શાંત બની જશો, કોઈ વિચલન નહીં, પછી તમે ખૂબજ સંતોષથી હરે કૃષ્ણ જપ કરી શકો છો, અને તમારું જીવન સફળ બની જાય છે. તે આપણો કાર્યક્રમ છે. આપણે કઈ પણ રોકવું નથી. કેવી રીતે તે રોકાઈ શકાય? જે પણ મૂળ જરૂરીયાતો છે... જેમ કે અમે સંન્યાસ લીધો છે. તે શું છે? "ઓહ, અમને માત્ર મૈથુન જીવન જ નથી. નહિતો, અમે પણ ખાઈએ છીએ, અમે ઊંઘીએ છીએ." તો તે પણ રોકાઈ જાય છે પાકી વૃદ્ધાવસ્થામાં. વૃદ્ધાવસ્થામાં, જો મારા જેવો માણસ, એસી વર્ષની ઉમરમાં, જો હું મૈથુન જીવન માટે બજારમાં જવું, તે શું બહુ સારું લાગે? જુવાન માણસો, તેમને છૂટ છે. તે ઠીક છે. પણ જો કોઈ વૃદ્ધ વ્યક્તિ ક્લબમાં જાય છે અને મૈથુન જીવન માટે એટલું બધું ધન ખર્ચ કરે છે. તેથી યુવાન પેઢી, તેમને ગૃહસ્થ જીવન માન્ય છે પચ્ચીસ વર્ષોથી પચાસ વર્ષો સુધી. બસ. તેના પછી, મૈથુન જીવનને રોકો. વાસ્તવમાં, તે લોકો જનસંખ્યાને રોકવાની ઈચ્છા કરે છે. તો પછી મૈથુન કેમ? ના, તે લોકો મૈથુન જીવન ભોગવશે, અને તે જ સમયે, કોઈ જનસંખ્યા નહીં, બાળકોને મારો. તે શું છે? માત્ર પાપમય જીવન. તે લોકો કષ્ટ ભોગવશે, કષ્ટ ભોગવતા રહેશે.

તો આપણે તે કષ્ટ રોકવાની ઈચ્છા કરીએ છીએ. ધૂર્ત લોકો તે નથી સમજતા. તેઓ વિચારે છે, "હરે કૃષ્ણ આંદોલન અશાંતિ પેદા કરી રહ્યું છે." એક ધૂર્ત સભ્યતા. તો ચાલો આપણે આપણો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ. બીજું શું કરી શકીએ? તમે પણ આ આંદોલનમાં સહયોગ કરી રહ્યા છો. તો યુક્તિઓની રચના કરીને આ આંદોલનને બગાડતા નહીં. એવું ના કરો. તમે એક પ્રમાણભૂત રીતે ચાલો, પોતાને શુદ્ધ રાખો; પછી આંદોલન ચોક્કસ સફળ થશે. પણ જો તમારે તમારી ખોટી યુક્તિઓથી બગાડવું છે, ત્યારે શું થઇ શકે? તે બગડી જશે. જો તમે પોતાના વિચારોની રચના કરીને અંદરોઅંદર લડાઈ કરશો, ત્યારે તે ફરી આવા કહેવાતા અંદોલનો જેવુ જ બીજુ બની જશે. તે આધ્યાત્મિક શક્તિ ખોઈ કાઢશે. હંમેશા તે યાદ રાખજો. તમે... અત્યારે, વાસ્તવમાં લોકો આશ્ચર્યચકિત છે: "આ હરે કૃષ્ણ મંત્રમાં એટલી શક્તિ કેમ છે કે તે એટલી સરળતાથી બદલે છે?" અને બીજી બાજુએ, તે માનવું જ પડે કે, જ્યા સુધી તેને શક્તિ નથી, તે કેવી રીતે બદલે છે? તો આપણે તે શક્તિ રાખવી જ પડે. તમે તેને કોઈ સાધારણ સંગીતનું ધ્વનિ ના બનાવતા. તે બીજી વસ્તુ છે, આધ્યાત્મિક. ભલે તે સંગીતની ધ્વનિ જેવુ લાગે છે, પણ તે આધ્યાત્મિક છે, પૂર્ણ રીતે. મન્ત્રૌષધી-વશ. મંત્ર દ્વારા, સાપ પણ વશમાં આવી શકે છે. તો મંત્ર કોઈ સાધારણ ધ્વનિ નથી. તો આપણે મંત્રની શક્તિ જાળવવી જોઈએ, નિરપરાધ જપ દ્વારા, શુદ્ધ રહીને. જો તમે મંત્રને અશુદ્ધ કરશો, તો તે તેનો પ્રભાવ ખોઈ દેશે.