GU/Prabhupada 0331 - સાચું સુખ છે ભગવદ ધામ જવું



Lecture on SB 6.2.16 -- Vrndavana, September 19, 1975

આખામાં, સારાંશ છે કે જે પણ આ ભૌતિક જગતમાં છે, તે પાપી વ્યક્તિ છે. કોઈપણ. નહિતો તેને આ ભૌતિક દેહ મળ્યો ના હોત. જેમ કે કોઈ પણ જે જેલમાં છે, તમે નિષ્કર્ષ કાઢી શકો છો કે, તે પાપી વ્યક્તિ, ગુનેગાર છે. તમારે એક પછી બીજાનું અધ્યયન કરવાની જરૂર નથી. કારણકે તે જેલમાં છે તમે નિષ્કર્ષ કાઢી શકો છો કે "તે ગુનેગાર છે." તેવી જ રીતે, જે પણ આ ભૌતિક જગતમાં છે, તે ગુનેગાર છે. પણ તે જેલનો અધ્યક્ષ નહીં. તમે નિષ્કર્ષ ના કાઢી શકો, "કારણકે જેલમાં બધા ગુનેગાર છે, તેથી જેલનો અધ્યક્ષ, તે પણ ગુનેગાર છે." ત્યારે તમે ખોટું વિચારો છો. જે લોકો આ પાપી વ્યક્તિઓને પાછા ભગવદ ધામ લઈ જવાનું કાર્ય કરે છે, તે ગુનેગાર નથી. તેમનું કાર્ય છે કેવી રીતે આ ધૂર્તને આ કેદખાનાથી બહાર કાઢવો. અને તેને પાછો ભગવદ ધામ લઈ જવો.

તો મહદ-વિચલનમ નૃણામ ગૃહિનામ દીન-ચેતસામ (શ્રી.ભા. ૧૦.૮.૪). ગૃહીનામ. ગૃહી એટલે કે જે પણ આ ભૌતિક શરીરમાં રહે છે અથવા જે પણ આ ભૌતિક જગતમાં જીવે છે. તે એક પાકી વસ્તુ છે. તો તેઓ ખૂબ દીન-હ્રદય વાળા છે. તેઓ જાણતા નથી કે જીવનનું મૂલ્ય શું છે. ન તે વિદુઃ સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). તો જો તેમને જ્ઞાન આપવાને બદલે, જો મહાત કે મહાત્મા, તે તેમને અંધકારમાં રાખે છે, તે એક મહાન કુસેવા છે. તેમને જ્ઞાન આપવું જ જોઈએ. તેમનું કર્તવ્ય છે કે પ્રચાર કરવો કે "તમે પોતાને આ ભૌતિક જગતમાં ના રાખો. તમે આધ્યાત્મિક જગતમાં આવો." આ મહાત્માનું કર્તવ્ય છે. મહદ-વિચલનમ નૃણામ ગૃહિનામ દીન-ચેતસામ. તેઓ ખૂબજ ઓછા જ્ઞાનવાળા છે, મૂઢ. તેમને મૂઢ, દુષ્કૃતિના કહેવામા આવ્યા છે. આ બધા લોકો તેમના અજ્ઞાનને કારણે પાપમય કાર્યોમાં પ્રવૃત છે. જો તમે કહેશો કે, "ના, તમે કેવી રીતે કહી શકો કે તેઓ અજ્ઞાનમાં છે? કેટલા બધા વિશ્વવિદ્યાલયો છે. તેઓ એમ.એ.સી., ડી.એ.સી., ડોક્ટર, પી.એચ.ડી. પાસ કરે છે અને છતાં તેઓ અજ્ઞાની છે?" "હા." "કેવી રીતે?"."માયયાપહૃત-જ્ઞાના: "તેમનું કહેવાતું જ્ઞાન માયા દ્વારા હરી લેવામાં આવ્યું છે." નહિતો કેમ તેઓ આ ભૌતિક જગતમાં ચોંટેલા છે? જો તમે પ્રબુદ્ધ બનો, તો તમારે જાણવું જ જોઈએ, કે આ ભૌતિક જગત આપણા નિવાસ માટે નથી. આપણે પાછા ભગવદ ધામ જવું જ જોઈએ. તેથી આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પ્રચાર કરી રહ્યું છે કે "આ તમારું ઘર નથી. તમે અહીં સુખી રહેવાનો પ્રયાસ ના કરો." દુરાશયા યે બહિર-અર્થ માનિનઃ.બહિર અર્થ માનીંન: બહિર, બહિરંગા શક્તિ. તેઓ વિચારે છે કે "ભૌતિક રીતે, જો આપણે કોઈ વ્યવસ્થા કરીએ..." અમુક લોકો સુખી બનવાનો પ્રયાસ કરે છે વૈજ્ઞાનિક સુધાર દ્વારા, નહિતો તેમાંથી અમુક લોકો સ્વર્ગલોક જવાનો પ્રયાસ કરે છે, અને તેમનામાંથી કોઈ આ બનવાનો પ્રયાસ કરે છે, કે તે બનવાનો પ્રયાસ કરે છે, પણ તેઓ જાણતા નથી કે સાચું સુખ પાછા ભગવદ ધામ જવામાં છે. ન તે વિદુઃ સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). તે લોકો તે વસ્તુ નથી જાણતા. તો આ ખૂબજ મહત્વપૂર્ણ આંદોલન છે, કે આપણે તેમને ઈશારો અને શિક્ષા આપી રહ્યા છીએ કે, કેવી રીતે પાછા ભગવદ ધામ જવું. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.