GU/Prabhupada 0355 - હું કઈક ક્રાંતિકારી બોલી રહ્યો છું

Revision as of 22:31, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 5.5.1-8 -- Stockholm, September 8, 1973

કામાન એટલે કે જીવનની જરૂરીયાતો. તમે તમારા જીવનની જરૂરીયાતો ખૂબજ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. જમીન ખોદવાથી, તમને ધાન્ય મળે છે. અને જો ગાય છે, તમને દૂધ મળે છે. બસ તેટલું જ. તે પર્યાપ્ત છે. પણ નેતાઓ યોજના બનાવે છે કે, જો તેઓ આ ખેતીના કામમાં સંતુષ્ટ થઇ જશે, થોડું ધાન્ય અને દૂધ, તો કારખાનામાં કોણ કામ કરશે? તેથી તેઓ એટલો કર મૂકે છે જેના કારણથી તમે સરળ જીવન પણ જીવી ના શકો - આ પરિસ્થિતિ છે. જો તમે ઈચ્છા પણ કરો, આધુનિક નેતાઓ તમને રહેવા નહીં દે. તેઓ તમને બળપૂર્વક કુતરા અને ભૂંડ અને ગધેડાની જેમ કાર્ય કરવા માટે બાધ્ય કરશે. આ પરિસ્થિતિ છે.

પણ છતાં, આપણે આટલા વ્યર્થની કડી મહેનતથી બચવું જ પડે. હોઈ શકે કે સરકાર મારા પ્રતિ કાર્યવાહી કરે, કારણકે હું કઈક ક્રાંતિકારી બોલી રહ્યો છું. હા. પણ તે હકીકત છે. કેમ તમારે કામ કરવું પડે? ભગવાને પક્ષીઓ, પશુઓ, જંતુઓ, કીડી અને બધા માટે ખોરાકની વ્યવસ્થા કરી છે, અને જો હું ભગવાનનો ભક્ત છું, શું તેઓ મને ખોરાક નહીં આપે? મેં શું ખોટું કર્યું છે? તો આ બિંદુ ઉપરથી તમે વિચલિત ન થતાં. તમને જીવનની બધી જરૂરીયાતો પ્રાપ્ત થશે, પણ તમે કૃષ્ણ ભાવનામૃતમાં રેહવાના તમારા દૃઢ નિશ્ચય પર સ્થિર રહો. આ વ્યર્થ વિચારથી તમે વિચલિત ન થાઓ.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.