GU/Prabhupada 0354 - આંધળો માણસ બીજા આંધળા માણસોનું નેતૃત્વ કરે છે



Lecture on SB 2.3.2-3 -- Los Angeles, May 20, 1972

પ્રદ્યુમ્ન: "તાત્પર્ય: માનવ સમાજમાં, આખી દુનિયામાં, લાખો અને કરોડો સ્ત્રી અને પુરુષો છે, અને તેમાંથી લગભગ બધા લોકો ઓછા બુદ્ધિશાળી છે કારણકે તેમને આત્માનું નહિવત જ્ઞાન છે."

પ્રભુપાદ: આ આપણો પડકાર છે, કે દુનિયાભરમાં લાખો અને કરોડો અને અબજો સ્ત્રી અને પુરુષો છે, પણ તે સહેજ પણ બુદ્ધિશાળી નથી. આ આપણો પડકાર છે. તો, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને બીજા લોકો પાગલપન તરીકે લઈ શકે છે, અથવા આપણે પડકાર આપીએ છીએ કે "તમે બધા પાગલ માણસો છો." તેથી આપણી પાસે નાનકડી પુસ્તક છે, "કોણ પાગલ છે?" કારણકે તેઓ વિચારે છે કે, "આ મુંડન કરેલા છોકરાઓ અને છોકરીઓ પાગલ છે," પણ વાસ્તવમાં તેઓ પાગલ છે. કારણકે તેમની પાસે કોઈ બુદ્ધિ નથી. કેમ? તેઓ જાણતા નથી કે આત્મા શું છે. આ પશુ ચેતના છે. કુતરાઓ, બિલાડીઓ, તેઓ વિચારે છે કે, તેઓ આ શરીર છે, તેઓ આ શરીર છે.

યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે
સ્વધી કલાત્રાદીષુ ભૌમ ઇજ્ય ધી:
યત તીર્થ બુદ્ધિ સલિલે ન કરહિચિદ
જનેષુ અભિજ્ઞેષુ સ એવ ગોખર:
(શ્રી.ભા. ૧૦.૮૪.૧૩)

ગોખર. ગો એટલે કે ગાય, અને ખર એટલે કે ગધેડો. એક વ્યક્તિ જે શારીરિક ચેતનમાં છે, "હું આ શરીર છું." તો દુનિયાના ૯૯.૯ ટકા લોકો, તેઓ આવા છે, "હું આ શરીર છું," "હું અમેરિકન છું," "હું ભારતીય છું," "હું આફ્રિકન છું," "હું આ છું..."

અને તે બિલાડીઓ અને કૂતરાઓની જેમ લડ્યા કરે છે, તેઓ લડે છે, "હું બિલાડી છું, તું કૂતરો છે. તું કૂતરો છે, હું બિલાડી છું." બસ તેટલું જ. તો આ પડકાર છે, કે "તમે બધા ધૂર્તો છો," તે ખૂબ કઠોર શબ્દ છે, પણ તે વાસ્તવમાં હકીકત છે. તે હકીકત છે. તે એક ક્રાંતિકારી આંદોલન છે. આપણે બધાને પડકાર આપીએ છીએ કે "તમે બધા ગધેડાઓ અને ગાય અને પશુઓનો સમૂહ, કારણકે તમને આ શરીરની પરે કોઈ જ્ઞાન નથી." તેથી એમ કહેવાયેલું છે... આ તાત્પર્યમાં, મેં વિશેષ રીતે કહેલું છે. "કારણકે તેમને આત્માનું ખૂબ ઓછું જ્ઞાન છે, તે બધા બુદ્ધિશાળી નથી." મેં મોટા મોટા પ્રોફેસરો સાથે વાત કરી છે. મોસ્કોમાં, તે સજ્જન, પ્રોફેસર કોટોવસ્કી, તેમણે કહ્યું, "સ્વામીજી, મૃત્યુ પછી, કઈ પણ નથી. બધું પૂરું થઇ જાય છે." અને તે દેશમાં એક મોટો પ્રોફેસર છે. તો આધુનિક સભ્યતાની આ ખામી છે, કે આખો સમાજ બિલાડીઓ અને કુતરાઓ દ્વારા શાસિત થાય છે, વાસ્તવમાં. તો કેવી રીતે સુખ અને શાંતિ હોઈ શકે? તે શક્ય નથી. અંધા યથાન્ધૈર ઉપનિયનમાના:

આંધળો વ્યક્તિ બીજા આંધળા વ્યક્તિનું નેતૃત્વ કરે છે. જો વ્યક્તિને જોવા માટે આંખો છે, તે સેંકડો અને હજારો માણસોનું નેતૃત્વ કરી શકે છે, "કૃપા કરીને મારી સાથે આવો. હું તમને રસ્તો પાર કરાવીશ." પણ જે વ્યક્તિ નેતૃત્વ કરે છે, જો તે સ્વયમ આંધળો છે, કેવી રીતે તે બીજા વ્યક્તિઓનું નેતૃત્વ કરી શકશે? અંધા યથાન્ધૈર ઉપનિયનમાના: તો ભાગવત, કોઈ તુલના નથી. હોઈ જ ન શકે. તે દિવ્ય વિજ્ઞાન છે. અંધા યથાન્ધૈર ઉપનિયનમાના: તે અપીશ તંત્ર્યમ ઉરૂ દામ્ની બદ્ધ: (શ્રી.ભા. ૭.૫.૩૧). ઈશ-તંત્ર્યમ, આ આંધળા નેતાઓ, તેઓ ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા બંધાયેલા છે, અને તેઓ સલાહ આપે છે. તેઓ કેવા પ્રકારની સલાહ આપી શકે?