GU/Prabhupada 0371 - 'આમાર જીવન' પર તાત્પર્ય: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0370 - જ્યાં સુધી મારો પ્રશ્ન છે, હું કોઈ શ્રેય નથી લેતો|0370|GU/Prabhupada 0501 - જ્યાં સુધી આપણે કૃષ્ણ ભાવનામૃતને અપનાવતા નથી, ત્યાં સુધી આપણે ચિંતમુક્ત ના થઈ શકીએ|0501}}
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0370 - જ્યાં સુધી મારો પ્રશ્ન છે, હું કોઈ શ્રેય નથી લેતો|0370|GU/Prabhupada 0372 - 'અનાદિ કર્મ ફલે' પર તાત્પર્ય|0372}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 16: Line 16:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|lRFioev-G0Q|'આમાર જીવન' નું તાત્પર્ય<br /> - Prabhupāda 0371}}
{{youtube_right|Cxu5XLQAPkQ|'આમાર જીવન' નું તાત્પર્ય<br /> - Prabhupāda 0371}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 22:34, 6 October 2018



Purport to Amara Jivana in Los Angeles

આમાર જીવન સદા પાપે રત નાહીકો પુણ્યેર લેશ. આ ગીત શ્રીલ ભક્તિવિનોદ ઠાકુર દ્વારા વૈષ્ણવ નમ્રતામાં ગાવામાં આવેલું છે.

એક વૈષ્ણવ હંમેશા તુચ્છ અને નમ્ર હોય છે. તો તેઓ સામાન્ય લોકોના જીવનનું વર્ણન કરે છે, અને પોતાને તેમનામાંથી એક ગણે છે. સામાન્ય લોકો અહીં કરેલા વર્ણનની જેમ છે.

તેઓ કહે છે કે "મારૂ જીવન હંમેશા પાપમય કાર્યોમાં પ્રવૃત છે, અને જો તમે શોધવાનો પ્રયત્ન કરશો, તમને લેશ માત્ર પણ પુણ્ય નહી મળે. માત્ર પાપમય કાર્યોથી પૂર્ણ. અને હું હંમેશા બીજા જીવોને કષ્ટ આપવામાં આગળ છું. તે મારૂ કાર્ય છે. મારી ઈચ્છા છે કે બીજા લોકો દુઃખી રહે, અને હું સુખી રહું." નિજ સુખ લાગી પાપે નહીં ડોરી. "મારા પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, હું કોઈ પણ પાપમય કૃત્યો કરવામાં પરવાહ નહી કરું. તેનો અર્થ છે કે હું કોઈ પણ પાપમય કૃત્યને સ્વીકારી શકું છું જો તે મારા ઇન્દ્રિયોને સંતુષ્ટ કરે." દયા હીન સ્વાર્થ પરો. "હું બિલકુલ કૃપાળુ નથી, અને હું મારા પોતાના સ્વાર્થને જ જોઉ છું." પર સુખે દુઃખી "અને, જ્યારે બીજા લોકો દુઃખી હોય છે, ત્યારે હું આનંદ અનુભવું છું, અને હંમેશા અસત્ય બોલું છું," સદા મિથ્યા-ભાષી. "સામાન્ય વસ્તુઓ માટે પણ મને જૂઠું બોલવાની આદત છે." પર-દુઃખ સુખ કરો. "અને જો કોઈ વ્યક્તિ દુઃખી છે, તે મને ખૂબજ પ્રસન્નતા આપે છે." અશેષ કામના હ્રદી માઝે મોર. "મારા હ્રદયમાં કેટલી બધી ઈચ્છાઓ છે, અને હું હંમેશા ક્રોધી અને દંભી છું, હંમેશા અહંકારથી મદ-મત્ત છું." મદ-મત્ત સદા વિષયે મોહિત. "હું ઇન્દ્રિય તૃપ્તિના વિષયોમાં આકર્ષિત છું, અને હું લગભગ પાગલ છું." હિંસા-ગર્વ વિભૂષણ. "અને મારા અલંકાર દ્વેષ અને અહંકાર છે." નિદ્રાલસ્ય હત સુકારજે બિરત. "અને હું નિદ્રા અને આલસ્યથી પરાજિત થઇ ગયો છું," સૂકારજે બિરત, "અને હું હંમેશા પુણ્ય કાર્ય કરવાના વિરોધમાં છું," અકાર્યે ઉદ્યોગી આમિ, "અને હું પાપમય કૃત્યો કરવામાં ખૂબજ ઉત્સાહી છું." પ્રતિષ્ઠા લાગીયા સાઠ્ય આચરણ, "હું હંમેશા બીજાને છેતરપિંડી કરું છું મારી પ્રતિષ્ઠા માટે." લોભ હત સદા કામી, "હું હંમેશા લોભ અને કામવાસના દ્વારા પરાજિત છું." એ હેનો દુર્જન સજ્જન વર્જિત, "હું એટલો પતિત છું, અને મારે કોઈ ભક્તોનો સંગ પણ નથી." અપરાધી, "અપરાધી," નિરંતર, "હંમેશા." શુભ-કાર્જ-શૂન્ય, "મારા જીવનમાં, થોડું પણ શુભ કાર્ય નથી," સદાનર્થ મન:, "અને મારું મન હંમેશા ઉપદ્રવી કર્યો પ્રતિ આકર્ષિત છે." નાના દુઃખ જરા જરા. "તેથી મારા જીવનના અંતિમ સમયમાં, હું આ બધા કષ્ટોથી લગભગ નકામો બની ગયો છું." બાર્ધક્યે એખોન ઉપાય વિહિન, "મારી વૃદ્ધ અવસ્થામાં હવે મારી પાસે બીજો કોઈ પણ ઉપાય નથી," તા'ટે દિન અકિંચન, "તેથી મજબૂરીથી, હું નમ્ર અને તુચ્છ બની ગયો છું." ભક્તિવિનોદ પ્રભુર ચરણે, "આ રીતે ભક્તિવિનોદ ઠાકુર અર્પણ કરે છે, તેમના જીવનના કાર્યોનું વિધાન શ્રી ભગવાનના ચરણ કમળે."