GU/Prabhupada 0370 - જ્યાં સુધી મારો પ્રશ્ન છે, હું કોઈ શ્રેય નથી લેતો



Conversation with Prof. Kotovsky -- June 22, 1971, Moscow

કોઈ પણ રૂઢિવાદી હિન્દુ આવી શકે છે, પણ અમારી પાસે અમારા હથિયાર છે, વૈદિક પ્રમાણ. તો કોઈ પણ આવ્યું નથી. પણ ખ્રિસ્તી પાદરી પણ... અમેરિકામાં ખ્રિસ્તી પાદરીઓ પણ, તેઓ મને પ્રેમ કરે છે. તેઓ કહે છે કે "આ છોકરાઓ, અમારા છોકરાઓ, તે અમેરિકન છે, તે ખ્રિસ્તી છે, તે યહૂદી છે. અને આ છોકરાઓ ભગવાનની પાછળ એટલા પડી ગયા છે, અને અમે તેમનો ઉદ્ધાર ન હતા કરી શક્યા?" તેઓ સ્વીકારે છે. તેમના પિતા, તેમના માતા પિતા, મારી પાસે આવે છે. તે પણ દંડવત પ્રણામ અર્પણ કરીને કહે છે, "સ્વામીજી, તે અમારું મહાભાગ્ય છે કે તમે આવ્યા છો. તમે ભગવદ ભાવનામૃત શીખવાડો છો." તો બીજી બાજુ, મને બીજા દેશોમાંથી સારું સ્વાગત મળ્યું છે. અને ભારતમાં પણ, જેમ કે તમે ભારત વિશે પૂછ્યું છે, બીજા બધા પંથો, તે માને છે કે, મારા પહેલા, સેંકડો સ્વામીઓ ત્યાં ગયા હતા, પણ તેઓ એક વ્યક્તિને પણ કૃષ્ણ ભાવનામૃતમાં બદલી ના શક્યા. તેઓ માને છે. અને જ્યા સુધી મારો પ્રશ્ન છે, હું પોતે કોઈ શ્રેય નથી લેતો. પણ મને વિશ્વાસ છે કે કારણકે હું વૈદિક જ્ઞાનને તેના મૂળ રૂપમાં પ્રસ્તુત કરું છું, કોઈ ભેળસેળ વગર, તે અસરકારક નીવડી રહ્યું છે. તે મારું યોગદાન છે. જેમ કે જો તમારી પાસે સાચી દવા છે અને જો તમે તેને એક રોગીને આપો છો, ત્યારે તમને ખાતરી હોવી જોઈએ કે તેના રોગનું નિવારણ થઇ જશે.