GU/Prabhupada 0379 - 'દશાવતાર સ્તોત્ર' પર તાત્પર્ય - ભાગ ૧: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:GU-Quotes - Purports to Songs]]
[[Category:GU-Quotes - Purports to Songs]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0378 - 'ભૂલીયા તોમારે' પર તાત્પર્ય|0378|GU/Prabhupada 0380 - 'દશાવતાર સ્તોત્ર' પર તાત્પર્ય - ભાગ ૨|0380}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 13: Line 16:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|wyhkMoVCbmI|'દશાવતાર સ્તોત્ર' પર તાત્પર્ય - ભાગ ૧<br />- Prabhupāda 0379}}
{{youtube_right|1K0YbZ-opio|'દશાવતાર સ્તોત્ર' પર તાત્પર્ય - ભાગ ૧<br />- Prabhupāda 0379}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 22:35, 6 October 2018



Purport to Dasavatara Stotra, CD 8

પ્રલય પયોધી જલે ધૃતવાન અસિ વેદમ. આ ભજન ગાવામાં આવ્યું છે, એક મહાન વૈષ્ણવ કવિ, જયદેવ ગોસ્વામી દ્વારા. તાત્પર્ય છે કે જ્યારે પ્રલય હતો, આખું બ્રહ્માણ્ડ પાણીમાં ડૂબેલું હતું. આ ભૌતિક જગતનો અંતિમ વિનાશ થશે, સૌ પ્રથમ,. કોઈ પાણી નહીં હોય, પૃથ્વી પરનું બધુ જ પાણી સૂર્યની અસહ્ય ગરમીથી સુકાઈ જશે. વર્તમાન સમય કરતાં સૂર્ય બાર ગણો વધુ શક્તિશાળી બનશે. તે રીતે, બધુ પાણી બાષ્પીભવન થશે, દરિયા અને મહાસાગર બધા જ બાષ્પીભવન થઈ જશે. તેથી પૃથ્વી પરના બધ જ જીવો મૃત્યુ પામશે, અને પછી, અસહ્ય ગરમીને કારણે, વ્યાવહારિક રીતે બધી જ વસ્તુ રાખમાં પરિવર્તિત થઈ જશે. પછી સો વર્ષ માટે વર્ષા થશે, મુશળધાર, જેમ કે હાથીની સૂંઢ, અને પછી આખું બ્રહ્માણ્ડ પાણીથી ભરાઈ જશે. તેને પ્રલય પયોધી કહેવાય છે. પ્રલયકાળે, આખું બ્રહ્માણ્ડ... જેમ કે અત્યારે હવાથી ભરેલું છે, તે સમયે પાણીથી ભરાઈ જશે.

તો તે સમયે, ભગવાન દ્વારા એક વેદોને એક હોડી પર બચાવવામાં આવશે, અને હોડીને એક મોટી માછલીની પાંખો પર બાંધવામાં આવશે. તે મહાન માછલી કૃષ્ણનો અવતાર છે. તેથી તેઓ પાર્થના કરી રહ્યા છે, કેશવ ધૃત મીન શરીર જય જગદીશ. તો મીન શરીર. પછી છે ક્ષિતીર ઈહ વિપુલતરે તિષ્ઠતી તવ પૃષ્ઠે ધરણી ધારણ કીણ ચક્ર ગરીષ્ઠે. તો સમુદ્ર મંથન હતું, પછીનો અવતાર કાચબાનો છે. કાચબાની પીઠ પર મેરુ પર્વતને સ્થિત કરવામાં આવ્યો હતો, અથવા દુનિયા કાચબાની પીઠ પર સ્થિર થશે. આ બીજો અવતાર છે. પ્રથમ માછલી, અને પછી કાચબો.

પછી વરાહ અવતાર. એક રાક્ષસ, હિરણ્ય, હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. તો તેણે તેના રાક્ષસી કાર્યોથી પૃથ્વીને ગર્ભો સુમુદ્રમાં નાખી દીધી હતી. આ બ્રહ્માણ્ડમાં એક સમુદ્ર છે. અડધું બ્રહ્માણ્ડ ગર્ભોસમુદ્રથી ભરાયેલું છે, જેના પર ગર્ભોદકશાયી વિષ્ણુ રહે છે, અને તેમનામાથી એક કમળની દાંડી બહાર આવે છે, જ્યાં બ્રહ્માનો જન્મ થાય છે. તો બધા જ ગ્રહો આ મૂળ દાંડીની વિભિન્ન દાંડીઓ તરીકે લટકી રહ્યા છે, જે મૂળ દાંડી ગર્ભોદકશાયી વિષ્ણુના પેટમાથી બહાર આવે છે. તો હિરણ્યાક્ષ નામનો એક રાક્ષસ, તેણે આ પૃથ્વીને આ જળમાં મૂકી હતી, અને તે સમયે, ભગવાન વરાહ અવતાર તરીકે આવ્યા હતા. વરાહ અવતાર બ્રહ્માના નાકમાથી એક નાના અવતાર તરીકે આવ્યા હતા, અને જ્યારે બ્રહ્માએ તેને તેમના હાથમાં લીધા, તેઓ વધવા માંડ્યા. આ રીતે તેમણે એક વિશાળકાય શરીર ગ્રહણ કર્યું, અને તેમના દંતશૂળ વડે, તેમણે ગર્ભો મહાસાગરના જળમાથી પૃથ્વીને ઉપાડી. તેને કહેવાય છે કેશવ ધૃત વરાહ રૂપ.

પછી છે તવ કર કમલ વરે નખમ અદ્ભુત શૃંગમ દલિત હિરણ્યકશિપુ તનુ ભૃંગમ. હિરણ્યકશિપુ, તે બીજો રાક્ષસ હતો કે જેને અમર બનવું હતું. તો તેણે બ્રહ્મા પાસેથી વરદાન લીધું કે તે જમીન પર નહીં મરે, આકાશમાં કે પાણીમાં નહીં મરે. તો, બ્રહ્મા દ્વારા આપેલા વરદાનને તેવું જ રાખવા માટે... ભગવાન કૃષ્ણ તેમના ભક્તના શબ્દોનું માન રાખે છે. તો બ્રહ્માએ તેને વરદાન આપ્યું, "હા, તું જમીન, પાણી, કે આકાશમાં નહીં મરે." પણ નરસિંહ દેવ અડધા-મનુષ્ય, અડધા-માણસ તરીકે અવતરિત થયા, કારણકે હિરણ્યકશિપુએ બ્રહ્મા પાસેથી તે પણ વરદાન લીધું હતું કે તેનો વધ કોઈ મનુષ્ય કે પ્રાણી દ્વારા નહીં થાય. તો તેમણે એવું રૂપ લીધું કે જે તમે કહી ના શકો કે માણસ છે કે પ્રાણી છે, અને તેમણે રાક્ષસને તેમના ખોળામાં લીધો, જે જમીન, પાણી કે આકાશ નથી. અને તેની ઈચ્છા હતી કે તે કોઈ પણ હથિયારથી ના મરાય. તેથી ભગવાને તેને તેમના નખોથી માર્યો. નખને હથિયાર નથી ગણવામાં આવતું. આ રીતે, તે બ્રહ્માને છેતરવા ઈચ્છતો હતો, પણ ભગવાન એટલા બુદ્ધિશાળી છે કે તેમણે હિરણ્યકશિપુને છેતર્યો, અને તેનો વધ કર્યો. કેશવ ધૃત નરહરિ રૂપ. દલિત હિરણ્યકશિપુ તનુ ભૃંગમ. જેમ કે આપણા નખોથી, આપણે કોઈ જીવડાને મારી શકીએ. એક કીડી લો, તમે તેના બે ટુકડા કરી શકો. તેવી જ રીતે, હિરણ્યકશિપુ એટલો વિશાળકાય રાક્ષસ હતો, તેની એક નાનકડા કીડા સાથે સરખામણી કરી છે, અને તેની હત્યા ભગવાનના નખો દ્વારા કરવામાં આવી.