GU/Prabhupada 0380 - 'દશાવતાર સ્તોત્ર' પર તાત્પર્ય - ભાગ ૨



Purport to Dasavatara Stotra, CD 8

પછીના અવતાર છે વામનદેવ. આ વામનદેવ, એક ઠીંગણા, તેઓ બલી મહારાજ પાસે ગયા અને તેમની પાસેથી ત્રણ પગ જમીન માંગી, અને બલી મહારાજના ગુરુ, શુક્રાચાર્યે, તેમને પ્રેર્યા વચન ના આપવા માટે કારણકે તેઓ વિષ્ણુ છે. પણ બલી મહારાજ વિષ્ણુને કઈક અર્પણ કરીને બહુ જ સંતુષ્ટ હતા, તેમણે ગુરુ સાથે સંબંધ થોડી નાખ્યો, કારણકે તેમણે વિષ્ણુની સેવા કરવાની ના પાડી. તેથી બલી મહારાજ મહાજનોમાથી એક છે. કોઈ પણ વિષ્ણુની ભક્તિને રોકી ના શકે. જો કોઈ વ્યક્તિ રોકે, તે ગુરુ હોઈ શકે છે, તે પિતા હોઈ શકે છે, તે સંબંધી હોઈ શકે છે, તેનો અસ્વીકાર થવો જોઈએ, તરત જ. તેથી બલી મહારાજ એક મહાજન છે. તેમણે આ ઉદાહરણ બતાવ્યુ: કારણકે તેમના ગુરુએ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાના માર્ગ પર અવરોધ ઊભો કર્યો, તેમણે તેમના ગુરુ સાથે સંબંધ તોડી નાખ્યો. તો આ પદ્ધતિથી ભગવાને ભિક્ષા માંગી, પણ તેઓ માંગતા ન હતા, વ્યાવહારિક રીતે તેઓ છેતરતા હતા. પણ બલી મહારાજ ભગવાન દ્વારા છેતરાવા માટે સહમત થયા. તે ભક્તનું લક્ષણ છે. ભક્ત ભગવાનના કોઈ પણ કાર્યમાં સહમત થાય છે, અને બલી મહારાજે જોયું કે ભગવાન છેતરવા ઈચ્છે છે. ત્રણ પગ જમીન માંગીને, તેઓ આખું બ્રહ્માણ્ડ લઈ લેશે, તો તે સહમત થયા. અને બે પગથી આખું બ્રહ્માણ્ડ ઉપર અને નીચેથી લઈ લીધું. પછી વામનદેવે તેમને પૂછ્યું કે ત્રીજો પગ ક્યાં રાખું? તો બલી મહારાજ સહમત થયા, "મારા ભગવાન, તમારો પગ મારા માથે રાખો, મારી પાસે હજુ પણ મારૂ શરીર છે." આ રીતે તેમણે ભગવાન વિષ્ણુ, વામનદેવ, ને ખરીદી લીધા, અને વામનદેવ બલી મહારાજના દ્વારપાલ તરીકે રહ્યા. તો બધુ જ આપીને, સર્વાત્મ સ્નપને બલી, તેમણે ભગવાનને બધુ જ આપી દીધું, અને તે આપીને, તેમણે ભગવાનને ખરીદી લીધા. તેઓ સ્વૈછિક રીતે બલી મહારાજના દ્વારપાલ બનીને રહ્યા. તો, ચલયસી વિક્રમને બલિમ અદ્ભુત વામન પદ નખ નીર જનિત જન પવન, જ્યારે વામનદેવે તેમના પગ વિસ્તરીત કર્યા, તેમના અંગૂઠાથી બ્રહ્માણ્ડના આવરણમાં એક ખાડો પડી ગયો, અને તે ખાડામાથી વૈકુંઠમાથી ગંગા નદી નીકળી. પદ નખ નીર જાનીત, અને તે ગંગા નદીનું પાણી બ્રહ્માણ્ડમાં વહેવા માંડ્યુ, દરેક જગ્યાને પવિત્ર કરતું, જ્યાં પણ ગંગાનું પાણી છે. પદ નખ નીર જનિત જન પવન.

પછીના અવતાર છે ભૃગુપતિ, પરશુરામ. પરશુરામ શક્ત્યાવેશ અવતાર છે. તો તેમણે, એકવીસ વાર, ક્ષત્રિયોનો વધ કર્યો. તો પરશુરામના ભયથી, બધા જ ક્ષત્રિયો, તેઓ યુરોપમાં સ્થાનાંતર કરી ગયા, તેવું કહેવાય છે ઇતિહાસમાં, મહાભારતમાં. તો એકવીસ વાર તેમણે ક્ષત્રિયો પર આક્રમણ કર્યું. તેઓ બરાબર કાર્ય કરતાં ન હતા, તો તેમને મારવા માટે, અને કુરુક્ષેત્રમાં એક મોટી ટાંકી છે જ્યારે બધુ લોહી એકત્ર કરવામાં આવ્યું. પછીથી તે પાણી બની ગયું. તો ક્ષત્રિય રુધિર, દુખી પૃથ્વીને શાંત પાડવા, તેમણે પૃથ્વીને ક્ષત્રિયોના લોહીમાં ડૂબાડી, સ્નપયસી પયસી સમિત ભવ તપમ.

વિતરસી દિક્ષુ રને દિક પતિ કમનીયમ દસ મુખ મૌલિ બલિમ રમનીયમ. પછીના અવતાર છે રામચંદ્ર. તો રાવણ, દસ માથાઓ સાથે, તેણે ભગવાનને પડકાર આપ્યો, અને ભગવાન રામચંદ્રે પડકાર સ્વીકાર્યો અને તેનો વધ કર્યો. પછી વહસી વપુસી વિસદે વસનમ જલદભમ હલ હતી ભીતિ મિલિત યમુનભમ. જ્યારે બલદેવ ઇચ્છતા હતા કે યમુના તેમની નજીક જાય, તો તે જતી હતી નહીં. તેથી તેમના હળથી તેઓ ધરતીના બે ટુકડા કરવા જઈ રહ્યા હતા, અને તે સમયે યમુના શરણાગત થઈ, અને તે ભગવાનની નજીક આવી. હલ હતી ભીતિ યમુના, હલ હતી ભીતિ મિલિત યમુનભમ, યમુનાને ભગવાન બલદેવ દ્વારા દંડ મળ્યો. કેશવ ધૃત હલધર રૂપ, હલ, હલધર મતલબ હળ, હલધર રૂપ જય જગદીશ હરે.

પછી, બુદ્ધ, ભગવાન બુદ્ધ. નિંદસી યજ્ઞ વિધેર અહહ શ્રુતિ જતામ. ભગવાન બુદ્ધે વેદિક કથનોનો અસ્વીકાર કર્યો, કારણકે તેમનું મિશન હતું પ્રાણી-હત્યા રોકવી, અને વેદોમાં, અમુક યજ્ઞોમાં, પ્રાણી હત્યાનું વર્ણન છે. તો જે લોકો વેદોના નિયમોના કહેવાતા અનુયાયીઓ છે, તે લોકો બુદ્ધદેવના પ્રાણીહત્યા રોકવાના મિશનને બંધ કરાવવા ઇચ્છતા હતા, તો તેથી જ્યારે લોકોને વેદોમાથી સાબિતી આપવી હતી, કે વેદોમાં વર્ણન છે, યજ્ઞોમાં પ્રાણી-હત્યાની છૂટ છે, તમે કેમ રોકી રહ્યા છો? તેમણે, નિંદસી, તેમણે વખોડી કાઢ્યા. અને તેમણે વેદોની અધિકૃતતાને વખોડી, તેથી બુદ્ધ સિદ્ધાંતનો ભારતમાં સ્વીકાર નથી થતો. નાસ્તિક, જે પણ વેદોની અધિકૃતતાને નકારે છે, તે નાસ્તિક કહેવાય છે, અવિશ્વાસુ. વેદોનું અપમાન ના થઈ શકે. તો આ રીતે, ભગવાન બુદ્ધ, નિર્દોષ પ્રાણીઓને બચાવવા માટે, તેમણે ક્યારેક વેદોની આજ્ઞાને વખોડી કાઢી. કેશવ ધૃત બુદ્ધ શરીર જય જગદીશ.

પછીના અવતાર છે કલકી અવતાર. આપણે રાહ જોઈ રહ્યા છે, આ સમયથી ચાર લાખ વર્ષ પછી, કલકી અવતાર આવશે, અને તેઓ ઘોડેસવારી કરશે તલવાર સાથે, એક રાજાની જેમ, તેઓ ફક્ત આ અવિશ્વાસુ, નાસ્તિકોને મારતા જ જશે. કોઈ પ્રચાર નહીં થાય. જેમ બીજા અવતારોમાં પ્રચાર હોય છે, કલકી અવતારમાં જગતના લોકો એટલા બધા પશુ જેવા થઈ જશે, કે ભગવાન શું છે કે આધ્યાત્મિકતા શું છે તે સમજવાની શક્તિ જ નહીં રહે. અને તે છે જ, કલિયુગમાં. તે વધશે. લોકોને આ સિદ્ધાંત, ભગવદ ભાવનામૃત સમજવાની કોઈ શક્તિ નહીં રહે. તો તે સમયે તેમને માર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે, અને પછી બીજો સત્યયુગ આવશે. તે રીત છે (અસ્પષ્ટ).