GU/Prabhupada 0420 - એવું ના વિચારો કે તમે આ જગતના દાસ છો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture & Initiation -- Seattle, October 20, 1968

પ્રભુપાદ: (યજ્ઞ માટે મંત્રો ઉચ્ચારે છે, ભક્તો પણ બોલે છે) આભાર. હવે મને માળા આપો. માળા. કોઈ વ્યક્તિ... (પ્રભુપાદ માળા પર જપ કરે છે, ભક્તો જપ કરે છે) તમારું નામ શું છે?

બિલ: બિલ.

પ્રભુપાદ: તો તમારું આધ્યાત્મિક નામ છે વિલાસ વિગ્રહ. વિલાસ વિગ્રહ. વિ-આઈ-એલ-એ-એસ-વિ-આઈ-જી-આર-એ-એચ-એ. વિલાસ વિગ્રહ. તમે અહીથી શરૂ કરો, મોટા મણકાથી: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. આ આંગળી અડવી ના જોઈએ. તેવી જ રીતે પછીની. આ રીતે તમે આ બાજુએ આવો છો, ફરીથી શરૂ કરો અહીથી પેલી બાજુએ. તમારા ગુરુભાઈઓ તમને શીખવાડશે. અને દસ પ્રકારના અપરાધો છે જે તમે ટાળશો. તે હું સમજાવીશ. તમારી પાસે કાગળ છે, તે દસ પ્રકારના અપરાધો?

ભક્ત: હા. પ્રભુપાદ:

પ્રણામ કરો. (શબ્દ પછી શબ્દ વિલાસ વિગ્રહ પુનરાવર્તન કરતાં)

નમ ૐ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રેષ્ઠય ભૂતલે
શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીન ઈતિ નામીને

હરે કૃષ્ણનો જપ કરો અને ખુશ રહો. આભાર. હરે કૃષ્ણ. (ભક્તો જપ કરે છે) તમારું નામ?

રોબ: રોબ.

પ્રભુપાદ: રોબ. તો તમારું આધ્યાત્મિક નામ છે રેવતીનંદન. આર-ઈ-વિ-એ-ટી-આઈ, રેવતી, નંદન, એન-એ-એન-ડી-એ-એન. રેવતીનંદન મતલબ રેવતીના પુત્ર. રેવતી વસુદેવની એક પત્ની હતી, કૃષ્ણની સાવકી માતા. અને બલરામ તેમના પુત્ર હતા. તો રેવતીનંદન મતલબ બલરામ. રેવતીનંદન દાસ બ્રહ્મચારી, તમારું નામ. અહીથી જપ કરવાનું શરૂ કરું અને પછી તે રીતે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે. પછી બીજું. આ રીતે, તમે આ બાજુએ આવો છો, ફરીથી અહીથી શરૂ કરો. તમારા ગુરુભાઈઓ શીખવાડશે. પ્રણામ કરો. પ્રણામ કરો. (શબ્દ પછી શબ્દ રેવતીનંદન પુનરાવર્તન કરતાં)

નમ ૐ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે
શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીન ઈતિ નામીને હરે

તમારી માળા લો. શરૂ કરો. જપ કરો. (ભક્તો જપ કરે છે) આ શેનું બનેલું છે? ધાતુ? તે આટલું બધુ વજનદાર કેમ છે, આ?

યુવક: તે એક બીજ છે, સ્વામીજી.

પ્રભુપાદ: ઓહ, તે બીજ છે? તે બીજ શું છે?

યુવક: હું નથી જાણતો. એક મોટું બીજ.

પ્રભુપાદ: તે બહુ વજનદાર છે. જેમ કે બુલેટ. કૃષ્ણ બુલેટ. (હાસ્ય) (ભક્તો જપ કરે છે) તો તમારું આધ્યાત્મિક નામ છે શ્રીમતી દાસી. શ્રીમતી. એસ-આર-આઈ-એમ-એ-ટી-આઈ. શ્રીમતી દાસી. શ્રીમતી મતલબ રાધારાણી.

શ્રીમતી: મતલબ શું?

પ્રભુપાદ: શ્રીમતી મતલબ રાધારાણી. તો રાધારાણી દાસી મતલબ તમે રાધારાણીના સેવક છો. એવું ના વિચારો કે તમે આ જગતના સેવક છો. (મંદ હાસ્ય કરે છે) રાધારાણીની દાસી બનવું બહુ જ ભાગ્યશાળી છે. હા. તો શ્રીમતી દાસી, તમારું નામ. તો તમે અહીથી જપની શરૂઆત કરશો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે. પછી બીજું. આ રીતે આ બાજુ આવો અને ફરીથી ચાલુ કરો. ઓછામાં ઓછી સોળ માળા. (શબ્દ પછી શબ્દ શ્રીમતી પુનરાવર્તન કરે છે)

નમ ૐ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે
શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીન ઈતિ નામીને

ઠીક છે. લો. ખુશ રહો.

શ્રીમતી: હરે કૃષ્ણ.

પ્રભુપાદ: તો તે કાગળ ક્યાં છે, દસ પ્રકારના અપરાધો? તે કાગળ ક્યાં છે? જપના ત્રણ સ્તર હોય છે. તે શું છે?

યુવક: તેણે આ ચિત્ર દોર્યું છે.

પ્રભુપાદ: ઓહ, તમે આ દોર્યું છે? સરસ. બહુ જ સુંદર. ખૂબ ખૂબ આભાર.

જાહનવા: આપના આશીર્વાદ સાથે, શું તમે આ શેરોનને આપશો? શું તમે આ શેરોનને તમારા આશીર્વાદ સાથે આપશો?

યુવક: શ્રીમતી દાસી.

પ્રભુપાદ: ઓહ. તે એક પ્રસ્તુતિ છે.

શ્રીમતી: આપનો આભાર.