GU/Prabhupada 0436 - દરેક સંજોગોમાં પ્રફ્ફુલિત અને ફક્ત કૃષ્ણ ભાવનામૃતમાં રુચિ

Revision as of 22:45, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968

ભક્ત: શ્લોક ૧૧, ભગવાને કહ્યું: "શિક્ષિત શબ્દો બોલતા તું શોક કરી રહ્યો છે તેના માટે જે શોક કરવાને યોગ્ય નથી. જે લોકો ડાહ્યા હોય છે તે જીવિત અથવા મૃત માટે શોક નથી કરતાં (ભ.ગી. ૨.૧૧)." તાત્પર્ય: "ભગવાને તરત જ એક શિક્ષકનું પદ લીધું અને તેમના વિદ્યાર્થીને ઠપકો આપ્યો, તેને પરોક્ષ રીતે એક મૂર્ખ કહીને. ભગવાને કહ્યું, "તું એક શિક્ષિત માણસ તરીકે વાત કરી રહ્યો છે, પણ તું જાણતો નથી કે જે શિક્ષિત હોય છે, જે વ્યક્તિ જાણે છે કે શરીર શું છે અને આત્મા શું છે, તે શરીરના કોઈ પણ સ્તર માટે પસ્તાવો નથી કરતો, ન તો જીવિત કે ન તો મૃત અવસ્થામાં." જેમ પાછલા અધ્યાયમાં સમજાવેલું છે, તે સ્પષ્ટ થશે કે જ્ઞાન મતલબ પદાર્થ અને આત્મા અને તે બંનેના નિયંત્રકને સમજવું. અર્જુને દલીલ કરી કે ધાર્મિક સિદ્ધાંતોને રાજનીતિ અથવા સમાજવાદ કરતાં વધુ મહત્વ આપવું જોઈએ, પણ તે જાણતો ન હતો કે પદાર્થ, આત્મા અને પરમ ભગવાનનું જ્ઞાન ધાર્મિક ઔપચારિકતાઓ કરતાં વધુ મહત્વનુ છે. અને કારણકે તેનામાં તે જ્ઞાનની ખોટ હતી, તેણે પોતાને એક બહુ શિક્ષિત માણસ તરીકે બતાવવો ના જોઈએ. કારણકે તે એક બહુ શિક્ષિત માણસ લાગતો હતો નહીં, તે પછીથી પસ્તાવો કરતો હતો એવી વસ્તુ માટે જે પસ્તાવાને યોગ્ય ન હતી. શરીર જન્મે છે અને તે આજે અથવા કાલે નાશ થવા માટે બાધ્ય છે. તેથી શરીર આત્મા જેટલું મહત્વનુ નથી. જે વ્યક્તિ આ જાણે છે તે વાસ્તવમાં શિક્ષિત છે. તેના માટે ભૌતિક શરીરના કોઈ પણ સ્તર પર પસ્તાવાનું કોઈ કારણ નથી."

પ્રભુપાદ: તેઓ કહે છે, કૃષ્ણ કહે છે, કે "આ શરીર, ક્યાં તો મૃત અથવા જીવિત, માં પસ્તાવા જેવુ કઈ નથી." મૃત શરીર, ધારોકે જ્યારે એક શરીર મૃત છે, તેનું કોઈ મૂલ્ય નથી. પસ્તાવાનું કારણ શું છે? તમે ઘણા હજારો વર્ષો સુધી પસ્તાઈ શકો છો, તે જીવિત નથી થવાનું. તો મૃત શરીર પર પસ્તાવાનું કોઈ કારણ જ નથી. અને જ્યાં સુધી આત્માનો પ્રશ્ન છે, તે શાશ્વત છે. જો તે મૃત જેવુ લાગે પણ છે, અથવા આ શરીરની મૃત્યુ સાથે, તે મરતું નથી. તો શા માટે વ્યક્તિએ ભાવુક થવું જોઈએ, "ઓહ, મારા પિતા મૃત્યુ પામ્યા છે, મારા ફલાણા અને ફલાણા સંબંધી મૃત્યુ પામ્યા છે," અને રડે છે? તે મૃત નથી. આ જ્ઞાન વ્યક્તિ પાસે હોવું જ જોઈએ. પછી તે બધા જ પ્રસંગે આનંદિત રહેશે, અને તે ફક્ત કૃષ્ણ ભાવનામૃતમાં રુચિ લેશે. શરીર, મૃત કે જીવિત, માં પસ્તાવા જેવુ કશું છે જ નહીં. તે આ અધ્યાયમાં કૃષ્ણ દ્વારા શિક્ષા આપવામાં આવી રહી છે. આગળ વધો.

ભક્ત: "એવો કોઈ સમય હતો નહીં કે જ્યારે હું અસ્તિત્વમાં હતો નહીં, કે તું, કે આ બધા રાજાઓ. કે નથી ભવિષ્યમાં આપણામાથી કોઈ પણ અસ્તિત્વમાં રહેવાનુ બંધ કરીશું (ભ.ગી. ૨.૧૨)." તાત્પર્ય: "વેદોમાં, કઠ ઉપનિષદમાં, અને શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ, તે કહ્યું છે કે..."

પ્રભુપાદ: (ઉચ્ચારને સુધારતા) શ્વેતાશ્વતર. ઘણા બધા ઉપનિષદો છે, તેમને વેદો કહેવાય છે. ઉપનિષદો વેદોની મુખ્ય વિગતો છે. જેમ કે એક અધ્યાયમાં એક મુખ્ય વિગત હોય છે, તેવી જ રીતે આ ઉપનિષદો વેદોની મુખ્ય વિગતો છે. ૧૦૮ ઉપનિષદો છે, મુખ્ય. તેમાથી, નવ ઉપનિષદો બહુ મહત્વપૂર્ણ છે. તો તે નવ ઉપનિષદોમાથી, શ્વેતાશ્વતર ઉપનિષદ, તૈત્તિરેય ઉપનિષદ, ઐતરેય ઉપનિષદ, ઇશોપનિષદ, ઇશ ઉપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઊંપીશદ, કઠોપનિષદ, આ ઉપનિષદો બહુ જ મહત્વપૂર્ણ છે. અને જ્યારે પણ કોઈ મુદ્દા પર કોઈ દલીલ થાય છે, વ્યક્તિએ આ ઉપનિષદોનો સંદર્ભ આપવો પડે.