GU/Prabhupada 0507 - તમારા પ્રત્યક્ષ અનુભવથી તમે ગણતરી ના કરી શકો

Revision as of 22:57, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.18 -- London, August 24, 1973

હવે તમે એક દિવસની ગણતરી કરીને સમજવાનો પ્રયત્ન કરો કે બ્રહ્માનું આયુષ્ય કેટલું હોય. તમારા સહસ્ર યુગ, આપણે ચાર યુગો હોય છે, સત્ય, ત્રેતા, દ્વાપર, કલિ - આને કહેવાય છે ચાર... આ ગણતરી છે તેતાલીસ લાખ વર્ષો. આ છે કુલ સરવાળો ચાર યુગોનો. અઢાર, બાર, આઠ અને ચાર. કેટલા થાય. અઢાર અને બાર? ત્રીસ, અને પછી આઠ, આડત્રીસ, પછી ચાર. આ કાચી ગણતરી છે. બેતાલીસ, તેતાલીસ. સહસ્ર યુગ પર્યંતમ. ઘણા ઘણા વર્ષો, સહસ્ત્ર યુગ પર્યંતમ અહ: અહ: મતલબ દિવસ. સહસ્ત્ર યુગ પર્યંતમ અહર યદ બ્રહ્મણો વિદુ: (ભ.ગી. ૮.૧૭). આ છે બ્રહ્માનો એક દિવસ. એક દિવસ મતલબ સવારથી સાંજ. તમારી ગણતરીના તેતાલીસ લાખ વર્ષ. તેથી આ વસ્તુઓ શાસ્ત્રથી સમજવાની હોય છે. નહીં તો, તમારી પાસે કોઈ જ્ઞાન નથી. તમે ગણતરી ના કરી શકો. તમે બ્રહ્મા પાસે ના જઈ શકો, તમે ચંદ્ર ગ્રહ પર પણ ના જઈ શકો. અને બ્રહ્મલોક, જે સર્વોચ્ચ છે, તેની વાત જ શું કરવી, આ બ્રહ્માણ્ડનો સૌથી દૂર આવેલો ભાગ. તો તમારા પ્રત્યક્ષ અનુભવ દ્વારા, તમે ગણતરી ના કરી શકો કે ના તમે જઈ શકો. તેઓ અનુમાન કરે છે, આધુનિક અવકાશ વૈજ્ઞાનિકો, તેઓ અનુમાન કરે છે, કે સૌથી ઉપરના ગ્રહ પર જવા માટે, ચાલીસ હજાર વર્ષ લાગે પ્રકાશ વર્ષ પ્રમાણે. પ્રકાશ વર્ષ પ્રમાણે, આપણે પણ ગણતરી છે.

તો આપણે પ્રત્યક્ષ ધારણાથી અનુમાન ના કરી શકીએ, આ ભૌતિક જગતમાં પણ, તો પછી આધ્યાત્મિક જગતની વાત જ શું કરવી. ના... પંથાસ તુ કોટિ શત વત્સર સંપ્રગમ્યો વાયોર અથાપિ માનસો મુનિ પુંગવાનામ (બ્ર.સં. ૫.૩૪). માનસિક વિચારથી, મુનિ પુંગ મતલબ માનસિક તર્કથી. તમે માનસિક તર્ક કરી શકો છો, પણ જો તમે ઘણા સેંકડો અને હજારો વર્ષો સુધી પણ કર્યા કરો, તો પણ ગણતરી કરવી શક્ય નથી. તમારે આ સત્યને શાસ્ત્રથી સ્વીકારવું પડે, નહીં તો તે શક્ય નથી. તેથી કૃષ્ણએ કહ્યું, નિત્યસ્યોક્તા: શરીર ઉક્ત. ઉક્ત મતલબ તે કહેલું છે. એવું નહીં કે "હું આ સિદ્ધાંત પ્રસ્તુત કરું છું," જોકે તેઓ તે કરી શકે છે. તેઓ પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે. આ વિધિ છે. જ્યાં સુધી ઉક્ત નથી, અધિકૃત સત્તા દ્વારા કહેલુ, પૂર્વ અધિકારીઓ, આચાર્યો, તમે કશું કહી ના શકો. આને પરંપરા કહેવાય છે. તમે તમારી બુદ્ધિથી સમજવાની કોશિશ કરો, પણ તમે કોઈ વૃદ્ધિ કે પરિવર્તન ના કરી શકો. તે શક્ય નથી. તેથી તેને કહેવાય છે નિત્યસ્યોક્તા: તે કહ્યું છે, તે પહેલેથી જ છે. તમે વાદ વિવાદ ના કરી શકો. નિત્યસ્યોક્તા: શરીરીણા: અનાશીનો અપ્રમેયસ્ય (ભ.ગી. ૨.૧૮), માપી ના શકાય તેવું.