GU/Prabhupada 0509 - આ લોકો કહે છે કે પ્રાણીઓમાં કોઈ આત્મા નથી

Revision as of 22:57, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.18 -- London, August 24, 1973

પ્રભુપાદ: વિના પશુઘ્નાત (શ્રી.ભા. ૧૦.૧.૪). તે રાજાનું વિધાન છે... તે શું છે?

ભક્ત: યુધિષ્ઠિર.

પ્રભુપાદ: યુધિષ્ઠિર નહીં.

ભક્ત: પરિક્ષિત, પરિક્ષિત મહારાજ.

પ્રભુપાદ: પરિક્ષિત મહારાજ તેમણે કહ્યું હતું કે ભગવાન ભાવનામૃત, કૃષ્ણ ભાવનામૃત, પશુ હત્યારા દ્વારા સમજી ના શકાય. વિના પશુઘ્નાત (શ્રી.ભા. ૧૦.૧.૪). નિવૃત્ત તર્શેર ઉપગીયમાનાત. તમે જોશો કે જેઓ પશુ હત્યારા છે, આ કહેવાતા ખ્રિસ્તી અને મુસ્લિમો, તેઓ સમજી નહીં શકે. તેઓ ફક્ત કટ્ટરપંથી છે. સમજી નહીં શકે કે આત્મા શું છે, ભગવાન શું છે. તેમને કોઈક સિદ્ધાંતો છે અને તેઓ વિચારી રહ્યા છે અમે ધાર્મિક છીએ. શું પાપ છે, શું પુણ્ય કર્મ છે, આ વસ્તુઓ તેઓ સમજી ના શકે કારણકે તેઓ પશુ હત્યારા છે. તે શક્ય નથી. તેથી ભગવાન બુદ્ધે અહિંસાનો પ્રચાર કર્યો. અહિંસા. કારણકે તેમણે જોયું કે સમસ્ત માનવ જાતિ નર્ક તરફ જઈ રહી છે આ પશુ હત્યા દ્વારા. "મને તે બંધ કરવા દે જેથી તેઓ કદાચ, ભવિષ્યમાં, શાંત થાય." સદય હ્રદયા દર્શિત: બે બાજુઓ. સૌ પ્રથમ તેઓ બહુ દયાળુ હતા, કે બિચારા પ્રાણીઓ, તેઓની હત્યા થઈ રહી છે. અને બીજી બાજુ, તેમણે જોયું "સમસ્ત માનવ જાતિ નર્કમાં જઈ રહી છે. તો મને કઈક કરવા દે." તેથી તેઓ આત્માના અસ્તિત્વને નકારવા માટે વિવશ થયા, કારણકે તેમનું મગજ આવી વસ્તુઓ સહન ના કરી શકત. તેથી તેમણે આત્મા કે ભગવાન વિષે કશું જ કહ્યું નહીં. તેમણે કહ્યું કે "તમે પ્રાણી હત્યા બંધ કરો." જો હું તમને ચુટલી ભરું, તમને દર્દ થાય. તો તમારે બીજાને પીડા કેમ આપવી જોઈએ? કઈ વાંધો નહીં તેને કોઈ આત્મા નથી, તે ઠીક છે. તેમણે આત્મા વિષે કઈ વાત કરી નહીં. તો આ લોકો કહે છે કે પ્રાણીઓને કોઈ આત્મા નથી. પણ તે ઠીક છે, પણ તેને દર્દ થઈ રહ્યું છે જ્યારે તમે પશુ હત્યા કરો છો. તો તમને પણ દર્દ થાય છે. તો તમારે બીજાને પીડા કેમ આપવી જોઈએ? તે ભગવાન બુદ્ધનો સિદ્ધાંત છે. સદય હ્રદય દર્શિત પશુ ઘાતમ. નિંદસી યજ્ઞ વિધેર અહહ શ્રુતિ જાતમ. તેમણે ના પાડી કે "હું વેદોને સ્વીકારતો નથી." કારણકે વેદોમાં કોઈક વાર ભલામણ છે, મારવા માટે નહીં, પણ પશુને નવતર જીવન આપવા માટે. પણ હત્યા, તે અર્થમાં, બલી આપવા માટે છે. પણ ભગવાન બુદ્ધે પશુ હત્યા યજ્ઞ બલી માટે પણ સ્વીકારી નહીં. તેથી, નિંદસી. નિંદસી મતલબ તેઓ નિંદા કરતાં હતા. નિદાસી યજ્ઞ વિધેર અહહ શ્રુતિ જાતમ. સદય હ્રદય દર્શિત. કેમ? તેઓ ખૂબ દયાળુ અને સ્નેહી હતા. તે છે કૃષ્ણ ભાવનામૃત. ભગવાન ખૂબ દયાળુ, સ્નેહી છે. તેઓને ગમતું નથી. પણ જ્યારે જરૂરી હોય છે, તેઓ મારી શકે છે. પણ તેમના મારવામાં અને આપણા મારવામાં ફરક છે. તેઓ સંપૂર્ણપણે સારા છે. જે કોઈ કૃષ્ણ દ્વારા મરાયા, તેમને તરત જ મુક્તિ મળી ગઈ. તો આ વસ્તુઓ છે.

તો, માપી ના શકાય તેવું. તમે માપી ના શકો આત્મા શું છે, પણ આત્મા છે, અને શરીર નશ્વર છે. "જો તુ, જો તુ યુદ્ધ નહીં પણ કરે, તુ તારા દાદા અને ગુરુ અને બીજાના શરીરોને બચાવીશ, કારણકે તુ આટલો બધો ભાવુક થઈ ગયો છું, તો તેનો વિધ્વંસ થવાનો જ છે. અંતવંત મતલબ આજે કે કાલે. ધારોકે તમારા દાદા ઘરડા થઈ ગયા છે. તો તમે તેને અત્યારે કે છ મહિના કે એક વર્ષ પછી નહીં મારો, તે કદાચ મરી જાય કારણકે તેઓ વૃદ્ધ જ છે. આ દલીલો મૂકવામાં આવે છે. મુખ્ય મુદ્દો છે કે કૃષ્ણને જોઈતું હતું કે અર્જુન યુદ્ધ અવશ્ય કરે. તેણે કરવું જ પડે, તેણે પોતાના ક્ષત્રિય કર્તવ્યમાથી વિમુખ ના થવાય. તેણે શારીરિક વિનાશથી ભાવુક ના થવું જોઈએ. તેથી તેઓ શિક્ષા આપી રહ્યા છે: "શરીર આત્માથી ભિન્ન છે. તો એવું ના વિચાર કે આત્મા હણાઈ જશે. તુ ઊભો થા અને યુદ્ધ કર." આ શિક્ષા છે.

આપનો ખૂબ ખૂબ આભાર.