GU/Prabhupada 0582 - કૃષ્ણ હ્રદયની મધ્યમાં વિદ્યમાન છે

Revision as of 23:09, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.21-22 -- London, August 26, 1973

તો કસોટી આપણા હાથમાં જ છે. જો મંગળા આરતી દરમ્યાન આપણને આળસ આવે છે, તેઓ મતલબ હજુ હું આધ્યાત્મિક રીતે ઉન્નત નથી. અને જો વ્યક્તિ ઉત્સાહ અનુભવે છે, "હવે મંગળા આરતીનો સમય થઈ ગયો છે, મને ઊભો થવા દે, મને આ કરવા દે," તો તે આધ્યાત્મિક છે. કોઈ પણ કસોટી કરી શકે છે. ભક્તિ: પરેશાનુભવો વિરક્તિર અન્યત્ર સ્યાત (શ્રી.ભા. ૧૧.૨.૪૨). ભક્તિ મતલબ આધ્યાત્મિક. તો જેવા તમે પરમાત્મા સાથે સંપર્કમાં આવો છો, વિરક્તિર અન્યત્ર સ્યાત, આ ભૌતિક જગતનો બીજો કોઈ આનંદ નહીં. તો, કૃષ્ણ છે. કૃષ્ણ દરેકના હ્રદયમાં વિદ્યમાન છે, અને હું પણ હ્રદયમાં બેઠેલો છું, જેમ કે બે મિત્રો એક જ બારમાં. તે પણ ઉપનિષદમાં વર્ણવેલું છે. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન: તેઓ બેઠેલા છે, એક સમાન રીતે, એક જ સ્તર પર. નિમગ્ન: પક્ષી વૃક્ષનું ફળ ખાય છે, અથવા જીવાત્મા, જીવ, તે તેના કર્મો કરે છે. ક્ષેત્રજ્ઞ. આ બધુ વર્ણવેલું છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત (ભ.ગી. ૧૩.૩). માલિક અને ભાડુઆત. હું આ શરીરનો ભાડુઆત છું, અને માલિક કૃષ્ણ છે. તેથી, કૃષ્ણનું બીજું નામ ઋષિકેશ છે, ઋષિકેશ. તો તેઓ મારા હાથ અને પગ અને આંખો અને બધી, મારી બધી ઇન્દ્રિયોના, વાસ્તવિક સ્વામી છે. હું ફક્ત ભાડુઆત છું. હું સ્વામી નથી. પણ આપણે તે ભૂલી ગયા છે. જેમ કે જો તમે એક ભાડાના મકાનમાં રહું, તમે ભાડુઆત છો. તમને ઓરડો ભાડે આપવામાં આવે છે. તમે માલિક નથી. પણ જો તમે વિચારો કે તમે માલિક છો, તે છે, સ્તેન એવ સ ઉચ્યતે (ભ.ગી. ૩.૧૨), તરત જ તે ખોટી દિશામાં જતો રહે છે.

તો તે સ્વીકારો, આ શરીર કે દેશ કે રાષ્ટ્ર કે દુનિયા કે બ્રહ્માણ્ડ, તમારું કશું જ નથી. સ્વામી કૃષ્ણ છે. માલિક છે સર્વલોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). કૃષ્ણ કહે છે, "હું માલિક છું." તો ભૂલ છે કે આપણે માલિકને જાણતા નથી, અને આપણે, જોકે આપણે ભાડુઆત છીએ, ખોટી રીતે તેનો ઉપયોગ કરીએ છીએ. તે ભૌતિક સ્થિતિ છે. અયોગ્ય. નહિતો, નિર્દેશન છે, નિર્દેશક ત્યાં બેઠેલા જ છે. તેઓ હમેશા તમને મદદ કરે છે. પણ રોગ છે કે આપણે માલિક હોવાનો દાવો કરીએ છીએ અને આપણા મન પ્રમાણે વર્તવાની ઈચ્છા કરીએ છીએ, અને તે ભૌતિક અવસ્થા છે. મારૂ કાર્ય છે માલિક માટે કામ કરવું, મારા માટે નહીં. તેથી, તે મારી સ્થિતિ છે, બંધારણીય... કૃષ્ણએ મારી રચના કરી છે, રચના નહીં, પણ કૃષ્ણની સાથે આપણે બધા જ છીએ. પણ આપણે શાશ્વત સેવકો છીએ. જેમ કે આ શરીર સાથે, આંગળીનો પણ જન્મ થયો છે. આંગળી અલગ રીતે જન્મ નથી થઈ. જ્યારે હું જન્મ્યો, મારી આંગળીઓ પણ જન્મી. તેવી જ રીતે, જ્યારે કૃષ્ણ હતા, કૃષ્ણએ ક્યારેય જન્મ નથી લીધો. તો આપણે પણ ક્યારેય જન્મ નથી લીધો. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). ખૂબ સરળ તત્વજ્ઞાન. કારણકે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ. જો કૃષ્ણનો જન્મ થાય, તો હું પણ જન્મ લઉં. પણ જો કૃષ્ણનો જન્મ નથી થતો, તો હું, હું પણ જન્મ નથી લેતો. કૃષ્ણ અજ છે, તો આપણે પણ અજ છીએ. અજમ અવ્યયમ. કૃષ્ણ અવિનાશી છે, અચળ. આપણે પણ અચળ છીએ, કારણકે આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ. તો અભિન્ન અંશો શા માટે છે? મારો હાથ કેમ છે? કારણકે મારે તેની જરૂર છે. મારે મારા હાથની મદદની જરૂર છે, મારે મારી આંગળીની મદદની જરૂર છે. તે જરૂરી છે. ધૂર્ત કહે છે, "કેમ ભગવાને આપણી રચના કરી?" ધૂર્ત, તે જરૂરી છે. કારણકે તેઓ ભગવાન છે, તેમને તારી સેવાની જરૂર છે. જેમ કે મોટો માણસ, તે ઘણા બધા સેવકો રાખે છે. તો કોઈ ધૂર્ત પૂછે છે, "તમે કેમ આટલા બધા સેવકો રાખો છો?" અને "કારણકે હું મોટો માણસ હું, મારે રાખવા છે!" સરળ સિદ્ધાંત. તેવી જ રીતે, જો ભગવાન પરમ સત્તા છે, તો તેમને ઘણા બધા સહાયકો હોવા જ જોઈએ. નહિતો, તેઓ કેવી રીતે સંચાલન કરશે?