GU/Prabhupada 0599 - કૃષ્ણ ભાવનામૃત સરળ નથી. જ્યાં સુધી તમે શરણાગત ના થાઓ તમે તે મેળવી ના શકો

Revision as of 23:12, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972

તો બીજી જગ્યાએ બ્રહ્મસંહિતામાં તે કહ્યું છે: વેદેષુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તૌ (બ્ર.સં. ૫.૩૩). વેદેષુ. જો તમે ફક્ત વેદોનો અભ્યાસ કરો, જો કે વેદોનો અભ્યાસ કરવાનું અંતિમ લક્ષ્ય છે કૃષ્ણને જાણવા, પણ જો તમારે વેદોનો તમારી પોતાની તાર્કિક ક્રિયાથી અભ્યાસ કરવો છે, તો બહુ જ ઓછી શક્યતા છે. વેદેષુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તૌ (બ્ર.સં. ૫.૩૩). પણ જો તમે ભગવાનના ભક્ત પાસે જાઓ, તે તમને આપી શકે. તે આપી શકે. મહિયસામ પાદ રજો અભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીતા યાવત, નૈશામ મતીસ તાવદ ઉરુક્રમાન્ઘ્રિમ (શ્રી.ભા. ૭.૫.૩૨). પ્રહલાદ મહારાજ કહે છે કે "તમને કૃષ્ણ ભાવનામૃત ના મળી શકે..." નૈશામ મતીસ તાવદ ઉરુક્રમાન્ઘ્રિમ. કૃષ્ણ ભાવનામૃત એટલું સરળ નથી. જ્યાં સુધી તમે શરણાગત ના થાઓ તમને મેળવી ના શકો. નિષ્કિંચનાનામ. મહિયસામ પાદ રજો અભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીતા યાવત. તો જ્યાં સુધી તમે એક ભક્તના ચરણકમળની ધૂળ નથી લેતા, નિષ્કિંચનાનામ, જેને આ ભૌતિક જગત સાથે કોઈ લેવા દેવા નથી - તે ફક્ત ભગવાનની સેવામાં મગ્ન છે - જ્યાં સુધી તમે આવા વ્યક્તિના સંપર્કમાં નથી આવતા, કૃષ્ણ ભાવનામૃત મેળવવું શક્ય નથી. આ શાસ્ત્રના વિધાનો છે.

તો કૃષ્ણ પરમ નિરપેક્ષ સત્ય છે, અને તેઓ વ્યક્તિ છે. પણ આપણે તેમને કૃષ્ણભક્તની મદદ વગર સમજી ના શકીએ. તેથી કૃષ્ણને સમજવા માટે, કૃષ્ણએ ભક્ત તરીકે આવવું પડ્યું, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદી ગૌર ભક્ત વૃંદ. તો આપણે કૃષ્ણને ભગવાન ચૈતન્ય થકી સમજવા પડે. કારણકે કૃષ્ણ પોતે આવ્યા છે... કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામ્ને. રૂપ ગોસ્વામી, જ્યારે તેઓ ચૈતન્ય મહાપ્રભુને પ્રથમ વાર મળ્યા.... પ્રથમ વાર નહીં, બીજી વાર. પહેલી વાર જ્યારે તેઓ મળ્યા, તેઓ નવાબ હુસેન શાહની સરકારમાં મંત્રી હતા. અને પછી, મુલાકાત પછી, ચૈતન્ય મહાપ્રભુને જોઈતું હતું કે તેઓ તેમનો ઉદેશ્ય પૂરો કરે. તો તેમણે સરકારી નોકરીમાથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો અને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ફેલાવવા માટે ચૈતન્ય મહાપ્રભુ સાથે જોડાઈ ગયા. તેથી જ્યારે રૂપ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને અલાહાબાદ, પ્રયાગ, માં મળ્યા, આ સંદર્ભમાં પહેલો શ્લોક જે તેમણે બનાવ્યો, તેમણે કહ્યું, નમો મહા વદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે: (ચૈ.ચ. મધ્ય ૧૯.૫૩) "મારા સ્વામી, તમે સૌથી ઉદાર અવતાર છો." શા માટે? "કારણકે તમે કૃષ્ણ પ્રેમ વિતરિત કરી રહ્યા છો. લોકો કૃષ્ણને સમજી નથી શકતા, કૃષ્ણપ્રેમની તો વાત જ શું કરવી. પણ તે કૃષ્ણપ્રેમ, તમે સહેલાઇથી વિતરણ કરી રહ્યા છો." નમો મહાવદાન... "તેથી તમે સૌથી વધારે ભવ્ય, ઉદાર વ્યક્તિ છો." નમો મહા વદાન્યાય. વદાન્ય મતલબ જે બહુ જ ઉદાર છે, તમને જેટલું જોઈતું હોય તેટલું દાન કરે.