GU/Prabhupada 0609 - તમે આટલા બધા હરે કૃષ્ણ જપ કરો છો. તે મારી સફળતા છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0609 - in all Languages Category:GU-Quotes - 1972 Category:GU-Quotes -...")
 
No edit summary
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0608 - ભક્તિમય સેવા, આપણે ધૈર્ય, ઉત્સાહથી કરવી પડે|0608|GU/Prabhupada 0610 - જ્યાં સુધી વ્યક્તિ વર્ણ અને આશ્રમનો સ્વીકાર ના કરે, તે મનુષ્ય નથી|0610}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Yj1k5axZYtg|તમે આટલા બધા હરે કૃષ્ણ જપ કરો છો. તે મારી સફળતા છે<br /> - Prabhupāda 0609}}
{{youtube_right|DVyAEV37apA|તમે આટલા બધા હરે કૃષ્ણ જપ કરો છો. તે મારી સફળતા છે<br /> - Prabhupāda 0609}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK (from English page -->
<!-- BEGIN AUDIO LINK (from English page -->
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/720518AR.LA_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/720518AR-LA_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 16:45, 16 February 2019



Arrival Lecture -- Los Angeles, May 18, 1972

તો મારા પ્રિય છોકરાઓ અને છોકરીઓ, આશરે છ વર્ષો પહેલા હું તમારા દેશમાં આવ્યો હતો, એકલા હાથે, આ કરતાલની જોડ સાથે. હવે તમે કેટલા બધા છો હરે કૃષ્ણ જપ કરતા. તે મારી સફળતા છે. તે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણી હતી:

પૃથ્વીતે આછે યત નગરાદિ ગ્રામ
સર્વત્ર પ્રચાર હોઈબે મોર નામ
(ચૈ.ભા. અંત્ય ખંડ ૪.૧૨૬)

ભગવાન ચૈતન્યએ ઈચ્છા કરી હતી કે "દરેક નગરોમાં, આ પૃથ્વી પટ પર જેટલા નગરો અને ગામો છે તેમાં, મારા નામનો પ્રચાર થશે." તેઓ કૃષ્ણ પોતે છે, સ્વયમ કૃષ્ણ, કૃષ્ણ ચૈતન્ય નામીને, ફક્ત તેમનું નામ બદલ્યું છે કૃષ્ણ ચૈતન્ય તરીકે. તો તેમની ભવિષ્યવાણી ક્યારેય નિષ્ફળ નહીં જાય. તે હકીકત છે. તો મારી યોજના હતી કે "હું અમેરિકા જઈશ. અમેરિકા દુનિયાનું નેતૃત્વ કરતો દેશ છે. જો હું અમેરિકાની યુવાપેઢીને આશ્વસ્ત કરી શકીશ, તેઓ ગ્રહણ કરશે." હું વૃદ્ધ માણસ છું. હું અહિયાં સિત્તેર વર્ષે આવ્યો હતો; હવે હું છોતેર વર્ષનો છું. તો મારી ચેતવણી થઈ ગઈ છે. ઓગણીસો એકોતેરમાં, મને એક તીવ્ર હ્રદયરોગનો હુમલો થયો હતો. તમે જાણો છો, બધા. તો ચૈતન્ય મહાપ્રભુનું મિશન હવે તમારા હાથમાં છે. તમે અમેરિકન છોકરાઓ અને છોકરીઓ, ખૂબ જ બુદ્ધિશાળી અને કૃષ્ણ કૃપા પ્રાપ્ત. તમે ગરીબ નથી. તમારી પાસે પૂરતો પુરવઠો છે, પ્રતિષ્ઠા છે. બધુ જ ભૌતિક, તમે બધા સંપન્ન છો. જો તમે કૃપા કરીને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ગંભીરતાથી લેશો, તમારો દેશ બચી જશે, અને આખી દુનિયા બચી જશે.