GU/Prabhupada 0624 - ભગવાન પણ શાશ્વત છે અને આપણે પણ શાશ્વત છીએ

Revision as of 23:16, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972

તો આપણે આ જ્ઞાન અધિકારી પાસેથી મેળવવું પડે. અહી કૃષ્ણ બોલી રહ્યા છે. તેઓ સત્તા છે. આપણે કૃષ્ણને સ્વીકારીએ છીએ: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. તેમનું જ્ઞાન પૂર્ણ છે. તેઓ ભૂત, વર્તમાન, અને ભવિષ્યને જાણે છે. તેથી, તેઓ અર્જુનને શીખવાડી રહ્યા છે, "મારા પ્રિય અર્જુન, આ શરીરની અંદર આત્મા શાશ્વત છે." તે હકીકત છે. જેમ કે હું સમજી શકું છું, હું ભૂતકાળમાં હતો, હું વર્તમાનમાં છું, તો હું ભવિષ્યમાં પણ હોઈશ જ. કાળના આ ત્રણ તબક્કા છે, ભૂત, વર્તમાન, અને ભવિષ્ય. બીજી જગ્યાએ, આપણે આ ભગવદ ગીતામાં વાંચીએ છીએ, ન જાયતે ન મ્રિયતે વા કદાચિત (ભ.ગી. ૨.૨૦). જીવ ક્યારેય જન્મ નથી લેતો; કે ન તો તે મૃત્યુ પામે છે. ન જાયતે મતલબ તે ક્યારેય જન્મ નથી લેતો. ન જાયતે ન મ્રિયતે, તેનું ક્યારેય મૃત્યુ નથી થતું. નિત્યમ શાશ્વતો અયમ, ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). તે શાશ્વત છે, હમેશ માટે રહેતો. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આ શરીરના વિનાશ પર, આત્મા મરતો નથી. આની ઉપનિષદો, વેદોમાં પણ પુષ્ટિ થયેલી છે: નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). ભગવાન પણ શાશ્વત છે, અને આપણે પણ શાશ્વત છીએ. આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ. જેમ કે સોનું અને સોનાના કણો; બંને સોનું છે. જોકે હું અણુ છું, સોનાનો અથવા આત્માનો એક અંશ, છતાં, હું આત્મા છું. તો આપણને આ માહિતી મળે છે કે બંને આપણે, ભગવાન અને આપણે, જીવો, આપણે શાશ્વત છીએ. નિત્યો નિત્યાનામ, નિત્ય મતલબ શાશ્વત.

તો બે શબ્દો છે. એક છે એકવચન, નિત્ય, શાશ્વત, અને બીજું છે બહુવચન, નિત્યાનામ. તો આપણે બહુવચન છીએ. બહુવચન શાશ્વત. આપણને ખબર નથી કે જીવોની આંકડાકીય ગણના કેટલી છે. તેમને અસંખ્ય તરીકે વર્ણવવામાં આવ્યા છે. અસંખ્ય મતલબ કોઈ ગણતરીની ક્ષમતા વગર. લાખો અને અબજો. તો આ એકવચન અને બહુવચનમાં ફરક શું છે? બહુવચન એકવચન પર આધાર રાખે છે. એકો બહુનામ વિદાધાતી કામાન. એકવચન શાશ્વત પૂરી પાડે છે જીવનની બધી જ જરૂરિયાતો બહુવચનની, આપણે જીવોની. તે હકીકત છે, આપણે આપણી બુદ્ધિથી અવલોકન કરી શકીએ છીએ. ૮૪,૦૦,૦૦૦ અલગ પ્રકારની જીવનની યોનીઓ છે, આપણે સભ્ય મનુષ્યો તો બહુ જ ઓછા છે. પણ બીજા, તેમનો આંકડો બહુ જ મોટો છે. જેમ કે પાણીમાં. જલજા નવ લક્ષાણી. ૯,૦૦,૦૦૦ જીવનની યોનીઓ છે પાણીમાં. સ્થાવરા લક્ષ વિંશતી; અને ૨૦,૦૦,૦૦૦ અલગ પ્રકારની જીવન યોનીઓ છે વનસ્પતિ રાજ્યમાં, છોડો અને વૃક્ષો. જલજા નવ લક્ષાણી સ્થાવરા લક્ષ વિંશતી; કૃમયો રુદ્ર સાંખ્યય: અને જીવડા, તેમની ૧૧,૦૦,૦૦૦ અલગ યોનીઓ છે. કૃમયો રુદ્ર સાંખ્યય: પક્ષિણામ દશ લક્ષણમ. અને પક્ષીઓ, તેમની ૧૦,૦૦,૦૦૦ યોનીઓ છે. અને પશુઓ, પાશવસ ત્રિંશ લક્ષાણી, ૩૦,૦૦,૦૦૦ પ્રકારના પશુ, ચાર-પગ વાળા. અને ચતુર લક્ષાણી માનુષ:, અને મનુષ્યોના પ્રકાર છે ૪,૦૦,૦૦૦. એમાથી, મોટા ભાગના અસભ્ય છે.