GU/Prabhupada 0640 - જો તમને કોઈ ધૂર્ત મળે જે પોતાને ભગવાન ઘોષિત કરતો હોય - તેના મો પર લાત મારો

Revision as of 23:19, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.30 -- London, August 31, 1973

એઈ રૂપે. આ બ્રહ્માણ્ડમાં ઘણા, ઘણા લાખો અને કરોડો જીવો છે. અને તેઓ અલગ અલગ જીવન યોનીઓ, ૮૪,૦૦,૦૦૦, માં ભ્રમણ કરી રહ્યા છે - આ રીતે, દુર્ભાગ્યશાળી. ફક્ત, પુનરાવર્તન, જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ અલગ અલગ... તેમાથી, જો વ્યક્તિ સૌથી વધુ ભાગ્યશાળી છે, તેને અવસર આપવામાં આવે છે, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાય ભક્તિ લતા બીજ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). ગુરુ અને કૃષ્ણની કૃપા દ્વારા, તે ભક્તિમય સેવાનું બીજ મેળવે છે. અને જો તે બુદ્ધિશાળી છે, જો તે બુદ્ધિશાળી ન હોય, તો કેવી રીતે તે બીજ મેળવે? તે દિક્ષા છે. અને જો તે પાણી રેડે... જેમ કે જો તમને એક સરસ બીજ મળે, તમારે તેને રોપવું પડે અને થોડું પાણી રેડવું પડે... પછી તે ઊગશે. તેવી જ રીતે, જે પણ તેના મહાન સદભાગ્યથી કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા છે, ભક્તિમય સેવાનું બીજ, તેણે પાણી રેડવું જોઈએ. અને તે પાણી શું છે? શ્રવણ કિર્તન જલે કરયે સેચન (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૨). આ પાણી રેડવું છે. આ કૃષ્ણ વિશે સાંભળવું અને કિર્તન કરવું. આ પાણી રેડવું છે. વર્ગમાં ગેરહાજર ના રહો. આ સાંભળવું અને કિર્તન તે ભક્તિમય સેવાના બીજને પાણી રેડવું છે. જો તમે તેને ઔપચારિક બનાવો અને સાંભળવામાથી ગેરહાજર રહો... આ સૌથી વધુ મહત્વપૂર્ણ વસ્તુ છે. શ્રવણમ કિર્તનમ વિષ્ણો (શ્રી.ભા. ૭.૫.૨૩). આ સૌથી વધુ મહત્વપૂર્ણ વસ્તુ છે. સાંભળવું. શ્રવણમ કિર્તનમ બીજી કોઈ વસ્તુ વિશે સાંભળવું અને કિર્તન કરવું નહીં. ના. વિષ્ણુ. શ્રવણમ કિર્તનમ. ધૂર્તો, તેમણે નિર્માણ કર્યું છે "કાલી-કિર્તન". શાસ્ત્રમાં કાલી-કિર્તન, શિવ-કિર્તન ક્યાં છે? ના. કિર્તન મતલબ પરમ ભગવાન, કૃષ્ણ, ના ગુણગાન કરવા. તે કિર્તન છે. બીજા કોઈ પ્રકારનું કિર્તન નહીં. પણ તેમણે નિર્માણ કર્યું છે... પ્રતિસ્પર્ધા, કાલી-કિર્તન. શાસ્ત્રમાં કાલી-કિર્તન ક્યાં છે? દુર્ગા-કિર્તન? આ બધુ અર્થહીન છે. ફક્ત કૃષ્ણ. શ્રવણમ કિર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ (શ્રી.ભા. ૭.૫.૨૩). કૃષ્ણની પૂજા થવી જોઈએ, કૃષ્ણ વિશે સાંભળવું જોઈએ, કૃષ્ણનો જપ થવો જોઈએ, કૃષ્ણનું સ્મરણ થવું જોઈએ. આ રીતે, તમે કૃષ્ણ ભાવનામૃતમાં વિકાસ કરશો.

આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.