GU/Prabhupada 0686 - વ્યક્તિ મનને વશમાં ના કરી શકે અને વ્યાકુળ મનને વશમાં કરવું વધુ મુશ્કેલ છે

Revision as of 23:27, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969

વિષ્ણુજન: શ્લોક ચોત્રીસ: "મન અશાંત છે, તોફાની, હઠીલું અને ખૂબ જ બળવાન, હે કૃષ્ણ. અને તેને તાબે લેવું, તે મને લાગે છે, પવનને નિયંત્રણ કરવા કરતાં પણ વધુ મુશ્કેલ છે (ભ.ગી. ૬.૩૪)."

પ્રભુપાદ: હા. જો તમે પવનને નિયંત્રિત કરી પણ શકો... તે શક્ય નથી, કોઈ પણ પવનને નિયંત્રિત ના કરી શકે. પણ જો તે પણ હોય, સૈદ્ધાંતિક રીતે તમે સ્વીકારો કે તમે પવનને નિયંત્રિત કરો છો, પણ મનને નિયંત્રિત કરવું શક્ય નથી. તે બહુ જ મુશ્કેલ છે. મન એટલું વિચલિત અને તોફાની છે. આગળ વધો.

વિષ્ણુજન: તાત્પર્ય: "મન એટલું શક્તિશાળી અને હઠીલું છે, કે ક્યારેક કે બુદ્ધિની આગળ નીકળી જાય છે. એક માણસ માટે વ્યાવહારિક દુનિયામાં કે જેને ઘણા બધા વિરોધી તત્વો સાથે લડવું પડે છે, મનને નિયંત્રિત કરવું ચોક્કસ ખૂબ જ મુશ્કેલ છે. કૃત્રિમ રીતે, વ્યક્તિ બંને મિત્ર અને શત્રુ પ્રત્યે માનસિક સંતુલન સ્થાપિત કરી શકે છે, પણ આખરે કોઈ દુનિયાનો માણસ તેવું ના કરી શકે, કારણકે આ પવનને નિયંત્રણ કરવા કરતાં પણ વધુ મુશ્કેલ છે. વેદિક ગ્રંથોમાં તે કહ્યું છે: 'વ્યક્તિ ભૌતિક શરીરની ગાડીમાં યાત્રી છે અને બુદ્ધિ વાહનચાલક છે. મન ચલાવવાનું યંત્ર છે, અને ઇન્દ્રિયો ઘોડા છે. તેથી શરીર અને ઇન્દ્રિયોના સંગમાં આત્મા આનંદ માણે છે અથવા સહન કરે છે. આવું મહાન તત્વચિંતકો દ્વારા સમજાય છે.' બુદ્ધિ મનને નિર્દેશન આપે છે. પણ મન એટલું શક્તિશાળી છે અને હઠીલું છે કે તે પોતાની બુદ્ધિને પણ પાર કરી જાય છે, જેમ કે એક ભયંકર ચેપ દવાની અસરને પાર કરી જાય છે. આવા શક્તિશાળી મનને યોગ અભ્યાસથી નિયંત્રણમાં લાવવાનું છે. પણ આવો અભ્યાસ અર્જુન જેવા દુનિયાના માણસ માટે ક્યારેય વ્યવહારુ નથી. અને આપણે આધુનિક માણસ માટે શું કહી શકીએ? મુશ્કેલી સ્પષ્ટ રીતે કહેલી છે: "વ્યક્તિ સુસવાટા મારતા પવનને પકડી ના શકે.' અને વિચલિત મનને પકડવું તેના કરતાં પણ વધુ મુશ્કેલ છે."

પ્રભુપાદ: તેથી આ વિધિ, હરે કૃષ્ણ જપ, તે મનને તરત જ પકડી લે છે. ફક્ત જો તમે જપ કરો, "કૃષ્ણ", અને જો તમે સાંભળો, આપમેળે તમારું મન કૃષ્ણ પર સ્થિર થઈ જાય છે. તેનો મતલબ યોગ પદ્ધતિ તરત જ પ્રાપ્ત થઈ જાય છે. કારણકે આખી યોગ પદ્ધતિ છે મનને વિષ્ણુરૂપ પર કેન્દ્રિત કરવું. અને કૃષ્ણ વિષ્ણુરૂપોના વિસ્તરણના મૂળ વ્યક્તિ છે. કૃષ્ણ છે - જેમ કે અહી એક દીવો છે. હવે, આ દીવામાથી, આ મીણબત્તીમાથી, તમે બીજી મીણબત્તી લાવો; તમે તેને પ્રગટાવી શકો. પછી, બીજી, બીજી, બીજી - હજારો મીણબત્તીઓ તમે વિસ્તારીત કરી શકો. દરેક મીણબત્તી આ મીણબત્તી જેટલી જ શક્તિશાળી છે. તેના વિશે કોઈ સંદેહ નથી. પણ વ્યક્તિએ આ મીણબત્તીને મૂળ મીણબત્તી તરીકે સ્વીકારવી પડે. તેવી જ રીતે, કૃષ્ણ લાખો વિષ્ણુ રૂપોમાં વિસ્તારીત થાય છે. દરેક વિષ્ણુ રૂપ કૃષ્ણ જેવા જ છે, પણ કૃષ્ણ મૂળ મીણબત્તી છે, કારણકે કૃષ્ણમાથી બધુ જ વિસ્તારીત થાય છે.

તો જે વ્યક્તિએ તેનું મન, એક યા બીજી રીતે, કૃષ્ણ પર કેન્દ્રિત કરેલું છે, તેણે પહેલેથી જ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. આ કૃષ્ણ ભાવનામૃતનો સાર છે. આગળ વધો. (અંત)