GU/Prabhupada 0831 - આપણે અસાધુ માર્ગનું અનુસરણ ના કરી શકીએ. આપણે સાધુ માર્ગનું જ અનુસરણ કરવું જોઈએ

Revision as of 23:51, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


The Nectar of Devotion -- Vrndavana, November 13, 1972

પ્રદ્યુમ્ન: "હવે આ સાધન ભક્તિ, અથવા ભક્તિમય સેવાનો અભ્યાસ, બે ભાગોમાં વિભાજિત થઈ શકે છે. પહેલો ભાગ કહેવાય છે નીતિ નિયમો. વ્યક્તિએ આ વિભિન્ન નીતિ નિયમોનું પાલન ગુરુની આજ્ઞાથી અથવા અધિકૃત શાસ્ત્રોની શક્તિ પર કરવું પડે."

પ્રભુપાદ: હા. નીતિ નિયમો મતલબ કે તમે કોઈ વસ્તુનું નિર્માણ ના કરો. નીતિ નિયમો મતલબ અધિકૃત - જેમ તે અધિકૃત શાસ્ત્રોમાં વર્ણિત છે, અને જેની પુષ્ટિ ગુરુ દ્વારા થયેલી છે. કારણકે આપણે જાણતા નથી. જ્યારે તેની ગુરુ દ્વારા પુષ્ટિ થાય છે, હા, તે ઠીક છે. સાધુ ગુરુ, સાધુ શાસ્ત્ર ગુરુ વાક્ય, તીનેતે કરિયા ઐક્ય. નરોત્તમ દાસ ઠાકુરનું તે જ કથન. સાધુ, જે નિયમોનું પાલન થાય છે, સાધુ માર્ગ અનુગમનમ. આપણે અસાધુ માર્ગનું પાલન ના કરી શકીએ. આપણે સાધુ માર્ગનું જ પાલન કરવું જોઈએ. મહાજનો યેન ગત: સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). આપણે એક ઘમંડીનું પાલન ના કરી શકીએ, કોઈ ગીતનું નિર્માણ, કોઈ ખ્યાલોનું નિર્માણ. આપણે તેનું પાલન ના કરી શકીએ. જે અધિકૃત ભજન છે, તે આપણે ગાઈશું. જે અધિકૃત વિધિ છે, આપણે અનુસરીશું. સાધુ ગુરુ શાસ્ત્ર વાક્ય. સાધુ અને ગુરુ મતલબ શાસ્ત્રના આધાર પર. અને શાસ્ત્ર મતલબ સાધુ અને ગુરુના વચનો. તેથી સાધુ અને ગુરુ અને શાસ્ત્ર, તે એક સમાન છે. તો તેનું સમર્થન થવું જોઈએ. જો કોઈ સાધુ શાસ્ત્રની વિરુદ્ધમાં બોલી રહ્યો છે, તો તે સાધુ નથી. જો કોઈનો ગુરુ, જો તે શાસ્ત્રની વિરુદ્ધમાં જઈ રહ્યો છે, તો તે ગુરુ નથી. અને શાસ્ત્ર મતલબ મૂળ ગુરુ અને સાધુ. શાસ્ત્રનો મતલબ તમે શું સમજો છો? જેમ કે શ્રીમદ ભાગવતમ. શ્રીમદ ભાગવતમ મતલબ આપણે મૂળ સાધુ અને ગુરુના ચારિત્ર્યનો અભ્યાસ કરીએ છીએ. જેમ કે પ્રહલાદ મહારાજ, પ્રહલાદ ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, અંબરીશ ચરિત્ર, પાંડવો, ભીષ્મ. તો ભાગવત મતલબ ભગવાન અને ભગ, ભક્તો, ના ગુણગાન. બસ તેટલું જ. આ ભાગવતમ છે. તો સાધુ ગુરુ શાસ્ત્ર વાક્ય તીનેતે કરિયા ઐક્ય.

તો આ સાધના ભક્તિ છે. આપણે ગુરુ પાસેથી શિક્ષા લેવી જ જોઈએ. આદૌ ગુર્વાશ્રયમ, સદ ધર્મ પૃચ્છાત. કોને ગુરુની જરૂર છે? જે વ્યક્તિ સદ ધર્મ વિશે જિજ્ઞાસુ છે, અસદ ધર્મ વિશે નહીં. સદ ધર્મ પૃચ્છાત. તસ્માદ ગુરૂમ પ્રપદ્યેત જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ (શ્રી.ભા. ૧૧.૩.૨૧). એક માણસને ગુરુની જરૂર પડે છે જ્યારે તે દિવ્ય વિષય વસ્તુ વિશે જાણવા જિજ્ઞાસુ બને છે. એક ગુરુ... એક ગુરુનો સ્વીકાર કરવો તે કોઈ ફેશન નથી. જેમ કે આપણે કૂતરો રાખીએ છીએ, પાલતુ, તેવી જ રીતે , જો આપણે ગુરુ રાખીએ, પાલતુ ગુરુ, મારા બધા પાપની અનુમતિ માટે, તે ગુરુનો સ્વીકાર નથી. ગુરુ મતલબ તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા (ભ.ગી. ૪.૩૪). તમારે ગુરુ પાસે જવું જોઈએ જ્યારે તમે વિચારો કે તમે પૂર્ણ રીતે શરણગાત થઈ શકશો, અને તમારી સેવા અર્પણ કરી શકશો. તે ગુરુ છે. સાધુ માર્ગ અનુગમનમ. સદ ધર્મ પૃચ્છાત. તો ગુરુની જરૂર તેવા વ્યક્તિ માટે છે જે દિવ્ય વિષય વસ્તુમાં રુચિ ધરાવે છે. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). તદ વિજ્ઞાન, તે વિજ્ઞાન, આધ્યાત્મિક જીવનનું વિજ્ઞાન. જે વ્યક્તિ આધ્યાત્મિક જીવનના વિજ્ઞાનમાં રુચિ ધરાવે છે, એવું નહીં કે ગુરુ રાખવા એક ફેશન છે. ના. વ્યક્તિ ગંભીર હોવો જ જોઈએ. તસ્માદ ગુરૂમ પ્રપદ્યેત જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ (શ્રી.ભા. ૧૧.૩.૨૧). સૌ પ્રથમ વ્યક્તિ જાણતો હોવો જોઈએ કે કઈ વિષય વસ્તુમાં તે જિજ્ઞાસુ છે, ભૌતિક વસ્તુઓમાં, અથવા આધ્યાત્મિક વસ્તુઓમાં. જો તે વાસ્તવમાં આધ્યાત્મિ વસ્તુઓમાં રુચિ ધરાવે છે, તો તેણે એક યોગ્ય, પ્રમાણિક ગુરુની શોધ કરવી જોઈએ. ગુરૂમ એવ અભિગચ્છેત. શોધવા જો જોઈએ. તે વિકલ્પ નથી. તે ફરજિયાત છે. ફરજિયાત, અને તમે તેણે અવગણી ના શકો. પ્રમાણિક ગુરુ વગર, તમે એક ડગલું પણ આગળ ના જઈ શકો.