GU/Prabhupada 0830 - આ વૈષ્ણવ સિદ્ધાંત છે. આપણે સેવક બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ



Lecture on SB 1.2.30 -- Vrndavana, November 9, 1972

તો કૃષ્ણ વિભુ છે; આપણે અણુ છીએ. ક્યારેય એવું ના ગણો કે આપણે કૃષ્ણની સમાન છીએ. તે સૌથી મહાન અપરાધ છે. તેને માયા કહેવાય છે. તે માયાનો છેલ્લો ફંદો છે. વાસ્તવમાં, આપણે આ ભૌતિક જગતમાં કૃષ્ણ સાથે એક બનવા માટે આવ્યા છીએ. આપણે વિચાર્યું હતું કે આપણે કૃષ્ણ જેવા બનીશું.

કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે
પસતે માયા તારે જાપટિયા ધરે
(પ્રેમ વિવર્ત)

કારણકે આપણે કૃષ્ણ સાથે એક બનવું હતું, કૃષ્ણ સાથે પૂર્ણ બનવું હતું, તેથી આપણને આ ભૌતિક જગતમાં મૂકવામાં આવ્યા છીએ. માયા તારે જાપટિયા ધરે. અને અહી, આ ભૌતિક જગતમાં, તે ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ કૃષ્ણ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે માયા છે. દરેક વ્યક્તિ. "સૌ પ્રથમ, મને મોટો માણસ બનવા દો, મોટો માણસ; પછી મને મંત્રી બનવા દો, મને રાષ્ટ્રપતિ બનવા દો." આ રીતે, જ્યારે બધુ નિષ્ફળ જાય છે, ત્યારે "મને ભગવાનના અસ્તિત્વમાં લીન થઈ જવા દો." તેનો મતલબ, "મને ભગવાન બની જવા દો." આ ચાલી રહ્યું છે. આ અસ્તિત્વ માટેનો ભૌતિક સંઘર્ષ છે. દરેક વ્યક્તિ કૃષ્ણ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

પણ આપણો સિદ્ધાંત અલગ છે. આપણે કૃષ્ણ નથી બનવું. આપણે કૃષ્ણના સેવક બનવાનો પ્રયત્ન કરીએ છીએ. તે ફરક છે માયાવાદ સિદ્ધાંત અને વૈષ્ણવ સિદ્ધાંતમાં. ચૈતન્ય મહાપ્રભુ આપણને શીખવાડે છે કેવી રીતે કૃષ્ણના સેવકના સેવકના સેવકના સેવક બનવું. ગોપી ભર્તુ: પદ કમલયોર દાસ દાસ દાસાનુદાસ: (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). વ્યક્તિ, એક વ્યક્તિ જે કૃષ્ણનો સૌથી નીચલો સેવક છે, તે પ્રથમ વર્ગનો વૈષ્ણવ છે. તે પ્રથમ વર્ગનો વૈષ્ણવ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ તેથી આપણને શીખવાડે છે:

તૃણાદ અપિ સુનીચેન
તરોર અપિ સહિષ્ણુના
અમાનીના માનદેન
કીર્તનીય: સદા હરિ:
(ચૈ.ચ. આદિ ૧૭.૩૧)

આ વૈષ્ણવ સિદ્ધાંત છે. આપણે સેવક બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કોઈ ભૌતિક સાથે ઓળખ નથી કરતાં. જેવુ આપણે કોઈ ભૌતિક સાથે ઓળખ કરીએ છીએ, આપણે માયાના ચુંગલમાં આવી જઈએ છીએ. કૃષ્ણ ભૂલીયા. કારણકે, જેવો હું કૃષ્ણ સાથેના મારા સંબંધને ભૂલી જાઉં છું... હું કૃષ્ણનો શાશ્વત સેવક છું. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). તે જીવની શાશ્વત ઓળખ છે, કૃષ્ણના સેવક રહેવું. જેવુ આપણે આ ભૂલી જઈએ છીએ, તે માયા છે. જેવુ આપણે વિચારીએ છીએ કે "હું કૃષ્ણ છું," તે માયા છે. આ માયાનો, ભ્રમનો, અસ્વીકાર જ્ઞાનના વિકાસથી થઈ શકે. તે જ્ઞાની છે. જ્ઞાની મતલબ આ સાચું જ્ઞાન છે, તેના વાસ્તવિક પદને સમજવું. આ જ્ઞાન નથી, કે "હું ભગવાન સમાન છું. હું ભગવાન છું." આ જ્ઞાન નથી. હું ભગવાન છું, પણ હું ભગવાનનો નમૂનો છું. પણ પરમ ભગવાન કૃષ્ણ છે. ઈશ્વર: પરમ: કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧).