GU/Prabhupada 0852 - તમારા હ્રદયની મધ્યમાં ભગવાન સ્થિત છે.

Revision as of 23:54, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750306 - Lecture SB 02.02.06 - New York

તો ભૌતિક જીવન મતલબ ફક્ત ચાર વસ્તુઓમાં વ્યસ્તતા: કેવી રીતે ખાવું, ઊંઘવું, કેવી રીતે સારું મૈથુન કરવું, અને કેવી રીતે રક્ષણ કરવું. આહાર-નિદ્રા-ભય-મૈથુનમ ચ સમાન્યમ એતત પશુભીર નરાણામ (હિતોપદેશ). પણ આ વસ્તુઓ આપણી સમસ્યાઓનું નિરાકરણ નથી કરતી. તે આપણે સમજતા નથી. સમસ્યાઓ તો છે. એવું નથી કે આપણે ભારતીયો કે જે અમેરિકા આવ્યા છે આ ખૂબ ધનવાન દેશને જોવા, કે શું તેમણે તેમની સમસ્યાઓનું સમાધાન કરી લીધું છે. ના, સમસ્યાઓ તો છે જ. ભારત કરતાં વધુ સમસ્યાઓ. ભારતમાં કદાચ એક જ સમસ્યા છે, કે... ખરેખર તો કોઈ જ નથી, પણ આપણે જાહેર કરીએ છીએ કે ભારતીયો ભૂખથી મરી રહ્યા છે. પણ મે કોઈને ભૂખે મરતા નથી જોયા. કઈ વાંધો નહીં, તો સમસ્યા તો છે જ. ભૌતિક જીવન મતલબ સમસ્યા, અને જો તમારે સમસ્યાઓનું નિરાકરણ કરવું હોય, તો અહિયાં નિર્દેશ છે: તમ નિર્વૃતો નિયતાર્થો ભજેત. તમ મતલબ પૂર્ણ પૂરષોત્તમ ભગવાન.

પછી તમારો પ્રશ્ન હોય કે, “હવે તમે મને છોડવાનું કીધું છે મારી જાતને જાળવી રાખવા માટેના બધા પ્રયત્નો, શુકદેવ ગોસ્વામી. તમે નિર્દેશ કર્યો છે કે તમારા ખોરાક માટે ફક્ત વૃક્ષ નીચે રાહ જુઓ, અને તે થોડા ફળ આપશે, તે તમે આરોગો. જળ માટે તમે નદી પાસે જાઓ અને જેટલું પાણી પીવું હોય તેટલું પીવો. પછી, આ શ્લોક પૂર્વે, તેમણે કહ્યું હતું, “સૂવા માટે, ઘાસ ઉપર ખૂબ સુંદર સાદડી છે. મને કોઈ ઓશિકાની જરૂર નહીં પડે. હવે તમારી પાસે આ કુદરતી ઓશીકું છે; તમારી પાસે તમારો હાથ છે. સૂઈ જાઓ.” તો, આહાર-નિદ્રા-ભય-મૈથુનમ ચ. પણ જો તમારે અધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવી હોય, તો ફક્ત આ ઇંદ્રિયતૃપ્તિ છોડવી પડશે. અને ઇંદ્રિયતૃપ્તિનો સાર છે, મૈથુન જીવન. નહીં તો, તમારા ભોજન, નિદ્રા માટે પૂરી વ્યવસ્થા છે, ખંડ, મકાન. બધુ જ છે. તમારી પાસે મંદિર પણ છે. “મંદિર ક્યાં છે? મારી ભગવાનની પુજા કરવી છે. ચર્ચ ક્યાં છે? મંદિર ક્યાં છે? જો હું ગુફા માં રહું, તો મારે મંદિર જવા માટે બીજો રસ્તો શોધવો પડશે.” એટલે શુકદેવ ગોસ્વામી સલાહ આપે છે, “નહીં.” એવમ સ્વ-ચિત્તે સ્વત એવ સિદ્ધ.” તમારા, તમારા હ્રદયની મધ્યમાં, ભગવાન છે. તમે અહિયાં બેસો – ગુફામાં, વનમાં કે ક્યાય પણ. જો તમે ઈચ્છા કરો, તો તમે તમારા હ્રદયની અંદર ભગવાની શોધી શકો છો,” ઈશ્વર સર્વ-ભૂતાનામ હ્રદેશુ અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧).

કૃષ્ણ કહે છે કે પુરષોત્તમ ભગવાન – મતલબ કે તેઓ - તેઓ દરેકના હ્રદયમાં રહેલા છે. જો આપણે ગંભીર હોઈએ તો... “આપણે” મતલબ આ બધા જીવો. આપણે પણ આ શરીરની અંદર જીવી રહ્યા છીએ. અસ્મિન દેહે, દેહીનો અસ્મિન, દેહીનો અસ્મિન દેહે (ભ.ગી. ૨.૧૩). આપણે આ શરીર નથી. હું, તમે, આપણે બધા આ શરીરની અંદર રહેલા છીએ. અને કૃષ્ણ પણ શરીરની અંદર રહેલા છે. ઈશ્વર સર્વ-ભૂતાનામ હ્રદેશુ (ભ.ગી. ૧૮.૬૧). એવું નથી કે તે હિન્દુઓના હ્રદયની અંદર રહેલા છે અને બીજામાં નહીં. ના. બધા. સર્વ-ભૂતાનામ. તેઓ તો બિલાડીઓ, કુતરાઓ, વાઘો અને બીજા બધાના હ્રદયમાં પણ રહેલા છે. બધાના. તે ઈશ્વર છે. ઈશ્વર સર્વ-ભૂતાનામ હ્રદેશુ. આ શ્લોકની આપણે વારંવાર ચર્ચા કરેલી છે – તે ખૂબ જ અગત્યનો છે - કે આ શરીર એ ફક્ત મોટરગાડી જેવુ છે, યંત્ર. માયયા... ભ્રામયાન સર્વ-ભૂતાની યંત્રા રૂઢાની માયયા (ભ.ગી. ૧૮.૬૧). માયયા. માયા, ભૌતિક પ્રકૃતિના, માધ્યમ વડે, આ યંત્ર આપણને આપવામાં આવ્યું છે. કેમ? કારણકે મારે સમસ્ત વિશ્વનું પરિભ્રમણ કરવું હતું, જેમ કે તેઓ ચંદ્ર ગ્રહ પર જવાનો પ્રયાસ કરે છે. તો દરેકને એ કરવું છે. આને તત્વજ્ઞાની વિચારો કહેવાય છે. દરેક, દરેક મનુષ્ય, જો તે ખરેખર મનુષ્ય છે, તો તે વિચારે છે. તે તત્વજ્ઞાની મગજ છે. તે વિચારે છે, “ઓહ, કેટલા બધા તારાઓ છે. કે.. તેઓ શું કરતાં હશે? કેટલા માણસો હશે ત્યાં? ત્યાં મોટરગાડી હશે? ત્યાં પહાડો, સમુદ્ર હશે?” આ વિચારો બુધ્ધિશાળી મનુષ્યોને સ્વાભાવિક પણે આવે છે. તે તત્વજ્ઞાનની શરૂઆત છે. સ્વાભાવિક પણે.