GU/Prabhupada 0936 - ફક્ત વાયદો, 'ભવિષ્યમાં.' 'પણ અત્યારે તમે શું આપો છો, શ્રીમાન?'

Revision as of 00:08, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730425 - Lecture SB 01.08.33 - Los Angeles

આપણે... અત્યારના સમયમાં, આપણે રોગી અવસ્થામાં છીએ. તેઓને ખબર નથી કે રોગી અવસ્થા શું છે, સ્વસ્થ અવસ્થા શું છે, આ ધૂર્તોને. તેઓ કશું નથી જાણતા, છતાં તેઓ મહાન વૈજ્ઞાનિકો, તત્વજ્ઞાનીઓના રૂપમાં ઓળખાય છે... તેઓ પૃચ્છા નથી કરતાં કે: "મારે મરવું નથી. કેમ મૃત્યુ મારા પર થોપવામાં આવે છે?" આવી કોઈ પૃચ્છા નથી. કે નથી તેનો કોઈ ઉપાય. અને છતાં તેઓ વૈજ્ઞાનિકો છે. કેવા પ્રકારના વૈજ્ઞાનિકો? જો તમે...

વિજ્ઞાન મતલબ કે તમે જ્ઞાનમા આગળ વધો જેથી તમારી જીવનની દુખદ પરિસ્થિતી ઓછી થઈ શકે, ઘટી શકે. તે વિજ્ઞાન છે. નહીં તો, આ વિજ્ઞાન શું છે? તેઓ ફક્ત વાયદો આપે છે; "ભવિષ્યમાં." "પણ અત્યારે તમે શું આપો છો, શ્રીમાન?" "અત્યારે તમે સહન કરો - જેવી રીતે તમે સહન કરો છો, સહન કરતાં જાઓ. ભવિષ્યમાં અમે કઈક રસાયણો શોધીશું." ના. ખરેખર આત્યંતિક દુખ નિવૃત્તિ. આત્યંતિક, અંતિમ. આત્યંતિક મતલબ અંતિમ. દુખ મતલબ પીડાઓ. તે મનુષ્ય જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. તો તેઓ નથી જાણતા કે આત્યંતિક દુખ શું છે. દુખ મતલબ પીડાઓ. તો આત્યંતિક દુખ ભગવદ ગીતામાં બતાવેલું છે. "અહિયાં છે આત્યંતિક દુખ, શ્રીમાન." શું છે તે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ (ભ.ગી. ૧૩.૯). જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ.

તો તમે શું કરેલું છે સમાપ્ત કરવા કે શૂન્ય કરવા આ દુખો, આ પીડાઓ? તો ભૌતિક જગતમાં આવી કોઈ વસ્તુઓ નથી. આત્યંતિક દુખ નિવૃત્તિ. બધા પ્રકારના દુખોમાથી નિવૃત્તિનો માર્ગ ભગવદ ગીતામાં કહેલો છે. શું છે તે?

મામ ઉપેત્ય કૌંતેય
દુખલાયમ આશાશ્વતમ
નાપ્નુવંતી મહાત્માન:
સંસિદ્ધિ પરમામ ગતાઃ
(ભ.ગી. ૮.૧૫)

તો તમારે આ વાંચવું જોઈએ. તમારી પાસે ભાગવત છે, બધુજ વર્ણવેલું છે. આ છે આત્યંતિક દુખ નિવૃત્તિ - બધી પીડાઓની મુક્તિનો ઉપાય. શું છે તે? મામ ઉપેત્ય. "તે કે જે મારી શરણમાં આવે છે કે મારી પાસે આવે છે, ભગવદ ધામ." તો તેમની પાસે કોઈ જ્ઞાન નથી કે ભગવાન શું છે અને કોઈ ભગવદ ધામ જઈ શકે. તે વ્યાવહારિક વસ્તુ છે કે નહીં. કોઈ જ્ઞાન નથી. ફક્ત પશુ જેવા. બસ તેટલું જ. કોઈ જ્ઞાન નથી. તેઓ પ્રાર્થના કરે છે: "ઓ, ભગવાન, અમને અમારો દૈનિક રોટલો આપો." હવે તેમને પૂછો: "ભગવાન શું છે? શું તેઓ સમજાવી શકશે? ના. તો કોની પાસે માંગી રહ્યા છે? હવા પાસે? જો હું પૂછું, જો હું કોઈ અરજી પ્રસ્તુત કરું, કોઈ વ્યક્તિ તો હોવો જ જોઈએ. તો મને ખબર નથી કે વ્યક્તિ કોણ છે, ક્યાં અરજી મૂકવી. ફક્ત... તેઓ કહે છે કે તે આકાશમાં છે. આકાશ, ત્યાં ઘણા પક્ષીઓ પણ છે, (હાસ્ય) પણ તે ભગવાન નથી. તમે જોયું? તેઓ પાસે કોઈ જ્ઞાન નથી, કોઈ જ્ઞાન નથી. અપૂર્ણ જ્ઞાન, બધુ જ. અને તેઓ વૈજ્ઞાનિકો, તત્વજ્ઞાનીઓ, મહાન વિચારશીલ પુરુષો, લેખકોના નામથી ઓળખાય છે, અને... બધુ બકવાસ, બધુ બકવાસ. એક જ પુસ્તક છે શ્રીમદ ભાગવતમ, ભગવદ ગીતા. બધુ બકવાસ. ભાગવતમાં તે કહ્યું છે:

તદ વાગ વિસર્ગો જનતાઘ વિપ્લવો
યસ્મિન પ્રતિ શ્લોકમ અબદ્ધવતી અપિ
નામાની અનંતસ્ય યશો અંકિતાની યત
શ્ર્ણ્વંતી ગાયન્તિ ગ્રણન્તિ સાધવ:
(શ્રી.ભા. ૧.૫.૧૧)

અને બીજી બાજુએ: ન યદ વચસ ચિત્ર પદમ હરેર યશો (જગત પવિત્રમ) પ્રગ્ર્ણીતા કરહિચિત તદ વાયસમ તીર્થમ... (શ્રી.ભા. ૧.૫.૧૦). તદ વાયસમ તીર્થમ. કોઈ પણ સાહિત્ય જેને ભગવાનના જ્ઞાન સાથે કોઈ સંબંધ નથી, તદ, તદ વાયસમ તીર્થમ, તે ફક્ત એક એવા સ્થળ જેવુ છે કે જ્યાં કાગડાઓ મજા લે છે. કાગડાઓ ક્યાં મજા લે છે? ગંદી જગ્યાઓમાં. અને હંસો, સફેદ હંસો, તેઓ આનંદ લે છે સરસ, સ્વચ્છ પાણીમાં જ્યાં બગીચો છે, જ્યાં પક્ષીઓ છે.