GU/Prabhupada 0994 - ભગવાન અને આપણી વચ્ચે શું અંતર છે?: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0993 - તે વ્યવસ્થા કરો કે વ્યક્તિ ભોજન વગર ઉપવાસ ના કરે. આ આધ્યાત્મિક સામ્યવાદ છે|0993|GU/Prabhupada 0995 - કૃષ્ણ ભાવનામૃતનો ઉદેશ્ય નથી ક્ષત્રિય અથવા વૈશ્ય કામ|0995}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|yRCvP9ZdSts|ભગવાન અને આપણી વચ્ચે શું અંતર છે?<br/>- Prabhupāda 0994}}
{{youtube_right|uIur9ZHboiw|ભગવાન અને આપણી વચ્ચે શું અંતર છે?<br/>- Prabhupāda 0994}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>File:730407SB-NEW YORK_clip2.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/730407SB-NEW_YORK_clip2.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 00:18, 7 October 2018



730407 - Lecture SB 01.14.43 - New York

તો જ્યારે આપણે સામ્યવાદી દેશ, મોસ્કો, માં જઈએ છીએ, હું માનું છું કે દરેક વ્યક્તિને જરૂરિયાત છે, અને તેમને પોતાની પસંદ પ્રમાણે ભોજન પણ મળતું નથી. સરકાર જે પણ બકવાસ વસ્તુ પૂરી પાડે છે, તેમને સ્વીકારવી પડે છે. અને ખરેખર અમારા માટે પણ કોઈ સારું ભોજન હતું નહીં. અમે તે નેશનલ હોટેલમાં રહ્યા હતા, અને શ્યામસુંદરે બે કલાક સુધી મેહનત કરવી પડે વસ્તુઓ લાવવા માટે. તે પણ, બહુ સારી વસ્તુ ન હતી. ભાત મળી શક્યા ન હતા. એક મદ્રાસી સજ્જન, તેમણે થોડો ભાત પૂરો પાડ્યા, સારો લોટ; નહીં તો ફક્ત દૂધ અને માખણ ઉપલબ્ધ છે, અને માંસ, બસ તેટલું જ. ફળ નહીં, શાકભાજી નહીં, સારા ભાત નહીં, અને આ વસ્તુઓ ઉપલબ્ધ નથી. આ કલિયુગ છે. વસ્તુઓનો પુરવઠો ઘટી જશે. વાસ્તવિક રીતે પુરવઠો કૃષ્ણ આપે છે.

નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ
એકો યો બહુનામ વિદધાતી કામાન

આ ભગવાન અને આપણા વચ્ચેનું અંતર છે. આપણે પણ વ્યક્તિ છીએ, ભગવાન પણ વ્યક્તિ છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. તે પણ જીવ છે, આપણે પણ જીવ છીએ. તો ભગવાન અને આપણી વચ્ચેનું અંતર શું છે? તે એક:, તે એક જીવ, નિત્ય:, એકવચન. તો, બહુનામ વિદધાતી કામાન. તે આ બધા બહુવચન, બહુનામ, ને જીવનની જરૂરિયાતો પૂરી પાડે છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. જેઓ સંસ્કૃત જાણે છે, આ નિત્ય: મતલબ એકવચન, અને નિત્યાનામ, તે બહુવચન છે. તે બંને વ્યક્તિઓ છે, બંને જીવ છે, પણ કેમ એકવચનને સર્વોચ્ચ ગણવામાં આવ્યું છે? કારણકે તે બહુવચનને ભોજન પૂરું પાડે છે. તો વાસ્તવિક રીતે કૃષ્ણ પાસે બધા જીવને પૂરું પાડવા માટે બધુ તૈયાર છે. કોઈ ભૂખે મરવા માટે નથી. ના. તેવું નથી. જેમ કે એક જેલમાં, જોકે કેદીઓને દંડ આપવામાં આવે છે, છતાં સરકાર તેમના ભોજનનું ધ્યાન રાખે છે, તેમની ચિકિત્સાનું, એવું નથી કે તેઓ ભૂખે મરવા જોઈએ. ના. તેવી જ રીતે, જોકે આ ભૌતિક જગતમાં બધા દંડિત છે, આપણે કેદીઓ છીએ, કેદીઓ. આપણે હલી ના શકીએ, આપણે એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જઈ ના શકીએ. તેઓ ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. હવે તેઓ નિષ્ફળ ગયા છે. તેઓ હવે વાત નથી કરતાં. (હાસ્ય) તે શક્ય નથી, કારણકે આપણે કેદીઓ છીએ. બાધ્ય. તમારે આ ગ્રહ પર જ રહેવું પડશે. વ્યક્તિને તેના ગ્રહ પર જ રહેવું પડે. તમારી પોતાની ઇચ્છા અને સ્વતંત્રતનો પ્રશ્ન જ નથી, કારણકે તમારી પાસે કોઈ સ્વતંત્રતા નથી.

પણ નારદ મુનિ પાસે સ્વતંત્રતા છે. નારદ મુનિ એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જાય છે. તેઓ આધ્યાત્મિક આકાશમાથી ભૌતિક આકાશમાં આવે છે, કારણકે તેઓ પૂર્ણ ભક્ત છે. તો તે છે આદર્શ જીવ. જેમ કૃષ્ણને પૂર્ણ સ્વતંત્રતા છે, તેવી જ રીતે જ્યારે આપણે પૂર્ણ બનીશું, કૃષ્ણ ભાવનાભાવિત, આપણે પણ મુક્ત થઈશું. તે આપણી સ્થિતિ છે. પણ બાધ્ય સ્થિતિમાં, આપણે હલી ના શકીએ. બધ્ધ. બ્રહ્માણ્ડ ભ્રમિતે કોન ભાગ્યવાન, આપણે બધ્ધ છીએ. પણ બાધ્ય અવસ્થામાં પણ, જો આપણે વેદિક સિદ્ધાંતોને અનુસરીએ, આપણે સુખી થઈ શકીએ. સુખી, અને આ મનુષ્ય જીવન ખાસ કરીને, તે હેતુ માટે છે, કે તમે સુખેથી રહો, સમય બચાવો કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવા જેથી તમારા હવે પછીના જીવનમાં તમે આ ભૌતિક જગતમાં ના આવો. તમે આધ્યાત્મિક જગતમાં સ્થાનાંતરિત થાઓ. આ હેતુ છે મનુષ્ય જીવનનો. પણ આ ધૂર્તો તે નથી જાણતા. તો વિચારે છે કે આપણે સભ્યતાનો વિકાસ કરી રહ્યા છીએ, કારણકે બિલાડા અને કુતરા પડ્યા છે, જમીન પર અને ઊંઘે છે, આપણી પાસે ૧૦૪-માળની ઈમારત છે અને આપણે ત્યાં ઊંઘીએ છીએ. આ છે તેમનો વિકાસ. પણ તેઓ નથી જાણતા કે ઊંઘ, ઊંઘનો આનંદ, તે એક જ વસ્તુ છે કુતરા માટે અને તે માણસ માટે જે ૧૦૪માં ગ્રહ પર છે, માળ પર. (હાસ્ય) તેવી જ રીતે, સેક્સ જીવન કુતરાનું અને માણસનું અથવા દેવતાનું, આનંદ તે જ છે. કોઈ અંતર નથી.