GU/Prabhupada 1015 - જ્યાં સુધી પદાર્થની પાછળ કોઈ જીવશક્તિ ના હોય કોઈ પણ વસ્તુનું સર્જન ના થઈ શકે: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 1014 - એક કૃત્રિમ ભગવાન તેના શિષ્યોને શીખવતો હતો અને તે વીજળીના ઝટકા અનુભવતો હતો|1014|GU/Prabhupada 1016 - ભાગવતમ કહે છે કે દરેક વસ્તુનો મૂળ સ્ત્રોત સંવેદનશીલ છે. સચેત|1016}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|V3K6uMnUl-M|જ્યાં સુધી પદાર્થની પાછળ કોઈ જીવશક્તિ ના હોય કોઈ પણ વસ્તુનું સર્જન ના થઈ શકે<br/>- Prabhupāda 1015}}
{{youtube_right|56Bmo5PN4qg|જ્યાં સુધી પદાર્થની પાછળ કોઈ જીવશક્તિ ના હોય કોઈ પણ વસ્તુનું સર્જન ના થઈ શકે<br/>- Prabhupāda 1015}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 00:21, 7 October 2018



720200 - Lecture SB 01.01.01 - Los Angeles

ૐ નમો ભગવતે વાસુદેવાય
જન્માદિ અસ્ય યતો અન્વયાદ ઇતરતશ ચાર્થેશુ અભિજ્ઞ: સ્વરાટ
તેને બ્રહ્મ હ્રદા ય આદિ કવયે મુહ્યન્તિ યત સુરય:
તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રીસર્ગો અમૃષા
ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહી
(શ્રી.ભા. ૧.૧.૧)

શ્રીમદ ભાગવતમ લખતા પહેલા શ્રીલ વ્યાસદેવની આ પ્રાર્થના છે. તેઓ તેમના આદરપૂર્વક પ્રણામ કરે છે ભગવતે વાસુદેવને. 'ભગવતે' મતલબ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જે વાસુદેવ તરીકે ઓળખાય છે. તેઓ અવતરિત થાય છે, ભગવાન કૃષ્ણ વસુદેવના પુત્ર તરીકે અવતરિત થાય છે. તેથી તેમને વાસુદેવ કહેવાય છે. બીજો અર્થ છે કે તેઓ સર્વ-વ્યાપક છે. દરેક જગ્યાએ તેઓ ઉપસ્થિત છે. તો, વાસુદેવ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બધાના મૂળ. "જન્માદિ અસ્ય યત:". 'જન્મ' મતલબ રચના. આ ભૌતિક જગતની રચના, બ્રહ્માણ્ડની રચના વાસુદેવમાથી. 'જન્મ-આદિ' મતલબ સર્જન, પાલન, અને વિનાશ. આ ભૌતિક જગતમાં કોઈ પણ વસ્તુને ત્રણ લક્ષણો હોય છે. તેનું એક ચોક્કસ દિવસે સર્જન થાય છે. તે અમુક વર્ષો સુધી રહે છે, અને પછી તેનો વિનાશ થાય છે. તેને કહેવાય છે 'જન્માદિ અસ્ય જન્મસ્થિતિ ય:'

તો દરેક વસ્તુ આવી રહી છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાથી. બ્રહ્માણ્ડ પણ તેમનામાથી ઉદ્ભવી રહ્યું છે. તે તેમની શક્તિ, બહિરંગ શક્તિ પર ટકી રહ્યું છે, અથવા તેમની બહિરંગ શક્તિથી તેનું પાલન થઈ રહ્યું છે. અને, જેમ કોઈ પણ ભૌતિક વિનાશ પામે છે, તો વિનાશ પછી શક્તિ તેમનામાં સમાઈ જાય છે. શક્તિ, શક્તિ તેમનામાથી વિસ્તૃત થાય છે, અને તેમની શક્તિથી પાલન થાય છે, અને ફરીથી જ્યારે તેનો વિનાશ થાય છે તેમનામાં લીન થઈ જાય છે. આ સર્જન, પાલન અને સંહારની રીત છે. હવે પ્રશ્ન છે કે પરમ શક્તિ અથવા પરમ સ્ત્રોત, તે પરમ સ્ત્રોતનો સ્વભાવ શું છે? શું તે પદાર્થ છે કે જીવશક્તિ? ભાગવત કહે છે, "ના, તે પદાર્થ ના હોઈ શકે." પદાર્થમાથી કોઈ પણ વસ્તુ આપમેળે સર્જિત ના થઈ શકે. આપણને આવો કોઈ અનુભવ નથી. જ્યાં સુધી પદાર્થની પાછળ કોઈ જીવશક્તિ ના હોય કોઈ પણ વસ્તુનું સર્જન ના થઈ શકે. આપણને આવો કોઈ અનુભવ નથી. જેમ કે કોઈ પણ ભૌતિક વસ્તુ, ધારોકે મોટરગાડી. તેમાં બધા જ યંત્ર છે, સૂક્ષ્મ યંત્રો, પણ છતાં મોટરગાડી આપમેળે ચાલી ના શકે. એક ચાલક હોવો જ જોઈએ. અને ચાલક જીવશક્તિ છે. તેથી, બધી વસ્તુનો મૂળ સ્ત્રોત એક જીવશક્તિ જ હોવો જોઈએ. આ ભાગવતમનો નિષ્કર્ષ છે.

અને કયા પ્રકારની જીવશક્તિ? તેનો મતલબ તેઓ બધુ જાણે છે. જેમ કે એક નિષ્ણાત મોટરનો ઇજનેર, તે બધુ જાણે છે, તેથી, તે ચકાસી શકે છે, જ્યારે મોટર ગાડી બંધ પડે છે, તે તરત જ નિદાન કરી શકે છે કે કેવી રીતે મોટર ગાડી બંધ પડી છે. તો તે એક સ્ક્રૂ મજબૂત કરે છે, અથવા બીજું કઈ તો તે ફરીથી ગતિમાં આવી જાય છે. તેથી ભાગવતમાં કહ્યું છે, કે બધા જ ઉદ્ભવનો મૂળ સ્ત્રોત બધુ જ જાણે છે. 'અન્વયાદ ઇતરતશ ચાર્થેશુ'. પ્રત્યક્ષ અને પરોક્ષ. તેઓ એટલા નિષ્ણાત છે. જેમ કે હું આ શરીરનો સર્જનકર્તા છું. હું એક જીવિત આત્મા છું. જેમ મે ઈચ્છા કરી, મે આ શરીરનું નિર્માણ કર્યું. શક્તિથી. મારી શક્તિથી.